'રેસ 3'ના સેટ પર સલમાન ખાને કોનો ઉજવ્યો જન્મદિવસ?

 • Share this:
  સલમાન ખાન હાલમાં પોતાની ફિલ્મ 'રેસ 3'ના શૂટિંગમાં વ્યસ્ત છે. ત્યારે સલમાન ખાને બુધવારે ફિલ્મના સેટ પર પ્રોડ્યૂસર રમેશ તૌરાનીનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો. સલમાને પોતાના ટ્વિટર પર ફિલ્મ રમેશ તૌરાની અને અન્ય કાસ્ટ સાથે એક ફોટો શેર કર્યો છે અને જન્મદિવસની શુભકામના પાઠવી છે.

  આ ફોટોમાં સલમાન ખાન સાથે અનિલ કપૂર, બોબી દેઓલ, જેકલીન ફર્નાડિઝ, ડેઝી શાહ અને સાકિબ સલીમ રમેશ તૌરાનીને ફ્લાઈંગ કિસ કરતા જોવા મળી રહ્યાં છે.  ફોટોઝને જોઈને લાગી રહ્યું છે કે ફિલ્મના સેટ પર કામ જોરશોરથી ચાલી રહ્યું છે. આ વખતે ફિલ્મ 'રેસ 3' વધારે રસપ્રદ રહેશે. ફિલ્મમાં સલમાન અને બીજા ઘણા પોપ્યુલર સ્ટાર્સની હાજરી સ્પેશય બનાવે છે.

  આ ફિલ્મ સાથે બોબી દેઓલ પણ એકવાર ફરીથી પોતાની એક્ટિંગના અંદાજમાં જોવા મળશે. હાલમાં જ મીડિયા રિપોર્ટસમાં આપણે 'રેસ 3' માટે બોબીનો નવો અવતાર જોયો

  સલમાન ખાનની રેસ 3 14 જુન 2018ના રોજ રિલીઝ કરવામાં આવશે.
  Published by:Nisha Kachhadiya
  First published: