Home /News /entertainment /'નૈયો લગદા' સોન્ગનો ડાન્સ સલમાન માટે બન્યો માથાનો દુખાવો, સોશિયલ મીડિયા પર લોકોએ કાઢી ભડાસ

'નૈયો લગદા' સોન્ગનો ડાન્સ સલમાન માટે બન્યો માથાનો દુખાવો, સોશિયલ મીડિયા પર લોકોએ કાઢી ભડાસ

નૈયો લગદા’ સોંગ બિગ બોસ 16ના ફિનાલે દરમિયાન લોન્ચ કરવામાં આવ્યું

કિસી કા ભાઈ કિસી કી જાનનું ‘નૈયો લગદા’ સોંગમાં સલમાન ખાન અને પૂજા હેગડેનો રોમેન્ટિક ટ્રેક જોઇ શકાય છે. જ્યારે સલમાન તેના લાંબા વાળમાં ડૅશિંગ દેખાઈ રહ્યો છે, ત્યારે પૂજા તેની ટ્રેડિશનલ ડ્રેસમાં સુંદરતાથી મંત્રમુગ્ધ કરી દે છે.

સલમાન ખાન (Salman Khan) અને પૂજા હેગડે (Puja Hegde) સ્ટારર ‘કિસી કા ભાઈ કિસી કી જાન (Film Kisi Ka Bhai Kisi Ki Jaan)નું નૈયો લગદા’ સોંગ ગઈકાલે બિગ બોસ 16ના ફિનાલે દરમિયાન લોન્ચ (Naiyo Lagda song) કરવામાં આવ્યું હતું. જ્યારથી આ સોંગ રીલીઝ થયું છે, ત્યારથી ગીતને ઘણા ટ્રોલર્સે (Trollers) પોતાના નિશાનામાં લીધેલું છે.

કેટલાક ચાહકો ટ્યુનનાં વખાણ કરી રહ્યાં છે, ત્યારે બીજી બાજુ સલમાનનું હૂક સ્ટેપ છે, જેમાં સોંગ પર નેગેટિવ કમેન્ટ્સ (Naiyo Lagda Trolled) કરવામાં આવી રહી છે.



આ પણ વાંચો :  ત્રણ-ત્રણ લગ્ન કરનારી બોલ્ડ એક્ટ્રેસના પોતાના જ 'ભાઇ' સાથે હતાં આડા સંબંધો, આ હસીનાને આજે ઓળખી પણ નહીં શકો

ટ્રોલ્સના રડાર પર આવી ગયું ગીત

3 વર્ષ પછી સલમાન ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ સાથે મુખ્ય ભૂમિકામાં મોટા પડદા પર પાછો ફરશે. તે છેલ્લે દબંગ 3માં જોવા મળ્યો હતો. સુપરસ્ટાર અને તેના ચાહકો બ્લોકબસ્ટર કમબેકની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને ફિલ્મના ટીઝરની પ્રતિક્રિયાઓ અનુસાર સ્ટેજ પહેલેથી જ સેટ થઈ ગયો છે. પરંતુ નવું રિલીઝ થયેલું ગીત હવે ટ્રોલ્સના રડાર પર આવી ગયું છે.



કિસી કા ભાઈ કિસી કી જાનનું ‘નૈયો લગદા’ સોંગમાં સલમાન ખાન અને પૂજા હેગડેનો રોમેન્ટિક ટ્રેક જોઇ શકાય છે. જ્યારે સલમાન તેના લાંબા વાળમાં ડૅશિંગ દેખાઈ રહ્યો છે, ત્યારે પૂજા તેની ટ્રેડિશનલ ડ્રેસમાં સુંદરતાથી મંત્રમુગ્ધ કરી દે છે. આ સોંગ કમાલ ખાન, પલક મુછલ દ્વારા ગાવામાં આવ્યું છે અને હિમેશ રેશમિયા દ્વારા કોમ્પોઝ કરવામાં આવ્યું છે. આ ટ્રેક 2000 ના દાયકાની શરૂઆતના વાઇબ્સ લાવી રહ્યું છે, તેથી કોમ્પોઝીશન માટે થમ્બ્સ-અપ પ્રાપ્ત કરી રહ્યું છે પરંતુ સલમાન દ્વારા કરવામાં આવેલા હૂક સ્ટેપ પર ટ્રોલર્સ ખૂબ મજાક બનાવી રહ્યા છે.

આ પણ વાંચો :  બેકલેસ ડ્રેસમાં દિશા પટનીનો સૌથી સિઝલિંગ HOT લુક, બોલ્ડનેસ પર હારી જશો દિલ

ટ્વિટર યુઝર્સમાંથી એકે સલમાન ખાન દ્વારા કરવામાં આવેલા સ્ટ્રેચિંગ જેવા સ્ટેપને ટાંકીને કહ્યું, “સલ્લુ ભાઈ નૈયો લગદા ગીતમાં લેગ ડે વર્કઆઉટ કરી રહ્યા છે. ગીત સારું છે પણ કોરિયોગ્રાફી ખૂબ ખરાબ છે.” અન્ય નેટીઝને લખ્યું, "#KisiKaBhaiKisiKiJaan પરથી #SalmanKhan ની #NaiyoLagda જોયા પછી આ ગ્રહ છોડવાનો સમય આવી ગયો છે." અન્ય એક યુઝરે કમેન્ટ કરી કે, “લાગે છે કે પઠાણમાં કંઇક વધારે જ પેઇનકિલર ખાય લીધી છે.”





સોશ્યલ મીડિયા પર ખાસ કરીને ટ્વિટર પર આ સોંગને ટ્રોલર્સે ખૂબ નિશાન બનાવ્યું છે. તમને આ સોંગ સંબંધિત અને ખાસ કરીને સલમાન ખાનના ડાન્સ પર લોકો ખૂબ હસી રહ્યા છે. અને મીમ્સ બનાવીને પણ શેર કરીને મજા લૂંટી રહ્યા છે.
First published:

Tags: Actor salman khan, Bollywood Latest News, Pooja hegde, Salman Khan Movie