Salman Khan Threat to Death: મુંબઈ પોલીસે આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજ ભેગા કરીને તેની તપાસ શરૂ કરી દીધી છે. આ મામલે અત્યાર સુધીમાં 200થી વધુ CCTV ફૂટેજ જપ્ત કરવામાં આવ્યા છે. જે પત્ર લખીને ધમકી આપવામાં આવી છે, તેમાં કોડ વર્ડ પણ લખ્યા છે. આ સમગ્ર મામલે મુંબઈ પોલીસ તપાસ કરી રહી છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટર સલમાન ખાન (Salman Khan)ને ધમકી મળ્યા બાદ મુંબઈ પોલીસ (Mumbai Police) એક્શન મોડમાં આવી ગઈ છે. પોલીસે સલમાન ખાનના ઘર ‘ગેલેક્સી એપાર્ટમેન્ટ’ની સુરક્ષા વધારી દીધી છે. સોમવારે CBIની ટીમે પણ સલમાનના ખાનના ઘરે જઈને આ મામલે ગંભીરતાથી તપાસ કરી હતી.
પોલીસ સાથે જોડાયેલ સૂત્રો પરથી જાણવા મળ્યું છે કે, સલમાન ખાનને ધમકી આપવા મામલે ચાર લોકોનું નિવેદન લેવામાં આવ્યું છે. આ મામલે સલમાન ખાન, તેમના (Salman Khan Father) પિતા સલીમ ખાન, તેમના ભાઈ સોહેલ ખાન અને અરબાઝ ખાનનું નિવેદન લીધું છે.
મુંબઈ પોલીસે આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજ ભેગા કરીને તેની તપાસ શરૂ કરી દીધી છે. આ મામલે અત્યાર સુધીમાં 200થી વધુ CCTV ફૂટેજ જપ્ત કરવામાં આવ્યા છે. જે પત્ર લખીને ધમકી આપવામાં આવી છે, તેમાં કોડ વર્ડ પણ લખ્યા છે. આ સમગ્ર મામલે મુંબઈ પોલીસ તપાસ કરી રહી છે.
રવિવારે 5 જૂનના રોજ સલમાન ખાન (Threatened letter to Salman Khan)ના પિતા સલીમ ખાન ટહેલવા નીકળ્યા હતા, ત્યારે સવારે 8 વાગ્યે એક ધમકી ભરેલો પત્ર મળ્યો હતો. સવારે સલીમ ખાન આંટો મારીને જે બેન્ચ પર બેસે છે, તે બેન્ચ પર એક ધમકીભર્યો પત્ર મુકવામાં આવ્યો હતો. ધમકીભર્યો પત્ર મળ્યો તે સમયે સલમાન ખાન અબુ ધાબીમાં આઈફા એવોર્ડ્સમાં શામેલ થયા હતા. આ પત્રમાં લખવામાં આવ્યું હતું કે, તેની હાલત પણ પંજાબના ગાયક સિદ્ધુ મૂસેવાલા જેવી કરી દેવામાં આવશે. ધમકીની સાથે સાથે G B અને L B પણ લખવામાં આવ્યું હતું. સલીમ ખાને કોઈપણ પ્રકારની રાહ જોયા વગર આ મામલે મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધીને આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. આ પત્રનું કનેક્શન ગોલ્ડી બ્રાર અને લોરેન્સ બિશ્નોઈ સાથે છે કે નહીં તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. તાજેતરમાં જ સરાજાહેર પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલા (Sidhdhu Musevala)ની ગોળીઓ મારીને હત્યા કરી દેવામાં આવી હતી. આ હત્યા લોરેન્સ બિશ્નોઈ ગેંગ અને કેનેડામાં રહેલ ગોલ્ડી બ્રારે કરી હોવાનું સામે આવ્યું છે. સિદ્ધુ મૂસેવાલાની 29 મેના રોજ મૂસા ગામની બહાર ગોળીઓ મારીને હત્યા કરવામાં આવી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર