Home /News /entertainment /Salman Khan Birthday: સલમાન ખાનને યાદ આવ્યો જૂનો પ્રેમ, અભિનેત્રીને જોતાવેંત ચૂમી લીધી, જુઓ VIDEO

Salman Khan Birthday: સલમાન ખાનને યાદ આવ્યો જૂનો પ્રેમ, અભિનેત્રીને જોતાવેંત ચૂમી લીધી, જુઓ VIDEO

સલમાન ખાન સંગિતા બીજલાની

Salman Khan Birthday: સલમાન ખાનનો 57મો જન્મ દિવસ છે અને તેની શાનદાર ઉજવણી તેણે કરી હતી. સંગીતા બિજલાનીને જોઈને સલમાન ખાને તેના કપાળ પર ચુંબન કર્યું અને તેને ભેટી પડ્યો હતો.

Salman Khan Birthday Celebration: જ્યારે સંગીતા બિજલાની (Sangeeta Bijlani) સલમાન ખાનની (Salman Khan birthday) બર્થડે પાર્ટીમાં પહોંચી, ત્યારે સલમાનને તેનો જૂનો પ્રેમ યાદ આવી ગયો હતો. સંગીતા બિજલાનીને જોઈને સલમાન ખાને તેના કપાળ પર ચુંબન કર્યું અને તેને ભેટી પડ્યો હતો. સલમાન ખાન (Salman Khan) અને સંગીતા બિજલાની (Sangeeta Bijlani) એક સમયે કપલ હતા. બંન્નેની લવ સ્ટોરી બોલિવૂડમાં ઘણી હેડલાઇન્સ બનાવતી હતી. આ સંબંધ લગભગ 10 વર્ષ સુધી ચાલ્યો હતો, પરંતુ લગ્ન પહેલાં તે તૂટી ગયો હતો. સંગીતા બિજલાની બ્લ્યુ શિમર ડ્રેસમાં ખૂબ જ ખૂબસૂરત દેખાતી હતી.

અફેરને લઈને ચર્ચામાં રહેતી

સંગીતા બિજલાનીના ખુલ્લા વાંકડિયા વાળ તેની સુંદરતામાં વધારો કરતા હતા. એક સમય એવો હતો કે સંગીતા બિજલાનીનો અભિનય સલમાનને ઈર્ષા કરાવતો હતો. સંગીતા બિજલાની ફિલ્મો કરતાં વધુ તેની સુંદરતા અને સલમાન ખાન સાથેના અફેરને લઈને ચર્ચામાં રહેતી હતી. સલમાન ખાન સાથેના તેના સંબંધોએ પણ ઘણી હેડલાઈન્સ બનાવી હતી. સલમાન ખાન અને સંગીતા બિજલાનીએ 1986માં એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું.

" isDesktop="true" id="1308349" >

લગ્નના કાર્ડ પણ છપાઈ ગયા હતા

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંનેના લગ્નના કાર્ડ પણ છપાઈ ગયા હતા, પરંતુ સંગીતાએ સલમાન સાથેના સંબંધો તોડી નાંખ્યા હતા. કહેવાય છે કે તે સમયે સલમાન ખાન અને અભિનેત્રી સોમી અલી વચ્ચે નિકટતા વધી રહી હતી. જ્યારે સંગીતાને આ વાતની ખબર પડી, તો તેણે સલમાન ખાન સાથેના સંબંધો તોડી નાંખ્યા હતા. આ પછી સંગીતા બિજલાનીએ 1996માં ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીન સાથે લગ્ન કર્યા. જોકે, 14 વર્ષ પછી તેમનો સંબંધ તૂટી ગયો અને 2010માં સંગીતાના છૂટાછેડા થઈ ગયા.

salman khan sangeeta bijlani
salman khan sangeeta bijlani


57માં જન્મદિવસની ઉજવણી

સલમાન ખાન અને સંગીતા બિજલાની આજે પણ સારા મિત્રો છે. સંગીતા ઘણી વખત સલમાનના ઘરે પણ જોવા મળે છે. હાલમાં સંગીતા બિજલાની ફિલ્મોથી દૂર છે. સલમાન ખાનના 57માં જન્મદિવસની ઉજવણીમાં સંગીતા બિજલાની, લુલિયા વંતુર, તબ્બુ અને સોનાક્ષી સિંહાથી લઈને કાર્તિક આર્યન, પૂજા હેગડે અને શાહરૂખ ખાન સુધીના સ્ટાર્સે હાજરી આપી હતી. સલમાન પણ તેની બહેન અર્પિતા ખાનના મુંબઈના ઘરે યોજાયેલી પાર્ટીમાં ભવ્ય એન્ટ્રી કરતો જોવા મળ્યો હતો. જ્યારે મોટાભાગના સેલિબ્રિટી બ્લેક આઉટફિટમાં પાર્ટીમાં પહોંચ્યા હતા, સંગીતા બિજલાનીએ સ્પાર્કલી બ્લુ ડ્રેસમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. તે પાર્ટી પ્લેસની બહાર સલમાન સાથે પણ જોવા મળી હતી, જ્યાં તેણે તેને આલિંગન આપ્યું અને તેના કપાળ પર ચુંબન કર્યું હતું.
First published:

Tags: Actor salman khan, Birthday Celebration, Salman khan Birthday, Sangeeta Bijlani, સલમાન ખાન

विज्ञापन