સુશાંતનાં પરિવાર અને ફેન્સ માટે સલમાન ખાને કરી અપીલ, કહ્યું ખોટી ભાષાનો પ્રયોગ ન કરો

News18 Gujarati
Updated: June 21, 2020, 8:22 AM IST
સુશાંતનાં પરિવાર અને ફેન્સ માટે સલમાન ખાને કરી અપીલ, કહ્યું ખોટી ભાષાનો પ્રયોગ ન કરો
તેમણે એક પોસ્ટ શેર કરી છે જેમાં પોતાના ફેન્સને ખાસ અપીલ કરી છે.

તેમણે એક પોસ્ટ શેર કરી છે જેમાં પોતાના ફેન્સને ખાસ અપીલ કરી છે.

  • Share this:
મુંબઈ : બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં (Sushant Singh Rajput) નિધન પછી તેમના પરિવાર અને ફેન્સની સાથે આખી બોલિવૂડ (Bollywood) ઇન્ડસ્ટ્રી પણ શોકમાં ડૂબેલી છે. કોઇપણ તેમની આત્મહત્યાની ખબરને હજી સાચી માની નથી શકતા. બીજી તરફ સોશિયલ મીડિયામાં (Social Media) નેપોટિઝમ અને આઉટ સાઇડર્સ પર જોરદાર વિવાદ થયો છે. ઘણાં બોલિવૂડ સેલેબ્સનાં ફોલોવર્સ તીવ્રતાથી ઘટવાની ખબર આવી રહી છે. આ બધાની વચ્ચે સલમાન ખાન (Salman Khan) સોશિયલ મીડિયા દ્વાર ઓછા શબ્દોમાં મોટી વાત કહી દીધી છે. તેમણે એક પોસ્ટ શેર કરી છે જેમાં પોતાના ફેન્સને ખાસ અપીલ કરી છે.

સોશિયલ મીડિયા પર ચાલી રહેલા વિવાદમાં સલમાન ખાનને પણ ટ્રોલ્સનો સામનો કરવો પડી રહ્યો છે. હવે સલમાન ખાને આ મામલામાં પ્રતિક્રિયા આપી છે.

તેમણે ટ્વિટર પર પોસ્ટ દ્વારા સીધા જ પોતાના ફેન્સ સાથે વાત કરી છે. સલમાને પોતાની પોસ્ટમાં લખ્યું કે, હું મારા તમામ ફેન્સને વિનંતી કરું છું કે તેઓ સુશાંતનાં ફેન્સ સાથે ઉભા રહે અને ખોટી ભાષાનો પ્રયોગ ન કરે. તેમની ભાવનાઓને સમજવાનો પ્રયત્ન કરે. આ સંકટનાં સમયમાં સુશાંતનાં પરિવારનો સહોરો બને. પોતાનું કોઇ જતું રહે તે ઘણું જ દુખદાયી હોય છે.

આ પણ વાંચો - જ્યારે મેકઅપ કરાવતા દેવ આનંદનાં ગીત પર ઝૂમી રહ્યો હતો સુશાંત, અંદાજ જોઇને તમે પણ ભાવુક થઇ જશો

આ પણ જુઓ - 

આપને જણાવીએ કે, સલમાન ખાન હાલ ઘણાં જ વિવાદોથી ઘેરાયેલો છે. ફિલ્મ દબંગનાં ડાયરેક્ટર અભિનવ કશ્યપે સલમાન અને તેમના પરિવાર પર અનેક આક્ષેપો લગાવીને કહ્યું કે, તેમણે મારૂં કેરિયર બરબાદ કરી દીધું છે. આ અંગે સલમાનનાં ભાઇ અરબાઝ અને સોહિલે કડક કાર્યવાહી કરી છે. આ સાથે અનેક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, સોનું નિગમનાં એક વીડિયો પર પણ દાવો કર્યો છે કે તેમણે ઇશારો ઇશારોમાં સલમાન ખાન પર નિશાન તાક્યું છે.

 
First published: June 21, 2020, 8:22 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading