સલમાન ખાન ગેંગ તરફથી સુશાંતને મળતી ધમકી, મહિનામાં 50 સિમ બદલ્યા હતા

News18 Gujarati
Updated: June 29, 2020, 7:00 PM IST
સલમાન ખાન ગેંગ તરફથી સુશાંતને મળતી ધમકી, મહિનામાં 50 સિમ બદલ્યા હતા
સુશાંતનાં કેસમાં બિહારનાં લોકગાયક સુનીલ છૈલા બિહારીએ સુશાંત સિંહ રાજપૂતનાં મોત મામલે સલમાન ખાન પર આરોપ લગાવ્યો છે કે તેને કારણે સુશાંતે આત્મહત્યા કરી લીધી છે.

સુશાંતનાં કેસમાં બિહારનાં લોકગાયક સુનીલ છૈલા બિહારીએ સુશાંત સિંહ રાજપૂતનાં મોત મામલે સલમાન ખાન પર આરોપ લગાવ્યો છે કે તેને કારણે સુશાંતે આત્મહત્યા કરી લીધી છે.

  • Share this:
એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: એક્ટર સુશાંત સિંહ રાજપૂતનાં નિધન બાદ દરરોજ તેનાં કેસમાં નવાં નવાં ખુલાસા થઇ રહ્યાં છે. આ એક્ટરની આત્મહત્યા પાછળ બોલિવૂડમાં નેપોટિઝમ અને ગ્રુપીઝમ પણ જવાબદાર છે. હવે સુશાંતનાં કેસમાં બિહારનાં લોકગાયક સુનીલ છૈલા બિહારીએ સુશાંત સિંહ રાજપૂતનાં મોત મામલે સલમાન ખાન પર આરોપ લગાવ્યો છે કે તેને કારણે સુશાંતે આત્મહત્યા કરી લીધી છે.

એક મહિનામાં 50 સિમ કાર્ડ બદલ્યા
બિહારનાં લોકગાયક સુનીલ છૈલા બિહારીએ યૂટ્યૂબ પર વિડીયો શેર કરીને આરોપ લગાવ્યો છે કે સુશાંત સિંહ રાજપૂતને છેલ્લા એક મહિનાથી ધમકીઓ મળી રહી હતી. તેણે આરોપમાં કહ્યું છે કે છેલ્લા એક મહિનાથી સુશાંત સિંહ રાજપૂત ઘણો ચિંતિત હતો. સતત ધમકીઓ મળવાનાં કારણે સુશાંત સિંહ રાજપૂત પરેશાન હતો. તે સતત પોતાના સીમકાર્ડ બદલતો હતો. સુશાંતે એક મહિનામાં લગભગ 50 વાર સિમ કાર્ડ બદલ્યા હતુ.

'ધમકી ગેંગ' તરફથી સતત મળતી હતી ધમકી
સુનીલ છૈલા બિહારીએ આરોપ લગાવ્યો છે કે સિમ કાર્ડ બદલવા છતા પણ ધમકીઓ મળવાનું બંધ ન થયું. લોકગાયકનો આરોપ છે કે સુશાંતનો દોસ્ત સંદીપ સિંહ દર વખતે નવા સિમ કાર્ડનો નંબર ધમકી આપનારી ગેંગ એટલે કે સલમાન ખાન એન્ડ ગેંગને જણાવી દેતો હતો. ત્યારબાદ સલમાન ખાન ગુંડાઓ મારફતે કોલ કરાવીને ધમકી અપાવતો હતો. આ જ કારણે સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી અથવા હત્યા થઈ. આ કેસની સીબીઆઈ તપાસ થવી જોઇએ.

સંદિપ સિંહ પર લગાવ્યો આરોપ
સુનીલ છૈલા બિહારીનો આરોપ છે કે સંદીપ સિંહ જેવાને લાગે છે કે જ્યાં સુધી સલમાન ખાન, કરણ જોહર, એકતા કપૂર જેવા લોકોનો સાથ નહીં મળે ત્યાં સુધી તેઓ કંઇ નહીં કરી શકે. આ કારણે સંદીપ સુશાંતની તમામ જાણકારી સલમાન ખાન ગેંગને પહોંચાડતો હતો. સુનીલ છૈલા બિહારીએ કહ્યું કે, 'તેઓ ઇચ્છે છે કે ઇન્ડસ્ટ્રીમાં કોઈ બીજું સુશાંત સિંહ રાજપૂત ના બને. ઇન્ડસ્ટ્રીમાં બહારથી આવતા લોકોએ એક થવાની જરૂર છે અને નેપોટિઝ્મને પ્રોત્સાહન આપતા લોકો વિરુદ્ધ અવાજ ઊંચો કરવો જોઇએ.'

પોલીસ તરફથી આ વાતની નથી થઇ પુષ્ટિ
સૂત્રોનાં જણાવ્યાં પ્રમાણે, મુંબઈ પોલીસની પ્રારંભિક તપાસમાં પણ સામે આવ્યું છે કે સુશાંત સિંહ રાજપૂત છેલ્લા કેટલાક સમયથી સતત સિમ કાર્ડ બદલતો હતો. જો કે આના પર અત્યારે કોઈપણ પોલીસ અધિકારીએ કંઇપણ કહેવાની ના કહી દીધી છે.
First published: June 29, 2020, 7:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading