Home /News /entertainment /

કાળિયાર કેસ: સલમાનને આજે નહીં મળે જામીન તો રહેશે આ વિકલ્પો

કાળિયાર કેસ: સલમાનને આજે નહીં મળે જામીન તો રહેશે આ વિકલ્પો

    કાળિયાર શિકાર મામલામાં સલમાન ખાનને બેલ મળશે કે તેમને જેલમાં જ સમય વિતાવવો પડશે જેની પર લંચ પછી નિર્ણય લેવામાં આવે તેવી સંભાવના છે. જો સલમાન ખાનને આજે જામીન નહીં મળે તો તેની પાસે કયા વિકલ્પો રહેશે તેની પર પણ  વકીલ વિચાર કરી રહ્યાં છે.

    સલમાન ખાનના વકીલને આશા છે કે આજે સલમાનને જામીન મળી જશે અને સલમાનને વધારે સમય જેલમાં વિતાવવો નહીં પડે. સલમાનના વકીલ મહેશ બોરાએ કહ્યું હતું કે તે જજને અપીલ કરશે કે આજે જ નિર્ણય આપી દે.

    બીજી તરફ સુનાવણી પછી જો સલમાનની વિરુદ્ધમાં નિર્ણય આવે છે અને તેમને જામીન નથી મળતી તો તે હાઇકોર્ટમાં અપીલ કરશે. કારણ કે આજે શનિવાર છે, એટલે એ વાતની સંભાવના છે કે સલમાનના વકીલ આજે નિર્ણયની વિરુદ્ધ જઇને સોમવારે હાઇકોર્ટ જઇને જામીનની અપીલ કરી શકે છે. એટલે હજી પણ એ વાતની આશંકા છે કે સલમાનને હજી વધારે જેલમાં રહેવું પડે છે.

    આ આખા કેસમાં કાલે મોડી રાતે કેસની સુનાવણી કરી રહેલા રવિન્દ્રકુમાર જજની બદલી થતાં આ મામલે સુનાવણી કોણ કરશે તેના પર સવાલો હતાં. પરંતુ આજે સવારે જજ જોશી કોર્ટમાં આવતા બધી અટકળોનો અંત આવી ગયો હતો.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Blackbuck Poaching Case, Jodhpur jail, સલમાન ખાન

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन