મુંબઇ: 'રેસ-3'નાં ટ્રેલર લોન્ચ સમયે સલમાન ખાનને દિલ ખોલીને વાત કરી હતી. પણ આ સમયે વાત વાતમાં એક સવાલ એવો આવ્યો કે તેનું મગજ છટક્યુ હતું. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક મીડિયા કર્મીએ તેને પુછ્યુ હતું કે જ્યારે આપને કાળિયાર હરણ કેસમાં દોષીત જાહેર કરીને સજાનું એલાન કરવામાં આવ્યું તો આપ ફિલ્મને લઇને પરેશાન હતાં શું આપને કોઇ ડર લાગતો હતો?
જેમ રિપોર્ટરે આ સવાલ કર્યો તો ઇવેન્ટની એન્કરે સ્પષ્ટ કરી દીધુ કે જોધપુર કેસ અને કર્ણાટક ઇલેક્શન અંગે કોઇપણ પ્રકારનો સવાલ ન કરવામાં આવે. પણ સલમાન ખાન જવાબ આપ્યા વગર ક્યાં રહેવાનો હતો. તેણે રિપોર્ટરને સવાલ કર્યો કે, આપે શું વિચાર્યુ હતું કે, હું હમેશાં માટે જેલમાં રહેવાનો છું?
સલમાનનો જવાબ સાંભળીને રિપોર્ટરે જ્યારે કહ્યું 'નો'. તો તેનો જવાબ સાંભળીને સલમાન બોલ્યો, 'આભાર, કારણ કે હું ખરેખરમાં પરેશાન હતો.'
આપને જણાવી દઇએ કે, કાળિયાર હિરણ મામલે સલમાન ખાનને દોષીત જાહેર કર્યા બાદ તેને પાંચ વર્ષ જેલની સજા સંભળાવવામાં આવી હતી. વર્ક ફ્રન્ટ પર તેનાં અલગ-અલગ પ્રોજેક્ટ્સની વચ્ચે સલમાન જામીન પર હાલમાં બહાર છે. ટૂંક સમયમાં જ તેની ફિલ્મ 'રેસ-3' રિલીઝ થવાની છે. ફરી એક વખત સલમાન ઇદની રજા પર લોકોનું એન્ટરટેઇન્મેન્ટ કરવા તૈયાર છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર