Home /News /entertainment /સરહદ પાર નહીં રિલીઝ થાય સલમાન ખાનની ફિલ્મ 'ટાઈગર જિંદા હૈ'!

સરહદ પાર નહીં રિલીઝ થાય સલમાન ખાનની ફિલ્મ 'ટાઈગર જિંદા હૈ'!

સરહદ પાર નહીં રિલીઝ થાય સલમાન ખાનની ફિલ્મ 'ટાઈગર જિંદા હૈ'!

સરહદ પાર નહીં રિલીઝ થાય સલમાન ખાનની ફિલ્મ 'ટાઈગર જિંદા હૈ'!

મુંબઈ: 22 ડિસેમ્બરે રિલીઝ થનારી સલમાન ખાન અને કેટરીના કૈફની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ટાઈગર જિંદા હૈ' સરહદ પાર નહિં રિલીઝ થાય. એટલે કે 'ટાઈગર જિંદા હૈ' પાકિસ્તાનમાં રિલીઝ નહીં થાય. પાકિસ્તાનના સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સેંસરએ ફિલ્મને પાકિસ્તાનમાં રિલીઝ કરવાની મંજુરી નથીં આપી.

પાકિસ્તાનમાં ફિલ્મ પ્રદર્શનના વિતરણનો અધિકાર જીયો ફિલ્મ પાસે છે. સેંસરથી મંજૂરી મળ્યા બાદ જિયો ફિલ્મ આ ફિલ્મને રિલીઝ કરી શકે છે. પરંતુ આ ફિલ્મ 22 ડિસેમ્બરે પાકિસ્તાનમાં રિલીઝ થવાની સંભાવના નથી.

'એક થા ટાઈગર' ફિલ્મને પણ પાકિસ્તાનમાં રિલીઝ કરવાની મંજુરી મળી ન હતી.

સુત્રોના જણાવ્યા અનુસાર સૂચના એવમ પ્રસારણ મંત્રાલય, નેશનલ હિસ્ટ્રી એન્ડ લિટરેરી હેરિટેજએ CBFCની ભલામણને લઈને ફિલ્મને એનઓસી પ્રમાણપત્ર આપવાની ના પાડી દીધી હતી. ફિલ્મને મંજુરી નહિં મળવાનું કારણ હતું પાકિસ્તાન સંબંધિત દ્રશ્યો.

પરંતુ સલમાન ખાનના પાકિસ્તાની ફેન્સને આ ફિલ્મ જોવા માટે થોડી રાહ જોવી પડશે. જો કે ભારતમાં આ ફિલ્મ નિર્ધારિત સમય પર રિલીઝ કરવામાં આવશે.
First published:

Tags: Actor salman khan, Censor Board, Tiger Zinda hai, પાકિસ્તાન, બોલીવુડ, સલમાન ખાન

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन