Home /News /entertainment /સલમાનનાં બોડીગાર્ડે વિક્કી કૌશલને માર્યો ધક્કો! વીડિયો થયો વાયરલ, કેટરીનાના પતિના ફેન્સ થયા દુઃખી
સલમાનનાં બોડીગાર્ડે વિક્કી કૌશલને માર્યો ધક્કો! વીડિયો થયો વાયરલ, કેટરીનાના પતિના ફેન્સ થયા દુઃખી
સલમાનના બોડીગાર્ડે વિક્કીને માર્યો ધક્કો!
સલમાન ખાન અને વિક્કી કૌશલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોને જોયા બાગ ફેન્સ નિરાશ છે અને વિક્કીને સપોર્ટ કરી રહ્યા છે. જોકે, ઘમાં લોકોએ સલમાનના વ્યવહારને ખરાબ અને અસભ્ય જણાવ્યો છે.
મુંબઈઃ સલમાન ખાન અને વિક્કી કૌશલ હાલ આઈફા એવોર્ડ્સ ઈવેન્ટ માટે અબૂ ધાબીમાં છે. ઈવેન્ટમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં વિક્કી કૌશલને ઈવેન્ટમાં પોતાના ફેન્સને મળતાં સેલ્ફી લેતા જોવા મળી રહ્યા છે. ત્યારે અચાનક સલમાન ખાન પોતાના કાફિલા સાથે ચાલતો જોવા મળે છે અને તેના બોડિગાર્ડ તેના માટે રસ્તો બનાવી રહ્યા છે. રસ્તો બનાવવાના ચક્કરમાં સલમાનના બોડીગાર્ડ્સે વિક્કીને ધક્કો મારીને સાઈડમાં ખસેડી દીધો. વીડિયો જોયા બાદ ફેન્સ સલમાનના બોડીગાર્ડની ટીકા કરી રહ્યા છે.
સુરક્ષાના કારણોસર અબૂ ધાબીમાં આઈફા (IIFA 2023)નું આયોજન કર્યુ હતું. આ આયોજનમાં બોલિવૂડના મોટા-મોટા કલાકાર પહોંચ્યા છે. ઈવેન્ટમાં એક ગેલેરીમાં વિક્કી કૌશલ પોતાના ફેન્સને ઓટોગ્રાફ આપે છે અને તેની સાથે ફોટો ક્લિક કરતા જોવા મળે છે. ત્યારે સલમાન ખાન પોતાના અંગરક્ષકોની સાથે બીજી તરફથી આવતો જોવા મળે છે.
સલમાન ખાનનાં સિક્યોરિટી આસપાસ હાજર લોકોને હાથથી પુશ કરતા સાઈડમાં ખસેડે છે. તે વિક્કી કૌશલને પણ ધક્કો દઈને સાઈડમાં ખસેડે છે. જોકે, તે સલમાન ખાન સાથે વાત કરવાનો પ્રયત્ન કરે છે. સલમાન પણ રોકાતો નથી અને તે ચાલતાં-ચાલતાં કંઈક કહી રહ્યો છે. આ જોઈને વિક્કીના ફેન્સ નારાજ થઈ ગયા છે.
#WATCH | Actor Salman Khan and actor Vicky Kaushal attend IIFA Awards 2023 in Abu Dhabi, United Arab Emirates pic.twitter.com/pR0AKTZsr9
વીડિયો જોયા બાદ વિક્કી કૌશલ અને સલમાન ખાનના ફેન્સ પણ આપસમાં એકબીજા સાથે દલિલ કરી રહ્યા છે. એક ટ્રોલર સલમાન ખાનના આ વ્યવહારની ટીકા કરી રહ્યો છે, એક ગ્રુપે સલમાન ખાનનો બચાવ પણ કર્યો છે. એક યુઝરે લખ્યુ, "મને નથી લાગતું કે, સલમાન અહીં અસભ્ય હતાં. તે ચાલતાં રહ્યા અને સલમાને વિક્કીને સલામ કરતા અભિવાદન આપ્યું. વિક્કી ઈચ્છે છે કે, રુકો અને વાત કરો અને તેને એવું નથી લાગતું. તેમાં અસભ્ય અથવા શરમજનક નથી. વિક્કીને શર્મિંદા થવાની કોઈ જરુર નથી."
એક અન્ય યુઝરે કોમેન્ટ કરીને લખ્યું, "ઈમાનદારીથી કહુ તો સલમાન ખાનના બોડીગાર્ડ અને સ્ટાફના સભ્ય સલમાન ખાનથી વધારે અસભ્ય હતાં. એવું લાગી રહ્યુ છે કે, વિક્કી કૌશલ સલમાન ખાને ઈવેન્ટ વિશે કંઈક જણાવી રહ્યા છે અને સ્ટાફનાં સભ્યોએ તેને એક બાજુ ધક્કો મારીને ખસેડી દે છે જાણે તે કોઈ ફેન્, હોય. કેવી અસભ્યતા છે!"
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર