VIDEO: 'દબંગ 3'નાં શૂટિંગ સમયે સલમાન ખાને પોતાની જાત પર વરસાવ્યા કોડા

News18 Gujarati
Updated: September 1, 2019, 11:20 AM IST
VIDEO: 'દબંગ 3'નાં શૂટિંગ સમયે સલમાન ખાને પોતાની જાત પર વરસાવ્યા કોડા
સલમાન ખાન પોતાની ઉપર ધીરેથી ચાબુક ચલાવે છે. અને ધીમે ધીમે તે રફ્તાર તેજ કરે છે.

સલમાન ખાન પોતાની ઉપર ધીરેથી ચાબુક ચલાવે છે. અને ધીમે ધીમે તે રફ્તાર તેજ કરે છે.

  • Share this:
એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: સલમાન ખાને હાલમાં જ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે પોતાની જાત પર કોડા વરસાવતો નજર આવે છે. આ વીડિયો દબંગ-3નાં શૂટિંગ સમયનો છે. જેમાં સૌથી પહેલાં એક વ્યક્તિ અને તેનાં સાથીઓ પોતાની ઉપર ચાબુક ચલાવે છે. જે બાદ સલમાન ખાન પોતાની ઉપર ધીરેથી ચાબુક ચલાવે છે. અને ધીમે ધીમે તે રફ્તાર તેજ કરે છે. આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર સલમાને શેર કરતા લખ્યું છે કે, 'દર્દને અનુભવવા અને તેને શેર કરવામાં ખુશી મળે છે. પણ બચ્ચા પાર્ટી આપ લોકો આ જરાં પણ ટ્રાય ન કરતાં. પોતાનાં પર કે બીજાની ઉપર'



 



View this post on Instagram




 

Thr is pleasure in feeling n sharing thr pain ahhhhhhhhhhhh Baccha party don't try this on your self or on any 1 else


A post shared by Salman Khan (@beingsalmankhan) on






આપને જણાવી દઇએ કે, સલમાન ખાન તેની ફિલ્મ 'દબંગ 3'નાં શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ આ વર્ષનાં અંતમાં જ રિલીઝ થશે. તે 20 ડિસેમ્બર 2019નાં રિલીઝ થવાની છે. સમલાન ખાનની સાથે આ ફિલ્મમાં સોનાક્ષી સિન્હા છે. ઉપરાંત અરબાઝ ખાન, કિચ્ચા સુદીપ અને માહી ગિલ પણ છે. ફિલ્મને પ્રભૂ દેવા ડિરેક્ટ કરી રહ્યાં છે.






 




View this post on Instagram




 

#dabangg3 shoot #rajasthan with Sultan


A post shared by Salman Khan (@beingsalmankhan) on






આ પહેલાં પણ સલમાન ખાન 'દબંગ 3' સાથે જોડાયેલાં વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરી ચુક્યો છે.
First published: September 1, 2019, 11:11 AM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading