Home /News /entertainment /સલમાનના કેસની સુનાવણી કરી રહેલા જજની થઇ મોડી રાતે બદલી

સલમાનના કેસની સુનાવણી કરી રહેલા જજની થઇ મોડી રાતે બદલી

    સલમાન ખાનની મુસીબતો ઓછી થતી નથી દેખાતી. તેના કેસની સુનાવણી આજે થઇ શકે છે. તેમના કેસની સુનાવણી કરી રહેલા સેશન જજ રવિન્દ્રકુમાર જોષીની બદલી થઇ ગઇ છે. હવે આ કેસની સુનાવણી ચંદ્ર કુમાર સોનગરા કરશે. તેમને નવા જિલ્લા જજ બનાવવામાં આવ્યાં છે. આ જાણકારી મોડી રાતે આપવામાં આવી.

    સુનાવણી આજે પણ ટળી શકે છે
    હવે સલમાનના જામીન અંગે સોમવાર સુધી નિર્ણય ટળી શકે છે. બદલી થતાં સામાન્ય રીતે જજ આવા મામલે સુનાવણી કરતા નથી. શનિવારે ભાગ્યે જ સુનાવણી થઈ શકે અને બીજા દિવસે રવિવાર હોવાથી વાત સોમવાર પર જઇ શકે છે. રાજસ્થાનમાં કુલ 87 જજોની સાગમટે બદલી કરાઈ છે.

    આજે સવારે 10.30 વાગ્યે સલમાન ખાનની જામીન અરજી પર સુનાવણી થવાની છે. જજ રવિન્દ્ર કુમાર જોષીએ જ્યારે સુનાવણી કાલ ઉપર ટાળવાનો આદેશ સંભળાવ્યો ત્યારે સલમાન ચોંકી ગયો હતો. જ્યારે તેની બંને બહેનો રડવા લાગી હતી.

    મહત્વનું છે કે જોધપુરના 20 વર્ષ જૂના કાળા હરણના શિકારના કેસમાં જોધપુર કોર્ટે સલમાન ખાનને પાંચ વર્ષની સજા તેમજ રૂ. 10 હજારનો દંડ ફટકાર્યો છે. આ કેસમાં અન્ય આરોપીઓ સૈફ અલી ખાન, નીલમ, તબ્બૂ અને સોનાલી બેન્દ્રેને શંકાનો લાભ મળ્યો હોવાથી તેઓ છૂટી ગયા છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Blackbuck Poaching Case, Jodhpur, સલમાન ખાન

    विज्ञापन
    विज्ञापन