Home /News /entertainment /

32 Years Of Maine Pyar Kiya: સલમાન ખાન માટે અનલકી રહ્યું ભાગ્યશ્રી સાથે કામ કરવાનું, જાણો કેમ

32 Years Of Maine Pyar Kiya: સલમાન ખાન માટે અનલકી રહ્યું ભાગ્યશ્રી સાથે કામ કરવાનું, જાણો કેમ

ફિલ્મ મેને પ્યાર કિયા સલમાન ખાન ભાગ્યશ્રી

32 Years Of Maine Pyar Kiya: સલમાન ભલે આજે મોટો સ્ટાર છે પરંતુ 32 વર્ષ પહેલા તેની કોઈ ખાસ ઓળખ નહોતી. આવો અમે તમને 29 ડિસેમ્બર 1989ના રોજ રીલિઝ થયેલી આ ફિલ્મ વિશે કેટલીક ફની વાતો જણાવીએ.

    32 Years Of Maine Pyar Kiya: રાજશ્રી પ્રોડક્શન (Rajshree Productions) ની ફિલ્મ 'મૈંને પ્યાર કિયા' (Maine Pyar Kiya) રિલીઝ થયાને 32 વર્ષ થઈ ગયા છે પરંતુ તેની યાદો હજુ પણ ત્યાં જ છે. જ્યારે માસૂમ, સુંદર અભિનેત્રી ભાગ્યશ્રી (Bhagyashree) ફિલ્મી પડદા પર દેખાઈ, ત્યારે થિયેટરમાં બેઠેલા યુવા પ્રેક્ષકો ગદ ગદ થઈ ગયા હતા. આ અભિનેત્રીના સંવાદો બોલવાની રીત હોય કે સ્મિત, ચાહકો તેની દરેક અદા પર દિવાના હતા કે કેટલાએ તો એકની એક ફિલ્મના કેટલાએ શો જોઈ લીધા. સલમાન ખાન (Salman Khan) ની કારકિર્દી માટે આ ફિલ્મ જેટલી હિટ રહી હતી એટલી જ હિટ સૂરજ બડજાત્યા માટે પણ હતી. આવો અમે તમને 29 ડિસેમ્બર 1989ના રોજ રીલિઝ થયેલી આ ફિલ્મ વિશે કેટલીક ફની વાતો જણાવીએ.

    સૂરજ બડજાત્યાની ડેબ્યુ ફિલ્મ મૈને પ્યાર કિયા

    32 વર્ષ પહેલા જ્યારે ફિલ્મ 'મૈંને પ્યાર કિયા' આવી હતી, ત્યારે તેણે તેના માસૂમ પ્રેમથી યુવા દિલોને દંગ કરી દીધા હતા. આ ફિલ્મના ગીતો, સંવાદો અને કેપ્સની તો વાત કરવી તેનું અપમાન ગણાય. આ સાથે સૂરજે કહ્યું હતું કે, બોલ્ડનેસ વગર પણ ફિલ્મો હિટ બનાવી શકાય છે. સૂરજ બડજાત્યાએ આ ફિલ્મથી ડાયરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યું હતું. સૂરજની પ્રથમ ફિલ્મની જબરદસ્ત સફળતાએ તેને સફળ દિગ્દર્શકોની હરોળમાં મૂકી દીધો, જ્યારે ભાગ્યશ્રીએ આ ફિલ્મ સાથે રાતોરાત બોલિવૂડ પર પ્રભુત્વ જમાવ્યું. આ ફિલ્મમાં ભાગ્યશ્રી સાથે સલમાન ખાન હીરો હતો. સલમાન ભલે આજે મોટો સ્ટાર છે પરંતુ 32 વર્ષ પહેલા તેની કોઈ ખાસ ઓળખ નહોતી.

    આ ફિલ્મથી સલમાન ખાનને ઓળખ મળી હતી

    'મૈંને પ્યાર કિયા'થી સલમાન ખાનની કિસ્મતનો સિતારો પણ ચમક્યો હતો. આલમ એ હતો કે, જ્યારે રાજશ્રી પ્રોડક્શન્સે સલમાનનો સંપર્ક કર્યો ત્યારે માત્ર 31 હજાર જ મહેનતાણું આપવા સંમત થયા. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, 75 હજાર બાદમાં આપવામાં આવ્યા હતા. જો કે ફિલ્મ જ્યારે રિલીઝ થઈ ત્યારે બોક્સ ઓફિસ પર જબરદસ્ત કલેક્શન કરવામાં સફળ રહી હતી, પરંતુ સલમાનને ફિલ્મની સફળતાનો શ્રેય ઓછો મળ્યો, માત્ર ભાગ્યશ્રીને જ વધુ મળ્યો.

    આ પણ વાંચોશેફાલી શાહની 'Human' નું ટ્રેલર લૉન્ચ, આ સિરિઝ માનવ શરીર પર દવાના ટ્રાયલની કહાની

    સફળતાનો શ્રેય ભાગ્યશ્રીને મળ્યો

    ભાગ્યશ્રી અને સલમાન ખાનની કેમેસ્ટ્રી ખૂબ જ પસંદ કરવામાં આવી હતી, પરંતુ ભાગ્યશ્રી સાથે ફિલ્મ કરવી એ સલમાન માટે જેટલું લકી કહી શકાય તેટલું જ અશુભ છે. ખુદ સલમાને એક વખત મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે ‘મૈંને પ્યાર કિયા’ કર્યા પછી મને 4-5 મહિના સુધી ફિલ્મ ન મળી. એવું લાગતું હતું કે, કામ નહીં મળે, કારણ કે ભાગ્યશ્રી મેડમે ફિલ્મની સફળતા પછી જ લગ્ન કરી લીધા હતા અને ફિલ્મની સફળતાનો સંપૂર્ણ શ્રેય લઈને ભાગી ગયા હતા. બધાને લાગ્યું કે, તે મુખ્ય અભિનેત્રી છે અને તેના કારણે જ ફિલ્મ ચાલી. હું તો માત્ર એમ જ હતો.
    Published by:kiran mehta
    First published:

    Tags: Actor salman khan, Bollywood Latest News, Salman Khan Movie

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन