એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: સલમાન ખાને હાલમાં તેનાં અપકમિંગ ટીવી શો 'બિગ બોસ 13'ને લઇને ચર્ચામાં છે. દર વર્ષે બિગ બોસની શરૂઆતમાં સલમાન ખાન નવાં નવાં લૂકમાં નજર આવે છે. હાલમાં જ બોલિવૂડનાં દબંગ એટલે કે સલમાન ખાને શો માટે પ્રોમો શૂટ કરાવી લીધુ છે. શૂટ દરમિયાનની તેની એક તસવીર સામે આવી છે. આ તસવીરમાં તે સ્ટેશન માસ્ટરનાં લૂકમાં નજર આવે છે.
સલમાને પોતે તેનાં ઇનસ્ટાગ્રામ પેજ પર આ તસવીર શેર કરી છે. આ ફોટોમાં સલમાન તેની કેબિનમાં સીટ પર બેઠેલો માઇક પર કંઇક બોલતો નજર આવે છે. ઉલ્લેખનીય છે કે, સમલાને શો માટે પાયલટ, સિંગર, માળી અને મસ્તીખોર પાડોસીનો રોલ આ પહેલાં અદા કર્યો હતો. બિગ બોસની 12મી સિઝન બીચ થીમ પર હતી. હાલમાં 'બિગ બોસ-13'ની થીમ હાલમાં ફાઇનલ થઇ નથી.
આપને જણાવી દઇએ કે, હોસ્ટ તરીકે 'બિગ બોસ-13' સલમાન ખાનની દસમી સીઝન હશે. સેપ્ટેમ્બરનાં અંતમાં આ શો શરૂ થશે. આ વખતે આમ આદમી એટલે કે સામાન્ય લોકો શોનો ભાગ નહીં હોય.આ વખતે ફક્ત સેલિબ્રિટીઝ જ શોનો ભાગ બનશે. સોર્સિસની માનીયે તો શોમાં ચંકી પાંડે, સિદ્ધાર્થ શુક્લા, દેવોલીના ભટ્ટાચાર્જી, આદિત્ય નારાયણ, મિહિકા શર્મા, મુગ્ધા ગોડસે, રાજપાલ યાદવ, ઋચા ભદ્રાનું નામ સામે આવી રહ્યું છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર