Home /News /entertainment /આ સુપરહિટ ફિલ્મમાં સલમાન સાથે કરવાનો હતો ખાસ સીન, માધુરી દિક્ષિતે છોડી દીધી ફિલ્મ! જણાવી કહાની
આ સુપરહિટ ફિલ્મમાં સલમાન સાથે કરવાનો હતો ખાસ સીન, માધુરી દિક્ષિતે છોડી દીધી ફિલ્મ! જણાવી કહાની
સલમાન ખાન-માધુરી દીક્ષિત
Salman Khan And Madhuri Dixit Romance:માધુરી દીક્ષિતને ફિલ્મ 'હમ સાથ સાથ હૈ'માં સલમાન ખાનની ભાભીનો રોલ ઑફર કરવામાં આવ્યો હતો. આ ભૂમિકા બાદમાં તબ્બુએ ભજવી હતી. માધુરી દીક્ષિતે આ ફિલ્મને એટલા માટે રિજેક્ટ કરી દીધી હતી કારણ કે આ ફિલ્મમાં સલમાન ખાને તેના પગ સ્પર્શ કરવાના હતા. આ કારણે માધુરી દીક્ષિતે આ રોલ કરવાની ના પાડી દીધી હતી. હમ સાથ સાથ હૈ ફિલ્મમાં સોનાલી બિન્દ્રે સલમાન ખાનની ગર્લફ્રેન્ડની ભૂમિકા ભજવી હતી.
બોલીવુડમાં સલમાન ખાન અને માધુરી દીક્ષિતની જોડી ખૂબ જ સુપરહિટ રહી છે. સલમાન ખાન અને માધુરી દીક્ષિતે વર્ષ 1991માં પહેલી વાર ફિલ્મ ‘સાજન’માં સાથે કામ કર્યું હતું. દર્શકોને તેમની જોડી ખૂબ જ પસંદ આવી હતી. માધુરી દીક્ષિત અને સલમાન ખાનની ફિલ્મ ‘હમ આપકે હે કોન’ એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી હતી. આ બંને એક્ટરનો રોમાન્સ દર્શકોને ખૂબ જ પસંદ આવ્યો હતો. ફિલ્મ ‘હમ આપકે હે કોન’ પહેલા આ બંને એક્ટરે વર્ષ 1991માં ફિલ્મ ‘દિલ તેરા આશિક’માં પણ સાથે કામ કર્યું હતું.
માધુરી દીક્ષનેતે ફિલ્મ ‘હમ સાથ સાથે હે’માં પણ સલમાનની ખાનની ભાભીના પાત્ર માટે ઓફર કરવામાં આવી હતી. માધુરી દીક્ષિતે આ પાત્ર ભજવવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ આ પાત્ર માટે તબ્બૂની પસંદગી કરવામાં આવી હતી. આ અંગે માધુરી દીક્ષિતે પણ અનેક વાર વાત કરી છે.
જો માધુરી દીક્ષિત આ પાત્ર ભજવે તો સલમાન ખાને માધુરી દીક્ષિતને પગે લાગવું પડે અને માધુરી દીક્ષિતને આ વાત બિલકુલ પણ પસંદ આવી ન હતી. આ કારણોસર તેમણે આ પાત્ર ભજવવાની ના પાડી દીધી હતી. માધુરી દીક્ષિતે Rediff.com ને આપેલ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ડાયરેક્ટર સૂરજ બડજાત્યા મને કાસ્ટ કરવા માંગતા હતા, પરંતુ તેઓ પરેશાન હતા કે, મારે કયું પાત્ર ભજવવું જોઈએ. હું કરિશ્મા કપૂર અને સોનાલી બેન્દ્રેનું પાત્ર ભજવી શકું તેમ નહોતી, કારણ કે અગાઉ મારી અને સલમાનની હમ આપકે હૈ કોન હિટ થઈ હતી.
મારી આગામી ફિલ્મમાં મારે સૂરજજી સાથે મારો સારો રોલ હોવો જોઈએ. હું પાછળ જવા નહોતી માંગતી. ખૂબ જ ચર્ચા કર્યા બાદ મને તબ્બૂનો રોલ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં એક એવો સીન પણ હતો, જેમાં સલમાન ખાન તેના ભાભીને પગે લાગે છે અને ગળે વળગે છે. આ કારણોસર મેં તબ્બૂનું પાત્ર ભજવવાની ના પાડી દીધી. ફિલ્મ ‘હમ આપકે હે કોન’ માં દર્શકોને મારો અને સલમાન ખાનનો રોમાન્સ પસંદ આવવાને કારણે સલમાન ખાન મને પગે લાગે તે મને યોગ્ય નહોતું લાગતું.’
તે સમયે માધુરી દીક્ષિત અને સલમાન ખાનની જોડીને ખૂબ જ પસંદ કરવામા આવી હતી. સલમાન ખાન અને માધુરી દીક્ષિતની જોડી સુપરહિટ ફિલ્મોમાંથી એક છે. દર્શકોને આ બંને કલાકારની કેમિસ્ટ્રી ખૂબ જ પસંદ આવે છે અને તેમણે વર્ષ 1991માં સૌથી પહેલી ફિલ્મ ‘સાજન’માં સાથે કામ કર્યું હતું. ત્યારબાદ વર્ષ 1993માં ‘દિલ તેરા આશિક’માં કામ કર્યું હતું. વર્ષ 1994માં ફિલ્મ ‘હમ આપકે હે કોન’માં કામ કર્યું હતું અને આ ફિલ્મ ખૂબ જ સુપરહિટ રહી હતી. વર્ષ 2002માં સલમાન ખાન અને માધુરી દીક્ષિતે ફિલ્મ ‘હમ તુમ્હારે હે સનમ’માં કામ કર્યું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર