Home /News /entertainment /જાણો, સલમાન ખાન માટે છાતી પર ગોળી ખાનારી તેની પહેલી હીરોઇન રેનૂ આર્યા હવે ક્યાં છે?
જાણો, સલમાન ખાન માટે છાતી પર ગોળી ખાનારી તેની પહેલી હીરોઇન રેનૂ આર્યા હવે ક્યાં છે?
સલમાન ખાનની પહેલી હિરોઇન રેનૂ આર્યા
બોલિવૂડમાં ઘણાં સ્ટાર્સ એવાં છે જેઓ તેમની શરૂઆતની ફિલ્મોમાં ખુબજ ચમક્યા. પણ પછી ગુમનામીનાં અંધારામાં ચાલ્યા ગયા. એવી જ એક હિરોઇન છે રેનૂ આર્યા (Renu Arya), જેણે સલમાન ખાન (Salman Khan)ની સાથે બોલિવૂડ ડેબ્યુ (Bollywood Debut) કર્યું હતું
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સલમાન ખાન (Salman Khan)ની સાથે વર્ષ 1988માં આવેલી ફિલ્મ 'બીવી હો તો એસી' (Biwi Ho To Aisi)થી બોલિવૂડમાં એન્ટ્રી રી હતી. આ ફિલ્મમાં તેની એક્ટ્રેસ રેનૂ આર્યા (Renu Arya) નજર આવી હતી. જે તે સમયે ખુબજ ચર્ચામાં રહી હતી. સલમાનની જેમ રેનૂની પણ આ ડેબ્યૂ ફિલ્મ હતી. રેનૂનો સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે લાંબો ન રહ્યો. આ ફિલ્મમાં તે સલમાન ખાનની ઓપોઝિટ હતી. સલમાન તો સુપર સ્ટાર બની ગયો પણ રેનૂ ક્યાંક ખોવાઇ ગઇ.
ફિલ્મમાં સલમાન અને રેનૂની જોડી સૌને ખુબજ પસંદ આવી હતી. તેણે એક એવી યુવતીનો રોલ અદા કર્યો હતો, જે સલમાનથી પ્રેમ કરે છે. પણ સલમાન તેનાંથી દૂર ભાક છે. જ્યારે ગુંડા સલમાન પર ગોળી ચલાવે છે તો તે વચ્ચે આવીને તેનો જીવ બચાવે છે. દર્શકોને તેની એક્ટિંગ અને સલમાન સાથેની તેની કેમેસ્ટ્રી ઘણી પસંદ આવી હતી. આ ફિલ્મ બાદ રેનૂ અન્ય થોડી ફિલ્મોમાં નજર આવી. જેમાં 'સિંદૂર ઔર બંદૂક', 'બંજારન' અને 'ચાંદની' જેવી ફિલ્મો શામેલ છે.
રિપોર્ટ્સ મુજબ, તેણે તેનાં ઘરની જવાબદારી ઉપાડી લેવા માટે ઇન્ડસ્ટ્રીથી દૂરી બનાવી લીધી. સલમાન ખાને એક ઇન્ટરવ્યૂમાં રેનૂ આર્યા સાથે મુલાકાત થયાની વાત કરી હતી. તેણએ એમ કહ્યું હતુંકે, રેનૂ એટલી બદલાઇ ગઇ છે. તેને ઓળખવી મુશ્કેલ છે.
સાસ-બહૂની નોકઝોક પર હતી ફિલ્મ
'બીવી હો તો એસી' ફિલ્મમાં રેખા અને બિંદુનું કેરેક્ટર મેઇન હતું. સાસ બહુની નોકઝોક પર બનેલી આ ફિલ્મમાં ફારુખ શેખ, કાદર ખાન, સલમાન ખાન, અસરાની અને ઓમ શીવપુરી જેવાં દિગ્ગજ કલાકારોએ પણ કામ કર્યું છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર