મહિલાએ જબરદસ્તી ખેચ્યો સલમાનનો હાથ, લોકો બોલ્યા લાફો કેમ ના માર્યો?

News18 Gujarati
Updated: August 11, 2019, 11:45 AM IST
મહિલાએ જબરદસ્તી ખેચ્યો સલમાનનો હાથ, લોકો બોલ્યા લાફો કેમ ના માર્યો?
સલમાન ખાનને મહિલાની આ હરકતથી ખુબજ ગુસ્સો આવ્યો હતો જે તેનાં ચહેરા પર સ્પષ્ટ દેખાતું હતું

સલમાન ખાનને મહિલાની આ હરકતથી ખુબજ ગુસ્સો આવ્યો હતો જે તેનાં ચહેરા પર સ્પષ્ટ દેખાતું હતું

  • Share this:
બોલિવૂડનાં દબંગ ખાન એટલે કે સલમાન ખાન તેની અપકમિંગ ફિલ્મ 'દબંગ-3'નાં શૂટિંગમાં વ્યસ્ત છે. અવાર નવાર તેનાં સેટની તસવીરો અને વીડિયો સામે આવતા રહે છે. એવામાં હાલમાં સલમાન ખાનનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો ફિલ્મનો કે તેનાં સેટનો નથી. પણ સલમાન ખાન અને તેની એક અજીબ ફિમેલફેનનો છે. આ ફેન સલમાન ખાનથી ઘણી જ બદતમીજીથી પેશ આવતી નજર આવી રહી છે. ફેનનો આવો વર્તાવ જોઇને સલમાન ખાનને ખુબજ ગુસ્સો આવ્યો છે. સલમાન ખાનનો આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થઇ રહ્યો છે.

ઇન્સ્ટાગ્રામ પર વિરય ભાયાણીએ આ એક વીડિયો શેર કર્યોછે. જેમાં સલમાન ખાન મીડિયા અને ફેન્સની વચ્ચેથી પસાર થઇ રહ્યો હતો. આ વીડિયો કોઇ ઇવેન્ટ કે એરપોર્ટ પરનો માલૂમ થઇ રહ્યો છે. સલમાન ખુબજ આરામથી જઇ રહ્યો હોય છે ત્યારે એક મહિલા ફેન ભીડમાંથી આવે છે અને સમલાનનો હાથ પકડીને તેને કંઇક કહે છે. સલમાન તેની વાત સાંભળીને પહેલાં સામાન્ય સ્માઇલ આપે છે. જેમ સલમાન આગળ વદે છે તે ફેન સલમાનનો હાથ ખેચે છે.
 View this post on Instagram
 

#SalmanKhan does not appreciate a fan pulling him like this


A post shared by Viral Bhayani (@viralbhayani) on


આ ઝટકાથી સલમાન ખાન પોતે ચોકી જાય છે. તે મહિલા તરફ ગુસ્સાથી જુએ છે. કંઇજ બોલતો નથી પણ તેનાં ચહેરા પર ગુસ્સો સ્પષ્ટ જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે. લોકો સલમાનને પુછી રહ્યાં છે કે, તેણે મહિલાને થપ્પડ કેમ ન માર્યો. કોઇ ફિમેલ ફેનને બદતમીજ કહે છે. અને સલમાનનાં ગુસ્સાને પણ યોગ્ય ઠેરવે છે.વર્ક ફ્રન્ટની વાત કરીએ તો હાલમાં સલમાન તેની આવનારી ફિલ્મની તૈયારીમાં વ્યસ્ત છે. પહેલાં 'દબંગ-3'ની શૂટિંગ પૂર્ણ કરશે જે બાદ તે આલિયા ભટ્ટની સાથે 'ઇંશાહ અલ્લાહ'ની શૂટિંગ કરશે. બંને ફિલ્મોને લઇને તેનાં ફેન્સમાં ઘણો જ ઉત્સાહ છે. આ વર્ષે જૂન મહિનામાં સલમાન ખાનની ફિલ્મ 'ભારત' રિલીઝ થઇ જે દર્શકોને ખુબજ પસંદ આવી છે.
First published: August 11, 2019, 11:40 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading