મેકઅપ આર્ટિસ્ટનાં દીકરાનાં રિસેપ્શનમાં પહોચ્યો સલમાન ખાન, જુઓ Video

News18 Gujarati
Updated: December 13, 2019, 2:53 PM IST
મેકઅપ આર્ટિસ્ટનાં દીકરાનાં રિસેપ્શનમાં પહોચ્યો સલમાન ખાન, જુઓ Video
સલમાન ખાન ગુરૂવારે સાંજે તેનાં મેકઅપ આર્ટિસ્ટ રાજૂ ભાઇનાં દીકરાનાં લગ્નનાં રિસેપ્શનમાં પહોચ્યો હતો

સલમાન ખાન ગુરૂવારે સાંજે તેનાં મેકઅપ આર્ટિસ્ટ રાજૂ ભાઇનાં દીકરાનાં લગ્નનાં રિસેપ્શનમાં પહોચ્યો હતો

  • Share this:
મુંબઇ: સલમાન ખાન (Salman Khan) તેની ફિલ્મોને કારણે અને તેનાં 'દબંગ' અંદાજને કારણે જાણીતો છે. પણ આ બધાની સાથે જ સલમાન ખાન જે પ્રકારનું સ્ટારડમ ધરાવે છે તે પ્રમાણે રહેતો નથી. તે જમીનથી જોડાયેલો માણસ છે અને તેનાં ફેન્સને તેની આ જ હરકત પસંદ છે. તે હમેશાં તેનાં નજીકનાં લોકોનું ધ્યાન રાખે છે હાલમાં જ તે તેનાં મેકઅપ આર્ટિસ્ટ નાં દીકરાનાં રિસેપ્શનમાં પહોચ્યો હતો.

સલમાન ખાને તેનાં મેકઅપ આર્ટિસ્ટ રાજૂનાં દીકરા ગૌરવનાં રિસેપ્શનમાં પહોચ્યો હતો. ફોટોગ્રાફર વિરલ બાયાણીએ આ સમયનો વીડિયો શૅર કર્યો છે. અહીં સલમાન સ્ટેજ પર વર-વધુની સાથે ઉભેલો નજર આવે છે. વિરલ ભાયાણીએ આ વીડિયો શૅર કરતાં ખુલાસો કર્યો છે કે, મેકઅપ આર્ટિસ્ટ રાજૂ ભાઇ દર વર્ષે સલમાન ખાન માટે તિરુપતિમાં જઇને તેનાં માથાનાં વાળનું દાન કરે છે. આ કહેવું ખોટી નહીં હોય કે આજનાં જમાનામાં સલમાન ખાન પાસે એવાં લોકો છે જે તેનાં પ્રત્યે વફાદાર છે અને તેનાં માટે ખાસ છે.

સલમાન ખાન જેમ લગ્નમાં પહોચ્યો ત્યારે તેને જોવા માટે ભીડ જામી ગઇ. આ સમયે તેનો બૉડીગાર્ડ શેરા પણ તમની સાથે હતો. સલમાન ખાનનાં વર્ક ફ્રન્ટની વાત કરીએ તો 20 ડિસેમ્બરનાં રોજ તેની દબંગ 3 ફિલ્મ રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મથી એક્ટર ડિરેક્ટર મહેશ માંજરેકરની દીકરી સઇ માંજરેકર બૉલિવૂડમાં એન્ટ્રી કરવા જઇ રહી છે.
First published: December 13, 2019, 2:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading