સલમાનના બંગલા પર ક્રાઇમ બ્રાંચના દરોડા, વૉન્ટેડ અપરાધી પકડાયો

News18 Gujarati
Updated: October 10, 2019, 3:55 PM IST
સલમાનના બંગલા પર ક્રાઇમ બ્રાંચના દરોડા, વૉન્ટેડ અપરાધી પકડાયો
સલમાન ખાન

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના ઘરે ક્રાઇમ બ્રાંચની ટુકડીઓ પહોંચી ચોકીદારને પકડવા

  • Share this:
અભિનેતા સલમાન ખાન (Salman khan) ફરી એકવાર વિવાદમાં પડ્યો છે. મુંબઇ (Mumbai) પોલીસે બુધવારે સલમાન ખાનના (Bollywood) બંગલાની સારસંભાળ કરનાર એક વ્યક્તિની ધરપકડ કરી છે. જેને મુંબઇ પોલીસ છેલ્લા 29 વર્ષોથી શોધી રહી હતી. સલમાન ખાનના બંગલાની આ વ્યક્તિ છેલ્લા 20 વર્ષથી સાર સંભાળ રાખી રહ્યો હતો. અને આ વ્યક્તિ મુંબઇ પોલીસ રેકોર્ડ મુજબ વૉન્ટેડ ક્રિમિનલ હતો. ખબર મુજબ સલમાન ખાનના ગોરાઇ સ્થિત બંગલાથી આ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિનું નામ શક્તિ સિદ્ધેશ્વર રાણા છે. અને આ વ્યક્તિ પર બળજબરીપૂર્વક ચોરી અને મારપીટનો કેસ દાખલ છે. અને આ મામલા પર તે જમાનત પર બહાર નીકળ્યા પછી ફરાર હતો.

62 વર્ષના આ વ્યક્તિએ સલમાન ખાનના બંગલાની સાર સંભાળ લાંબા સમયથી રાખતો હતો. અને મુંબઇ પોલીસને એક બાતમીદારે આ મામલે જાણકારી આપી હતી. જેના પછી મુંબઇ પોલીસે ક્રાઇમ બ્રાંચના યુનિટને, પૂરી યોજના બનાવીને સલમાન ખાનના ઘરે પર પહોંચી હતી. ગુપ્ત સૂચના મળ્યા પછી પોલીસે કાર્યવાહી કરીને બુધવાર સાંજે આ વ્યક્તિને પકડી પાડ્યો હતો.

ઉલ્લેખનીય છે કે સલમાન ખાન અવાર નવાર વિવાદોમાં પડતો રહે છે. જેના કારણે તેના ઘરે પોલીસનો આવરો જવરો પણ રહે છે. ત્યારે જ્યારે ક્રાઇમ બ્રાન્ચની પોલીસ, મુંબઇના તેના ઘરે પહોંચી ત્યારે પહેલા તો આસપાસના લોકોને લાગ્યું કે સલમાન ખાન માટે પોલીસ આવી હશે. પણ તે પછી તેના ચોકીદારને પકડવામાં આવતા લોકોને આ સમગ્ર ઘટનાની જાણ થઇ. ત્યારે છેલ્લા 20 વર્ષથી આ માણસ સલમાન ખાનને ત્યાં કામ કરતો હતો. જો કે હાલ તો પોલીસે આ વ્યક્તિને પકડીને જેલના સળિયાની પાછળ નાંખ્યો છે. અને વધુ તપાસ શરૂ કરી છે.
First published: October 10, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading