BB15ને હોસ્ટ કરવા માટે સલમાન ખાન વસૂલી રહ્યો છે આટલી મોટી રકમ, સાંભળીને લોકો પણ થયા હક્કા બક્કા

સલમાન ખાન વહેલી તકે બિગ બોસ 15 શો લઈને આવી રહ્યો છે. તસવીર- jayadev786 instagram

'બિગ બોસ 15' ના હોસ્ટ સલમાન ખાન(Salman Khan) ની ફી સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સલમાન ખાન(Salman Khan) ને 'બિગ બોસ 15' હોસ્ટ કરવા માટે 14 અઠવાડિયા માટે 350 કરોડ આપવામાં આવશે.

  • Share this:
    મુંબઈ: 'બિગ બોસ ઓટીટી'નું (Bigg Boss OTT finale)ફાઈનલ અત્યારે થઈ રહ્યું છે. આજે સાંજે 7 વાગ્યાથી શરૂ થનારા આ ફિનાલેમાં 'બિગ બોસ ઓટીટી'નો (Bigg Boss OTT winner) વિજેતા કોણ બનશે તે જાણી શકાશે. દરમિયાન, 'બિગ બોસ 15' (Bigg Boss 15)વિશે પણ લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.તાજેતરમાં એક પછી એક શોમાં ભાગ લેનાર સ્પર્ધકોના નામ બહાર આવી રહ્યા છે. દરમિયાન, 'બિગ બોસ 15' ના હોસ્ટ સલમાન ખાન (Salman Khan)ની ફી સંબંધિત મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

    સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણી (Viral Bhayani)એ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે જેમાં 'બિગ બોસ 15'માં સલમાન ખાન દ્વારા લેવામાં આવતી ફી વિશે જણાવવામાં આવ્યું છે. દબંગ સ્ટારના આટલી મોટી ફી અંગે સાંભળીને બધા સ્તબ્ધ થઈ ગયા છે. પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે સલમાન ખાનને 'બિગ બોસ 15' હોસ્ટ કરવા માટે 14 અઠવાડિયા માટે 350 કરોડ આપવામાં આવશે. બધાને જાણ તો હતી જ કે આ શો હોસ્ટ કરવા માટે સલમાન ખાન મોટી રકમ લઈ રહ્યો છે. પરંતુ આટલી મોટી રકમ વિશે જાણીને દરેકને આશ્ચર્ય થાય છે. લોકો સોશિયલ મીડિયા પર આ અંગે કોમેન્ટો કરી રહ્યા છે..

    salman khan
    તસવીર-@ViralBhayani instagram


    એક યુઝર્સે લખ્યું કે, ‘બાપ રે આટલા બઘા પૈસા’ લોકો પાસે આટલા પૈસા હોય તો લોકો કેમ તેને બરબાદ કરી રહ્યા છે, ત્યારે અમૂક લોકો આ શઓને બકવાસ શો કહીને ટ્રોલ પણ કરી રહ્યા છે.

    આ પણ વાંચો: Sonu Sood IT Raid:સોનૂ સૂદની વધશે મુશ્કેલી, IT વિભાગે લગાવ્યો 20 કરોડની કર ચોરીનો આરોપ

    હાલમાંજ બિગ બોસ 15નો નવો પ્રોમો સામે આવ્યો છે, જેમાં સલમાન ખાન કહી રહ્યા છે કે, આ વખતે ખુલ્લા આકાશ અને વિશ્વસુંદરીના વૃક્ષની વચ્ચે આરામદાયક વસ્તુઓ વગર સ્પર્ધકોનું જીવન કેટલું મુશ્કેલ બનશે. કલર્સ દ્વારા એક પ્રોમો શેર કરવામાં આવ્યો છે, જેમાં સલમાન કહી રહ્યો છે - જાગવા-જગાડવા અને ચીડવા-ચીડાવવાની જગ્યા છે, પણ સુવાની સુવિધા ક્યાં છે, વિશ્વસુંદરી... સલમાનની વાત પર વિશ્વસુંદરી કહે છે કે, અમારા નજરની સામે ઉંઘ ક્યાથી આવશે અનેઅને આ જંગલના ઠંડા પવન હંમેશા ત્રાસ આપશે.

    વાંચો Gujarati News ઓનલાઇન અને જુઓ Live TV News18 ગુજરાતીની વેબસાઇટ પર. જાણો, દેશ-દુનીયા અને પ્રદેશ, બોલિવૂડ, ખેલ જગત અને બિઝનેસ સાથે જોડાયેલાં News in Gujarati
    Published by:kuldipsinh barot
    First published: