Dabangg 3 Review: કોઇને બ્લોકબસ્ટર તો કોઇને લાગી કંટાળાજનક

News18 Gujarati
Updated: December 20, 2019, 11:28 AM IST
Dabangg 3 Review: કોઇને બ્લોકબસ્ટર તો કોઇને લાગી કંટાળાજનક
દબંગ -3 આજે રિલીઝ થઇ ચુકી છે.

બોલિવૂડના ઘણા સમીક્ષકોએ દબંગ 3 ને સારી સમીક્ષા આપી છે, પરંતુ ઘણા લોકોના મતે આ સલમાન ખાનની ફિલ્મ છે, તેથી તેમના ચાહકો કોઈ કારણ વગર ફિલ્મ જોઈ રહ્યા છે.

  • Share this:
દબંગ અને દબંગ -2 પછી સલમાન ખાનના ચાહકો દબંગ -3 ની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જે બાદ આ ફિલ્મ હવે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે અને ધમાલ મચાવી રહી છે. જો કે હવે આ ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે, ચાહકોએ તેને મિશ્ર પ્રતિક્રિયા આપી છે. જ્યારે કેટલાક લોકોએ તેને બ્લોકબસ્ટર ફિલ્મ ગણાવી છે, તો બીજી તરફ, ઘણા લોકો તેને કંટાળાજનક અને માથાનો દુખાવો હોવાનું કહી રહ્યા છે.

બોલિવૂડના ઘણા સમીક્ષકોએ દબંગ 3 ને સારી સમીક્ષા આપી છે, પરંતુ ઘણા લોકોના મતે આ સલમાન ખાનની ફિલ્મ છે, તેથી તેમના ચાહકો કોઈ કારણ વગર ફિલ્મ જોઈ રહ્યા છે. મતલબ કે ફિલ્મમાં કંઈ ખાસ નથી. સલમાન ખાન સિવાય


બોલિવૂડ એક્ટર અને ફિલ્મ સમીક્ષક કમલ આર ખાને દબંગ 3 ને નકારી  ફગાવી દીધી છે.


જ્યારે ફિલ્મને શરૂઆતથી નકારી હતી. કમલ આર ખાનના મતે આ ફિલ્મમાં એવું કંઈ નથી જે તેને જોવા માટે સિનેમા હોલમાં જવું જોઈએ. કારણ કે આ ફિલ્મ સલમાન ખાનની છે, તેથી તેના ચાહકો ચોક્કસપણે થિયેટરોમાં જઈ શકે છે. કારણ કે તેના ચાહકો ફિલ્મ નહીં પણ સલમાન ખાનને જોવા જાય છે. તેમણે વધુમાં કહ્યું કે, જો આ ફિલ્મ 1990 ના દાયકામાં રિલીઝ થઈ હોત, તો તે એક બ્લોકબસ્ટર હોઈ શકતી હતી.

 
First published: December 20, 2019
વધુ વાંચો
अगली ख़बर