Home /News /entertainment /Salman-Shahrukh: શાહરુખ ખાન માટે 'ગુડલક' છે સલમાન ખાન, પઠાન પહેલા પણ 6 વખત ચમકાવી ચુક્યો છે કિસ્મત
Salman-Shahrukh: શાહરુખ ખાન માટે 'ગુડલક' છે સલમાન ખાન, પઠાન પહેલા પણ 6 વખત ચમકાવી ચુક્યો છે કિસ્મત
શાહરૂખ ખાન સલમાન ખાન
Salman Khan Cameo In Pathaan: શાહરૂખ ખાન(shahrukh khan)ની ફિલ્મ પઠાન(pathaan)એ 3 દિવસમાં 350 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે. ફિલ્મના ખૂબ વખાણ પણ થઈ રહ્યા છે. દીપિકા પાદુકોણ(deepika padukone), શાહરૂખ ખાન અને જ્હોન અબ્રાહમ(john abraham) સાથે સલમાન ખાનના કેમિયોએ પણ મહેફિલ લૂંટી છે. આ પહેલા પણ સલમાન ખાન તેના મિત્ર શાહરૂખ ખાનની ફિલ્મોમાં કેમિયો કરી ચૂક્યો છે. બંનેએ 7 વખત સ્ક્રીન શેર કરી છે, જેમાંથી ઝીરો સિવાયની તમામ ફિલ્મો શાનદાર રહી છે.
શાહરુખ ખાનની ફિલ્મ પઠાનનો ડંકો વાગી રહ્યો છે. 25 જાન્યુઆરીએ રિલીઝ થયેલી આ ફિલ્મે માત્ર ત્રણ દિવસમાં જ લગભગ 350 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. શાહરુખ ખાન ઉપરાંત દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમની પણ ખુબ તારીફ થઇ રહી છે. ફિલ્મના તમામ સારા પહેલું વચ્ચે સૌથી વધુ ચર્ચા છે સલખાનના નામની. સલમાન ખાને પણ પઠાન ફિલ્મમાં કેમિયો કર્યો છે. સલમાન ખાને થોડી જ મિનિટના અપિયનરન્સમાં મહેફિલ લૂંટી છે. સિનેમાઘરોમાંથી બહાર નીકળતા લોકોએ સલમાન ખાનના કેમિયોની ખુબ તારીફ કરી છે.
ફિલ્મોમાં સલમાન ખાન અને શાહરૂખ ખાનનો એકબીજા સાથે કેમિયો સંબંધ ઘણો જૂનો છે. બંનેની મિત્રતા બોલિવૂડમાં ઘણી ફેમસ છે. બંને લગભગ 30 વર્ષથી સારા મિત્રો છે. બંનેની મિત્રતાએ સારા અને ખરાબ દિવસો પણ જોયા છે. સોશિયલ મીડિયા પર લોકો એવું પણ માની રહ્યા છે કે સલમાન ખાન પણ શાહરૂખ ખાન માટે ગુડલક સમાન છે. આ પહેલા પણ ઘણી વખત સલમાન સ્ક્રીન પર આવતાની સાથે જ શાહરૂખની ફિલ્મનું ડાયરેક્શન બદલાઈ ગયું છે. બંનેએ હવે 7 વખત એકસાથે ફિલ્મોમાં પોતાના ચાહકોનું દિલ લુંટી લીધું છે.
શાહરૂખ ખાન માટે સલમાન ગુડ લક સાબિત થયો
શાહરૂખ ખાન અને સલમાન ખાનની ફિલ્મ કરણ-અર્જુન વર્ષ 1995માં રીલિઝ થઈ હતી. બંનેની મિત્રતા આ ફિલ્મથી શરૂ થઈ હતી. આ ફિલ્મને રિલીઝ થયાને 27 વર્ષ થઈ ગયા છે. આ ફિલ્મથી શરૂ થયેલી મિત્રતા બોલિવૂડમાં એક ઉદાહરણ બની ગઈ છે. જો કે, બંનેની મિત્રતામાં ઘણા ટ્વિસ્ટ અને ટર્ન પણ જોવા મળ્યા છે. આ પછી આજે ત્રણ દાયકા પછી પણ પઠાનની રિલીઝ પર બંને વચ્ચેનો પ્રેમ જોવા મળી રહ્યો છે. જો કે, સલમાન ખાને અત્યાર સુધીમાં લગભગ 27 ફિલ્મોમાં કેમિયો કર્યો છે. આ પહેલા સલમાન ખાને વર્ષ 1998માં રિલીઝ થયેલી કુછ કુછ હોતા હૈમાં કેમિયો રોલ કર્યો હતો. આ ફિલ્મમાં સલમાન ખાને અમન મેહરાની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. આ પછી 2007માં આવેલી ફિલ્મ ઓમ શાંતિ ઓમમાં સલમાન ખાને પોતાની મિત્રતાનો પુરાવો આપ્યો હતો.
શાહરૂખ ખાન અને સલમાન ખાનની દોસ્તી જેટલી ફેમસ છે એટલી જ એમના ઝઘડાની પણ વાત થાય છે. વર્ષ 2008માં કેટરિના કૈફના જન્મદિવસથી જ બંને વચ્ચેના ઝઘડાના સમાચાર મીડિયાની હેડલાઇન્સમાં રહ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેટરિના કૈફની બર્થડે પાર્ટીમાં સ્ટાર્સનો જમાવડો હતો. અહીં સલમાન ખાન અને શાહરૂખ ખાન વચ્ચે કોઈ વાતને લઈને ઉગ્ર બોલાચાલી થઈ હતી.
મામલો એ હદે વધી ગયો હતો કે ગૌરી ખાન અને કેટરિના કૈફને દરમિયાનગીરી કરવી પડી હતી. આ પછી બંનેની લડાઈના સમાચાર ચર્ચામાં આવ્યા હતા. લગભગ 5 વર્ષ સુધી બંને વચ્ચેનું અંતર જોવા મળતું રહ્યું. જોકે, વર્ષ 2013માં બંને મિત્રો વચ્ચેના ઝઘડાનો અંત આવ્યો હતો. રાજનેતા બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટીમાં બંનેએ ગળે લગાવીને પોતાની જૂની મિત્રતાનું સ્વાગત કર્યું હતું.