સલમાન ખાને આ હૉટ ઍક્ટ્રેસ સાથે શરુ કર્યુ 'રાધે' ફિલ્મનું શૂટિંગ

News18 Gujarati
Updated: November 2, 2019, 11:49 AM IST
સલમાન ખાને આ હૉટ ઍક્ટ્રેસ સાથે શરુ કર્યુ 'રાધે' ફિલ્મનું શૂટિંગ
સલમાન ખાને શૂટિંગ પહેલા રાધેનો એક ફોટો શેર કર્યો.

સલમાન ખાને રાધે માટે શૂટિંગ શરૂ કરી દીધું છે, સલમાન ખાન ફિલ્મ્સના બેનર હેઠળ તૈયાર થનારી આ ફિલ્મનું દિગ્દર્શન પ્રભુ દેવા કરશે.

  • Share this:
બોલિવૂડના ભાઈજાન એટલે કે સલમાન ખાને તેના ચાહકોને ઈદ પર આવવાનું વચન આપ્યું હતું અને તે સલમાન ખાન વચનને પૂર્ણ પણ કરવા જઇ રહ્યા છે. ખરેખર સલમાન ખાને રાધે માટે શૂટિંગ શરૂ કરી દીધું છે. આ વિશેની માહિતી અભિનેતાએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક ફોટો પોસ્ટ કરી આપી છે. ખાસ વાત એ છે કે ભારતની જેમ 'રાધે'માં પણ દર્શકોને સલમાન ખાન અને અભિનેત્રી દિશા પટણી જોડી જોવા મળશે. આ સિવાય બોલિવૂડ એક્ટર જેકી શ્રોફ અને રણદીપ હૂડા પણ સલમાન ખાનની ફિલ્મ રાધેમાં મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

સલમાન ખાને શૂટિંગ પહેલા રાધેનો એક ફોટો શેર કર્યો હતો, જેમાં રાધેની ટીમ સાથે જોવા મળી હતી. આ ફોટો શેર કરતા સલમાન ખાને લખ્યું, " પ્રવાસ શરૂ થઈ ગયો છે." ફોટોમાં દિશા પટણી, સોહેલ ખાન, જેકી શ્રોફ, પ્રભુ દેવા અને રણદીપ હૂડા સલમાન ખાન સાથે જોવા મળે છે. સલમાન ખાન ફિલ્મ્સના બેનર હેઠળ તૈયાર થનારી આ ફિલ્મનું દિગ્દર્શન પ્રભુ દેવા કરશે.

આ પણ વાંચો: Happy birthday: બંગલાની બહાર ચાહકોની લાઇન, આ રીતે આપી શુભકામના


ફિલ્મની કહાની વિશે વાત કરવામાં આવે તો રણદીપ હૂડા નકારાત્મક ભૂમિકા ભજવતા જોવા મળશે. તેને આ ભૂમિકા તેને પસંદ છે એટલે તેને હા પાડી. આ પહેલીવાર છે જ્યારે રણદીપ આવી ભૂમિકા નિભાવવા જઇ રહ્યો છે,

રાધે સિવાય સલમાન ખાન હાલમાં દબંગ 3 ની તૈયારીમાં વ્યસ્ત છે. જો કે ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ચૂક્યું છે અને સલમાન ખાન આ ફિલ્મથી 20 ડિસેમ્બરે ધમલા મચાવતા જોવા મળશે. આ ફિલ્મમાં સલમાન ખાન 'ચુલબુલ પાંડે' તરીકે જોવા મળશે, જ્યારે અભિનેત્રી સોનાક્ષી સિંહા 'રજજો' ની ભૂમિકામાં જોવા મળશે. આ સિવાય કિચા સુદીપ આ ફિલ્મમાં વિલનની ભૂમિકામાં જોવા મળશે. હવે જોવાનું એ રહ્યું કે સલમાન ખાનની 'દબંગ 3' બૉક્સ ઑફિસ પર કેટલી હીટ સાબિત થાય છે.
First published: November 2, 2019
વધુ વાંચો
अगली ख़बर