Home /News /entertainment /Big Boss 16: કેમ ભડક્યો સલમાન ખાન? કહ્યુ- 'મને શર્ટ કાઢવા પર મજબૂર ના કર..'
Big Boss 16: કેમ ભડક્યો સલમાન ખાન? કહ્યુ- 'મને શર્ટ કાઢવા પર મજબૂર ના કર..'
સલમાન ખાન ફાઈલ ફોટો
પોપ્યુલર શો 'બિગબોસ સિઝન 16'માં સલમાન ખાને શાલીન ભનોટ પર આક્રમક પ્રહાર કર્યા હતાં. આ વીકેન્ડના વારમાં સલમાન ખાને શાલીન ભનોટ સાથે આ કંટેસ્ટેંટની બોલતી બંધ કરી દીધી હતી.
મુંબઈઃ વિવાદો અને ચર્ચાનો વિષય બનેલો શો 'બિગ બોસ 16'ના ઘરમાં અવારનવાર જોરદાર લડાઈઓ જોવા મળે છે. આ દરમિયાન અમુક કંટેસ્ટેંટ્સ તેમની હદ પાર કરી દે છે. હાલના જ એક એપિસોડમાં સલમાન ખાને સૌંદર્યાનો ક્લાસ લીધો હતો, કારણકે તેણે પ્રિયંકાને લઈને અંકિતની મમ્મી પર કોમેન્ટ કરી હતી. હવે વારો આવ્યો છે શાલીન ભનોટનો, જેણે પાછલા થોડા દિવસોમાં ઘણાં બધાં નિયમો તોડ્યા હતાં, સાથે તેના ચેકઅપ માટે આવેલા ડોક્ટર સાથે પણ તેણે ખરાબ વ્યવહાર કર્યો હતો.
જ્યારે શાલીન ભનોટે અર્ચનાને ધક્કો માર્યો હતો ત્યારે પણ શાલીન બધાની સામે ખૂબ જ અગ્રેસિવ રીતે લોકોની સાથે વ્યવહાર કરી રહ્યો હતો. તેણે ગાર્ડનમાં ખુલ્લેઆમ સિગારેટ પીધી હતી. પોતાનું માઇક હટાવી દીધું અને બીમાર પણ થઈ ગયો હતો. જ્યારે બિગબોસ ઘરમાં ડોક્ટર તેનો ચેકઅપ કરવા આવ્યા ત્યારે તેણે તેમની સામે પણ ખૂબ જ ખરાબ વ્યવહાર કર્યો અને તેમને ઘણું ના બોલવાનું પણ બોલ્યો. તેણે ડોક્ટરની ડિગ્રી પર સવાલ કર્યા જેને લઈને સલમાન ખાન વીકેન્ડના વારમાં તેને જોરદાર રીતે ફટકાર લગાવતા જોવા મળે છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે, સલમાન ખાન શાલીન પર ગુસ્સો કરે છે. સલમાન કહે છે, "શાલીન તું પોતાની જાતને ખૂબ ઢેઢશાણાં સમજી રહ્યો છે. મને લાગે છે કે, આ ખૂબ જ શરમજનક વાત છે. હું તને પુછુ છુ કે, તું ક્યાં સુધી ભણેલો છે. કામ કરનારા લોકો માટે તારા દિલમાં જરા પણ ઈજ્જત છે? અહીં તમે વીઆઈપી નથી." જ્યારે શાલીન કંઈક બોલવાનો પ્રયત્ન કરે છે તો સલમાન ખાન કહે છે, "મને શર્ટ ઉતારવા મજબૂર ના કરીશ."
'શુક્રવાર કા વાર'માં સુંબુલ તૌકીરને સમજાવવા તેના પિતા શોમાં આવ્યા હતાં. તે સમયે સુંબુલના પિતાએ શાલીનને ઘણું બધું સંભળાવ્યું હતું, તેણે તેની દિકરીનો તમાશો બનાવીને મુકી દીધો છે. આ દરમિયાન શાલીન તેની સફાઈ આપવાની કોશિશ કરી રહ્યો હતો, ત્યારે સલમાને તેને ચુપ કરાવી દીધો હતો. સલમાને તેને કહ્યુ, તું અત્યારે કંઈ જ નહીં બોલી શકે.
વીકેન્ડના વારમાં બીજું ઘણું બધું થાય છે જે બિગ બોસ ફેન્સ માટે રોમાંચક હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર