Home /News /entertainment /Bigg Boss 16: સલમાન ખાને ગુસ્સામાં અબ્દુને બતાવી દીધો બહારનો રસ્તો, ખૂબ રડી આ કન્ટેસ્ટન્ટ
Bigg Boss 16: સલમાન ખાને ગુસ્સામાં અબ્દુને બતાવી દીધો બહારનો રસ્તો, ખૂબ રડી આ કન્ટેસ્ટન્ટ
સલમાન ખાનને ગુસ્સો આવી ગયો
Abdu Rozik in Bigg Boss 16:બિગ બોસ 16માંથી અબ્દુ રોજિકનું પત્તુ સાફ થઇ ગયું છે. સલમાન ખાને ગુસ્સામાં આવીને અબ્દુને બિગ બોસ 16 છોડવાનો આદેશ આપી દીધો છે.
Abdu Rozik Elimination in Bigg Boss 16: 'બિગ બોસ 16'ના ઘરમાં દરેક વ્યક્તિ પોતાને બચાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. બિગ બોસ 16ના ઘરમાં ટકી રહેવા માટે ઘરના સભ્યો કંઈપણ કરવા તૈયાર છે. હાલમાં જ , નોમિનેશન ટાળવા માટે કન્ટેસ્ટન્ટ્સે અબ્દુ રોજિકને બલિનો બકરો બનાવ્યો હતો. અબ્દુ રોજિકને પરિવારના સભ્યોએ એમ કહીને નોમિનેટ કર્યા હતા કે તેની જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. ફેન્સ અબ્દુ રોજિકને પૂરો સપોર્ટ કરશે. ઘરવાળાઓની આ હરકતથી સલમાન ખાનને ગુસ્સો આવી ગયો હતો.
ગુસ્સામાં સલમાન ખાને અબ્દુ રોજિકને શોમાંથી બહાર કરી દીધો છે. અબ્દુ રોજિકને એલિમિનેટ કરતા પહેલા, સલમાન ખાને બધા જ કન્ટેસ્ટન્ટ્સની ક્લાસ લગાવી હતી. સલમાન ખાન બિગ બોસ 16 'શુક્રવાર કે વાર'માં કહેતો જોવા મળ્યો હતો, મને અબ્દુ રોજિક પર ગર્વ છે. બિગ બોસ 16 ના ઘરમાં અબ્દુ રોજિક એકમાત્ર એવો કન્ટેસ્ટન્ટ છે જે ન તો કોઈનું ખરાબ કરે છે કે ન તો ફાલતૂ વાત કરે છે. અબ્દુ રોજિક આ શોમાં રહેવાનું ડિઝર્વ છે.
સલમાન ખાને આગળ કહ્યું, તમે બધા અબ્દુ રોજિક પાસેથી કંઈકને કંઇક શીખી રહ્યા છો. અબ્દુ રોજિકના પરિવારે તેમને સારા સંસ્કાર આપ્યા છે. તમે બધાએ અબ્દુ રોજિકને એમ કહીને નોમિનેટ કર્યો છે કે તેના ઘણા ફેન્સ છે. હવે તમે લોકો આ નિર્ણયનું પરિણામ જોશો. અબ્દુ રોજિક આજે બિગ બોસ 16 નું ઘર છોડીને જઇ રહ્યો છે.
સલમાન ખાનની આ વાત સાંભળીને ઘરના તમામ સભ્યો દંગ રહી ગયા. સલમાન ખાનની વાત પર કોઈએ વિશ્વાસ ન કર્યો. અબ્દુ રોજિકની સફર ખતમ થવાના સમાચાર સાંભળીને નિમરત અહલુવાલિયા પણ રડતી જોવા મળી હતી.
અબ્દુ રોજિકના એલિમિનેટ થવાના સમાચારે સોશિયલ મીડિયા પર હડકંપ મચાવ્યો છે. લોકો ઘરવાળાઓની સતત ક્લાસ લગાવે છે. તે જ સમયે, કેટલાક લોકો અબ્દુ રોજિકના નોમિનેશનને ફેક ગણાવી રહ્યા છે. જો કે, આજના એપિસોડમાં એ સ્પષ્ટ થશે કે અબ્દુ રોજિક બિગ બોસ 16માંથી બહાર થશે કે નહીં.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર