Home /News /entertainment /

સલમાન ખાને પૂર્વ મંત્રી પ્રફૂલ પટેલની દીકરાના લગ્ન કર્યો જબરદસ્ત Dance, જોયો તમે Video

સલમાન ખાને પૂર્વ મંત્રી પ્રફૂલ પટેલની દીકરાના લગ્ન કર્યો જબરદસ્ત Dance, જોયો તમે Video

પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રફૂલ પટેલના દીકરાના લગ્નમા્ં સલમાન ખાનનો ડાન્સ વીડિયો વાયરલ

સલમાન ખાન (Salman Khan) એનસીપી નેતા, રાજ્યસભા સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રફુલ પટેલ (NCP Leader Praful Patel) ના પુત્ર પ્રજય પટેલના લગ્ન સમારોહમાં પહોંચ્યો. વીડિયોમાં સલમાન ખાન પણ પોતાની ફિલ્મના ગીત પર ઝૂલતો (Salman Khan Dacne Video) જોવા મળી રહ્યો છે.

વધુ જુઓ ...
    બોલિવૂડનો 'દબંગ' સલમાન ખાન (Salman Khan) જ્યાં પણ જાય છે ત્યાંનું વાતાવરણ બદલાઈ જાય છે. બધાની નજર તેના પર હોય છે. કંઈક આવું જ જોવા મળ્યું જ્યારે સલમાન ખાન એનસીપી નેતા, રાજ્યસભા સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રફુલ પટેલ (NCP Leader Praful Patel) ના પુત્ર પ્રજય પટેલના લગ્ન સમારોહમાં પહોંચ્યો. જેવો તે લગ્નના મંચ પર પહોંચ્યો ત્યાં હાજર બધા જોતા જ રહી ગયા. આનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ (Video Viral) થઈ રહ્યો છે. વીડિયોમાં સલમાન ખાન પણ પોતાની ફિલ્મના ગીત પર ઝૂલતો (Salman Khan Dance Video) જોવા મળી રહ્યો છે.

    સલમાને લગ્નના મંચ પર ધૂમ મચાવી હતી

    આ વીડિયો સલમાન ખાનના ફેન પેજ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં તમે પણ જોઈ શકો છો કે, સલમાન ખાન સ્ટેજ તરફ આવતા જ લગ્નમાં હાજર તમામ મહેમાનો તેને સલમાન, સલમાન... કહેવા લાગ્યા. આ સાથે તેઓ તેમના મોબાઈલ ફોનના કેમેરામાં તેમની તસવીર કેદ કરવા લાગે છે. સ્ટેજ પર પહોંચતા જ તેની ફિલ્મ 'કિક'નું ગીત 'જુમ્મે કી રાત હૈ અલ્લાહ બચાયે' વાગવા લાગે છે. સલમાન આ ગીતના હૂક સ્ટેપ્સ કરે છે. સલમાનને આટલી મસ્તીભરી રીતે ડાન્સ કરતા જોઈને લોકોમાં ઉત્સાહ આવી જાય છે.

    લગ્નમાં બોલિવૂડના અનેક સ્ટાર્સ પહોંચ્યા હતા

    સલમાન ખાન (Salman Khan) ઉપરાંત અનિલ કપૂર (Anil Kapoor) અને અભિનેત્રી શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) પણ જયપુર પહોંચી ગયા છે. આ દરમિયાન, જયપુર એરપોર્ટ મેનેજમેન્ટે એરક્રાફ્ટની અવરજવર માટે ખાસ વ્યવસ્થા કરી હતી, સાથે જ એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા સઘન હતી. કૂકા સહિત અન્ય ત્રણથી ચાર પ્રખ્યાત હોટેલ પણ મહેમાનોના રોકાણ માટે બુક કરવામાં આવી છે.

    સલમાને કેટરીનાને આપી મોંઘી ભેટ

    તાજેતરમાં જ કેટરીના કૈફ અને વિકી કૌશલે રાજસ્થાનમાં જ લગ્ન કર્યા હતા. એવી અપેક્ષા હતી કે, લગ્નમાં સલમાન ખાન પણ પહોંચશે. પરંતુ તેવુ બન્યું નહીં. બાદમાં સમાચાર આવ્યા કે, સલમાને કેટરીનાને ખૂબ જ મોંઘી ભેટ આપી છે. કહેવામાં આવી રહ્યું છે કે, સલમાને તેને રેન્જ રોવર કાર ગિફ્ટ કરી છે.

    આ પણ વાંચોરામાનંદ સાગરની પૌત્રીના બોલ્ડ દેખાવથી બગડ્યો લોકોનો મૂડ! કહ્યું- 'આવા કપડાં...'

    ફિલ્મ 'અંતિમ'માં અભિનયની પ્રશંસા

    બીજી તરફ જો સલમાન ખાનની ફિલ્મોની વાત કરીએ તો, ગયા મહિને તેની ફિલ્મ 'અંતિમ' રીલિઝ થઈ હતી. બોક્સ ઓફિસ પર અપેક્ષા મુજબની કમાણી કરી શકી નથી. પરંતુ આ ફિલ્મમાં તેની એક્ટિંગને ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં પહેલીવાર તેમના સાળા આયુષ શર્માએ સાથે કામ કર્યું હતું. આ ઉપરાંત સલમાન કેટરિના કૈફ સાથે ફિલ્મ 'ટાઈગર 3'માં જોવા મળવાનો છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Bollywood Latest News, Latest viral video, Praful patel, Salman Khan Actress

    આગામી સમાચાર