Home /News /entertainment /

સલમાન ખાન શા માટે હંમેશા પહેરે છે સ્ટોન જડિત બ્રેસલેટ? ભાઇજાને ખોલ્યું રહસ્ય

સલમાન ખાન શા માટે હંમેશા પહેરે છે સ્ટોન જડિત બ્રેસલેટ? ભાઇજાને ખોલ્યું રહસ્ય

સલમાનને તેનું બ્રેસલેટ (Salman Khan Bracelet) ખૂબ પસંદ છે

Salman Khan Bracelet - બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને ભાગ્યે જ તમે તેમના હાથમાં બ્રેસલેટવગર જોયો હશે

મુંબઈ : બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને (Salman Khan)ભાગ્યે જ તમે તેમના હાથમાં બ્રેસલેટ (Salman Khan Bracelet Price) વગર જોયો હશે. સલમાનને તેનું બ્રેસલેટ (Salman Khan Bracelet) ખૂબ પસંદ છે. સલમાને એકવાર એક ચાહક સાથે વાતચીત દરમિયાન બ્રેસલેટ પહેર્યું હતું અને તેની સાથેના લગાવ વિશે વાત કરી હતી. સલમાનના ફેને (Salman Khan Fan) પેજમાં એક જૂનો વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં સલમાન પોતાના બ્રેસલેટ પાછળની કહાની વિશે જણાવી રહ્યો છે. આ થ્રોબેક વીડિયોમાં સલમાનને એક ઇવેન્ટમાં દર્શકોમાં હાજર એક ચાહકે આ બ્રેસલેટના લગાવ વિશે પૂછ્યું હતું.

સલમાન ખાને પ્રશંસકોને જવાબ આપતા કહ્યું કે, “મારા પિતાજી હંમેશા આ બ્રેસલેટ પહેરતા. અને મોટા થયા બાદ તેમના હાથ પર કૂલ લાગતું હતું. બાળકો જેમ અલગ અલગ વસ્તુઓથી રમે છે, તેમ હું તેમના બ્રેસલેટથી રમતો હતો. અને જ્યારે મેં કામ કરવાનું શરૂ કર્યુ, તો તે મને એકદમ યોગ્ય લાગ્યું. આ પથ્થરને ફીરોઝા કહે છે.” સલમાને તેના બ્રેસલેટ પર રહેલા સ્ટોન ફીરોઝાના ગુણો વિશે જણાવ્યું હતું.

આ પણ વાંચો - ‘તારક મહેતા...’ ના ‘કોમલ ભાભી’ ક્યારેક દેખાતા હતા સ્લિમ ટ્રીમ, જૂના ફોટો જોઈ પ્રશંસકોને થયું આશ્ચર્ય

સલમાને જણાવ્યું કે, ફીરોઝ બે પ્રકારના લિવિંગ સ્ટોન પૈકી એક છે. તેનાથી જો તમારા પર કોઇ નેગેટિવિટી આવે છે તો તે પહેલા તેને દૂર કરે છે અને ત્યાર બાદ તેમાં તિરાડ પડી જાય છે અને આ મારો સાતમો સ્ટોન છે.




સલમાને સેલિબ્રેટ કર્યો બર્થડે

ગયા મહિને સલમાન ખાને તેનો 56મો જન્મદિવસ (Salman Khan Birthday) તેના પનવેલ ફાર્મહાઉસમાં ઉજવ્યો હતો. તેના જન્મદિવસ પહેલા અભિનેતાને સાપ કરડ્યો હતો અને તેને 6 કલાક હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. સારવારમાંથી સ્વસ્થ થયા પછી, તેણે તેની બર્થડે પાર્ટીમાં ભારે ધમાલ મચાવી હતી અને મીડિયાને તેની તબિયતની અપડેટ પણ આપી હતી.

“સાપ અને ટાઇગર ઝિંદા હે”

સલમાન ખાને કહ્યું હતું કે, “જ્યારે મારા પિતાજીને આ ઘટના વિશે જાણ થઇ, તો તેમણે તે પૂછવા ફોન કર્યો કે શું સાપ ઠીક છે અને જીવિત છે, તો મે કહ્યું કે, કે ટાઇગર અને સાપ બંને જીવિત છે. તેમણે પૂછ્યું કે શું તમે સાપને હાનિ પહોંચાડી છે, મે કહ્યું કે, અમે તેને સાવધાની અને પ્રેમથી સંભાળી અને તેને જંગલમાં છોડી દીધો હતો.”
First published:

Tags: Entertainment, બોલીવુડ, સલમાન ખાન

આગામી સમાચાર