Home /News /entertainment /'હવે સીધો ઝાટકો જ મળશે...' સલમાન ખાનને ગોલ્ડી-લોરેન્સ ગેંગની ધમકી, ફફડી ઉઠ્યો ભાઇજાનનો પરિવાર

'હવે સીધો ઝાટકો જ મળશે...' સલમાન ખાનને ગોલ્ડી-લોરેન્સ ગેંગની ધમકી, ફફડી ઉઠ્યો ભાઇજાનનો પરિવાર

સલમાન ખાનને ફરી એકવાર ઇ-મેલ દ્વારા જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી છે.

સલમાન ખાન (Salman Khan)ને ધમકી મળ્યા બાદ એક્ટરના પરિવારમાં ભયનો માહોલ છે. ભાઇજાનની સિક્યોરિટીને લઇને કોઇપણ બેદરકારી રાખવામાં નથી આવી રહી.

મુંબઇ: બોલિવૂડનો સુપરસ્ટાર સલમાન ખાન (Salman Khan) આજકાલ પોતાની પ્રોફેશનલ લાઇફ કરતાં પર્સનલ લાઇફના કારણે ખૂબ જ ચર્ચામાં છે. સલમાન ખાનને ફરી એકવાર ઇ-મેલ (Salman Khan Receives Threat Mail) દ્વારા જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી છે.

ધમકી આપવાના આરોપમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ (Lawrence Bishnoi), ગોલ્ડી બરાડ (Goldie Brar) અને રોહિત બરાડ (Rohit Brar) વિરુદ્ધ એફઆઇઆર પણ નોંધવામાં આવી છે. તેવામાં બીજી તરફ સલમાન ખાનના પરિવારમાં ભયનો માહોલ છે.

આ પણ વાંચો:  ઓ બાપ રે! કંગના રનૌત પર આ એક્ટરે લગાવ્યો કાળા જાદુનો આરોપ, કહ્યું- રૂમમાં લઇ જઇને....

શું છે સમગ્ર મામલો?


હકીકતમાં, હાલમાં જ જેલની અંદરથી આપેલા એક ઈન્ટરવ્યુ દરમિયાન ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ (Lawrence Bishnoi) ખુલ્લેઆમ સલમાન ખાનની હત્યા કરીને ગુંડા બનવાની વાત કરી છે. ગેંગસ્ટરનું કહેવું છે કે તે બહુ જલ્દી આ ઘટનાને અંજામ આપવાનો છે. તે જ સમયે, આ મામલો શાંત પણ થયો ન હતો કે ગયા શનિવારે બપોરે, સલમાનના ઓફિશિયલ ઇ-મેલ પર ધમકીભર્યો મેલ આવ્યો.

એક્ટરને મોકલવામાં આવેલા આ ઈ-મેલમાં લખવામાં આવ્યું હતું કે, 'ગોલ્ડી ભાઈને તમારા બોસ સલમાન સાથે વાત કરવી છે. તેણે કદાચ ઈન્ટરવ્યુ (લોરેન્સ બિશ્નોઈ) જોયો જ હશે પણ જો ન જોયો હોય તો કહી દેજો જોઇ લે. મેટર ક્લોઝ કરવી હોય તો વાત કરાવી દેજો, ફેસ ટુ ફેસ કરવી હોય તો જણાવી દેજો. હવે સમય રહેતાં જણાવી દીધું છે, ફરી વખત ઝાટકો જ જોવા મળશે.

આ પણ વાંચો:  નિક્કી તંબોલી માટે હદથી વધારે ટાઇટ ડ્રેસ બન્યો માથાનો દુખાવો, સરખો કરવાના ચક્કરમાં ન દેખાવાનું બધું દેખાવા લાગ્યું

તેવામાં, આ મેલે એક્ટરના ફેન્સની ઉંઘ ઉડાવી દીધી છે. એક રિપોર્ટ અનુસાર, પોલીસ સાથે જોડાયેલા એક સૂત્રનું કહેવું છે કે, સલમાન ખાનની ફેમિલી આ ઇમેલને કારણે ગભરાયેલી છે. એક્ટરની ફેમિલી અને તેની ટીમનો દરેક સભ્ય આ મામલે ગંભીર છે. તેની સેફ્ટીને લઇન કોઇ ચૂક ન થઇ શકે.

સૂત્રએ જણાવ્યા અનુસાર, ભાઇજાનને મારવાની નવી ધમકીઓએ પરિવારની ચિંતા વધારી દીધી છે. જો કે, તેમને પોલીસ પર ભરોસો છે. સિક્યોરિટીની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. એક્ટરની ટીમને કહેવામાં આવ્યું છે કે આગામી કેટલાંક દિવસો માટે તે કોઇપણ પ્રકારના ઓન ગ્રાઉન્ડ ઇવેન્ટ્સથી દૂર રહે.

અહીં જુઓ સલમાન ખાનની સિક્યોરિટીની એક ઝલક

જણાવી દઇએ કે આ પહેલી વખત નથી બન્યું, આની પહેલાં પણ એક્ટરના નામે આ પ્રકારના મેલ પરિવારને મળી ચુક્યા છે. તેને લઇને તપાસ પણ કરવામાં આવી રહી છે.બીજી બાજુ સલમાન ખાનની ફિલ્મ 'કિસી કા ભાઇ કિસી કી જાન' (Kisi Ka Bhai Kisi Ki Jaan) પણ આગમી મહિને એપ્રિલમાં રિલીઝ થવા જઇ રહી છે. સામાન્ય રીતે ફિલ્મ રિલીઝના એક મહિના પહેલા જ પ્રમોશન શરૂ થઇ જાય છે. તેવામાં હવે પોલીસ એક્ટરની સુરક્ષાને લઇને સતર્ક થઇ ગઇ છે.
First published:

Tags: Actor salman khan, Bollywood Gossip, Bollywood Latest News, Lawrence Bishnoi