સલમાન ખાને બચાવ્યું રાખી અને આદિલના તૂટતું લગ્ન જીવન
આદિલ ખાને રાખી સાથેના નિકાહની તસવીર શેર કરી અને લખ્યું કે બંનેના લગ્ન થઈ ગયા છે. હાલ તેઓ કેટલીક વસ્તુઓને ઠીક કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. તે જ સમયે, એક્ટ્રેસે ખુલાસો કર્યો છે કે તેમના લગ્ન બચાવવા પાછળ બોલિવૂડના ભાઈજાન સલમાન ખાનનો હાથ છે.
રાખી સાવંત આજકાલ પોતાની પર્સનલ લાઈફને લઈને ઘણી ચર્ચામાં છે. એક્ટ્રેસે થોડા સમય પહેલા બોયફ્રેન્ડ આદિલ ખાન દુર્રાની સાથેના નિકાહનો વીડિયો શેર કરીને બધાને ચોંકાવી દીધા હતા. જો કે આ પછી આદિલે લગ્ન નકારી કાઢ્યા હતાં અને આવી સ્થિતિમાં રાખી ખૂબ જ પરેશાન હતી.
તે જ સમયે, હવે આદિલે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને રાખી સાથેના લગ્નની વાત સ્વીકારી છે. પરંતુ એક્ટ્રેસે ખુલાસો કર્યો છે કે તેના લગ્ન બચાવવા પાછળ બોલિવૂડના ભાઈજાન સલમાન ખાનનો હાથ છે.
પાપારાઝી સાથે વાત કરતાં રાખી સાવંતે કહ્યું, 'ભાઈ તેને ખૂબ પ્રેમ કરે છે. ભાઈ તેને પણ મળ્યા છે. ચોક્કસપણે તેને ભાઈનો ફોન આવ્યો છે. તમે જાણો છો કે બધું ભાઈએ કરાવ્યું છે. ભાઈ હોય તો તે બહેન સાથે લગ્ન કરવાની ના પાડી શકે? ભાઈનો ફોન આવે પછી જ કંઈક થઈ શકે ને? આ પછી આદિલ પણ કહે છે, 'તે ઘણો સારા છે અને તેણે મને કેટલીક બાબતો સમજાવી છે.' આના પર રાખી કહે છે, 'મારા ભાઈએ મારું ઘર વસાવી દીધું છે.'
જણાવી દઈએ કે રાખી સાવંત અને આદિલ ખાન દુર્રાનીના લગ્ન સાત મહિના પહેલા થયા હતા. આ પછી અચાનક રાખીએ તેના નિકાહનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો, જેના પછી આદિલે પહેલા તેનો ઇનકાર કર્યો અને પછી થોડા દિવસોનો સમય માંગ્યો. તે જ સમયે, હવે તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને નિકાહ કબૂલ કરી લીધાં છે અને બંને ખૂબ ખુશ છે.
રાખી સાવંતની વાત કરવામાં આવે તો થોડા દિવસ પહેલા તેણે લગ્નના ફોટોઝ શેર કરીને લોકોને અચંબામાં મુકી દીધા હતા. રાખી સાવંતે દાવો કર્યો છે કે, તેમણે 7 મહિના પહેલા આદિલ ખાન દુર્રાની સાથે લગ્ન કર્યા હતા. આ વીડિયોમાં રાખી જણાવી રહી છે કે, આદિલે તેનું નામ બદલીને ફાતિમા રાખી દીધું હતું.
આદિલે લગ્નની વાતને નકારી દીધી છે. આ કારણોસર રાખી સાવંત રડતી જોવા મળી હતી. રાખી સાવંતે આદિલ ખાન દુર્રાની પર આરોપ મુક્યો હતો અને હવે આદિલ ખાન સાથે રોમેન્ટીક વિડીયો શેર કરતા યૂઝર્સ મૂંઝવણમાં મુકાઈ ગયા હતાં.
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર