Home /News /entertainment /સિદ્ધાર્થ-કિયારાના લગ્નને સલમાન ખાને કર્યા કન્ફર્મ, ભૂલ ભૂલમાં આપી દીધી આ મોટી હિંટ
સિદ્ધાર્થ-કિયારાના લગ્નને સલમાન ખાને કર્યા કન્ફર્મ, ભૂલ ભૂલમાં આપી દીધી આ મોટી હિંટ
સલમાને વાત વાતમાં આપી દીધી મોટી હિંટ
Siddharth Kiara Wedding : સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના અફેરની ચર્ચા ઘણા લાંબા સમયથી મીડિયામાં છવાયેલી છે અને હવે તેના લગ્નને લઇને મીડિયામાં ક્યાસ લગાવવામાં આવી રહ્યાં છે. આ વચ્ચે સલમાન ખાનનું નિવેદન ખૂબ જ વાયરલ થઇ રહ્યું છે.
સુપર સ્ટાર સલમાન ખાને સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નની ખબર પર મહોર મારી દીધી છે. રવિવારે 'બિગ બૉસ 16'ના વીકેન્ડ કા વાર સ્પેશિયલ એપિસોડમાં સિદ્ધાર્થ મલ્હોત્રા પોતાની અપકમિંગ ફિલ્મ 'થેંક ગોડ'ના પ્રમોશન માટે આવ્યો હતો. આ દરમિયાન જ સલમાને તેને કંઇક એવું કહી દીધું, જેના કારણે લોકો તે વાતને મહોર તરીકે જોઇ રહ્યાં છે કે કિયારા અને સિદ્ધાર્થ લગ્ન કરવા જઇ રહ્યાં છે.
શું બોલી ગયો સલમાન ખાન ?
હકીકતમાં, સિદ્ધાર્થ સાથે એક મજેદાર મોમેન્ટ દરમિયાન સલમાન ખાન તેની સાથે મજાક કરતો જોવા મળ્યો. તેણે કહ્યું, તો આગળ વધતા પહેલા કોન્ગ્રેચ્યુલેશન્સ સિદ્ધાર્થ. લગ્ન મુબારક. કેટલું કિયારા ડિસિઝન છે. મારો મતલબ છે કેટલો સારો ડિસિઝન છે. સલમાન આગળ કહે છે, અને કોની અડવાણી? અરે મને શું થઇ ગયું છે! કોની એડવાઇઝ પર ડિસિઝન લીધું છે.
તેના પર સિદ્ધાર્થ શરમાઇ જાય છે અને તેણે સલમાનને જવાબ આપતા કહ્યું, ભાઇ...તમે અને લગ્નના સજેશન્સ આપી રહ્યાં છો!. તેના પર સલમાને ફરી મજાક કરતાં કહ્યું, સાંભળો...જાનમ, ટીનૂ નથી કરવા માંગતો. હું જાનમ અને ટીનૂને બાળપણથી ઓળખું છું.
સિદ્ધાર્થે તેના પર કહ્યું, મારી કો-સ્ટાર છે સર. ખૂબ જ સારી ફ્રેન્ડ છે. લગ્ન ક્યારે, ક્યાં, કોની સાથે થશે, તે હાલ ન જણાવી શકાય. તેના પર સલમાન ખાન કહે છે, જ્યાં સુધી લગ્ન ન થાય ત્યા સુધી તમે કહીં નથી શકતા કે કોની સાથે થશે અને તે બાદ કહી નથી શકતા કે બીજા કોની સાથે થશે. તેના પર સિદ્ધાર્થ સ્પષ્ટતા આપે છે કે, લાઇફમાં લગ્ન તો એક જ વાર કરવા છે, ક્વોન્ટિટી ઉપર ક્વોલીટી.
તાજેતરમાં જ મીડિયામાં તે સમાચાર વાયરલ થઇ રહ્યાં હતાં કે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી લગ્ન કરવા જઇ રહ્યાં છે. રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું હતું કે આગામી વર્ષે એપ્રિલમાં તેમના લગ્ન થઇ શકે છે. કહેવામાં આવી રહ્યું હતું કે લગ્નના તમામ ફંક્શન સિદ્ધાર્થના હોમ ટાઉન નવી દિલ્હીમાં થશે. રિસેપ્શન પણ ત્યાં જ હોસ્ટ કરવામાં આવશે. મુંબઇમાં તેમના લગ્નનું કોઇ ફંક્શન નહીં થાય. જો કે તે વાતની ઓફિશિયલ પુષ્ટિ નથી થઇ.
25 ઓક્ટોબરે આવી રહી છે 'થેંક ગોડ'
જણાવી દઇએ કે થેંક ગોડ એક કોમેડી ફિલ્મ છે. જેનું ડાયરેક્શન ઇંદ્ર કુમારે કર્યુ છે. ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા ઉપરાંત અજય દેવગણ, રકુલ પ્રીત સિંહ અને નોરા ફતેહીની પણ મહત્વપૂર્ણ ભૂમિકા છે. 25 ઓક્ટોબરે આ ફિલ્મ રીલીઝ થઇ રહી છે. જેની સીધી ટક્કર અક્ષય કુમાર સ્ટારર 'રામ સેતુ' સાથે થશે.
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર