Home /News /entertainment /

ભાઈજાનને મળવા પહોંચી કેટરીના કૈફ, જુઓ VIDEO

ભાઈજાનને મળવા પહોંચી કેટરીના કૈફ, જુઓ VIDEO

    કાળિયાર કેસ મામલે સલમાન ખાનને જામીન મળી ગયા છે. અને ભાઈજાન જેલની બહાર આવી ગયો છે. ગુરૂવારે જોધપુરની કોર્ટે તેમને 1998ના કાળિયાર કેસ મામલે 5 વર્ષની જેલની સજા સંભળાવી હતી. ત્યારે જોધપુર સેન્ટ્રલ જેલમાં ભાઈજાનને મળવા માટે પ્રીતિ ઝિન્ટા પહોંચી હતા. જ્યારે સલમાન ખાન મુંબઈમાં પહોચ્યો ત્યારે તેને ઘરે મળવા માટે કેટરીના કેફ પહોંચી ગઈ હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેટરીના કેફ સલમાન ખાનના ઘરે જતી હોય તેવું જોવા મળી રહ્યું છે.

    બતાવવામાં આવી રહ્યું છે કે સલમાન ખાન 8-15 વાગ્યે ઘરે પહોંચ્યો હતો. અને 9-15 વાગ્યે કેટરીના કેફ સલમાનને મળવા માટે ગેલેક્સી એપાર્ટમેન્ટ પહોંચી ગઈ હતી.



    કેટરીના કેફ સિવાય રેસ 3માં સલમાન ખાનના સાથી કલાકાર બોબી દેઓલ પણ સલમાનને મળવા ગેલેક્સી પહોંચી ગયા હતા. આ રીતે સલમાને પોતાને મળેલા જામીન પર મિત્રો સાથે ખુશી વ્યક્ત કરી અને બોલિવૂડે પણ આ વાત પર રિએક્શન આપ્યું હતું.

    મહત્વનું છે કે જોધપુર કોર્ટે આ મામલે અન્ય તમામ આરોપીઓ સેફ અલી ખાન, તબ્બુ, સોનાલી બેન્દ્રે અને નીલમને રાહત આપી હતી. સલમાન ખાન વિરૂદ્ધનું જજમેન્ટ 196 પેઝનું હતું. જોધપુરના ચીફ જ્યુડિશિયલ મઝિસ્ટ્રેટની અદાલતમાં સજાની દલિલો વચ્ચે સરકાર વકીલે વધુમાં વધુ સજા થાય તેવી માગ કરી હતી. જ્યારે સલમાનના વકિલે ઓછી સજા થાય તેવા માગ કરી હતી.
    Published by:Nisha Kachhadiya
    First published:

    Tags: Actor salman khan, Katrina kaif

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन