'ભારત' ફિલ્મનું ટીઝર થયું રિલીઝ, આ અવતારમાં જોવા મળ્યો સલમાન ખાન

News18 Gujarati
Updated: January 25, 2019, 12:37 PM IST
'ભારત' ફિલ્મનું ટીઝર થયું રિલીઝ, આ અવતારમાં જોવા મળ્યો સલમાન ખાન
સલમાન ખાનની આ ફિલ્મ આ વર્ષે ઇદના અવસર પર રિલીઝ થશે.

સલમાન ખાનની આ ફિલ્મ આ વર્ષે ઇદના અવસર પર રિલીઝ થશે.

  • Share this:
સલમાન ખાનની આગામી ફિલ્મ 'ભારત' નું નવું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. ગયા અઠવાડિયે, ફિલ્મ સાથે સંકળાયેલ એક વીડિયો અતુલ અગ્નિહોત્રીએ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જેમાં પંજાબ સાથે જોડાયેલ કેટલીક તસવીર સોશિયલ મીડિયા પર નજર આવી રહી હતી, તાજેતરમાં જ એવા સમાચાર સામે આવ્યા હતા કે ફિલ્મનું નવુ ટીઝર 26 જાન્યુઆરીએ સામે આવશે પરંતુ તે પહેલા જ આ રિલીઝ કરવામાં આવ્યું છે.

'ભારત' નું નવું ટીઝર રિલીઝ

સલમાન ખાન અને કૈટરીના કૈફની આવનારી ફિલ્મ ભારતનું નવુ ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટીઝર 26 જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસ પર રિલીઝ થવાનું હતુ પરંતુ આ નિર્માતાઓએ એક દિવસ પહેલા જ રિલીઝ કરી દીધુ. આ ટીઝરમાં માત્ર સલમાન જ સલમાન જોવા મળે છે. તે અનેક અવતારમાં જોવા મળી રહ્યો છે. એક નેવી ઓફિસર તરીકે વધુ એક સર્કસમાં સ્ટંટ કરતો ટીઝરમાં નજર આવી રહ્યો છે. આ ટીઝરમાં એ બતાવતા નજર આવે છે કે આખરે તેનું નામ "ભારત" કેમ રાખ્યું.ફિલ્મ ઇદ પર રિલીઝ થશે

આ ફિલ્મ સલમાન ખાનની આ ફિલ્મ આ વર્ષે ઈદ પ્રસંગે રિલીધ કરવામાં આવશે. ફિલ્મમાં કેટરીના કૈફ, સલમાન ખાન વિરુદ્ધ નજર આવશે. આ ફિલ્મ કોરિયન ફિલ્મ "ઓડ ટૂ માય ફાધરની ઓફિશિયલ રિમેક છે.
First published: January 25, 2019, 12:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading