સલમાન ખાને બહેન અર્પિતાની દીકરીને કરી kiss, એકદમ ક્યુટ છે આ વીડિયો

News18 Gujarati
Updated: March 8, 2020, 1:36 PM IST
સલમાન ખાને બહેન અર્પિતાની દીકરીને કરી kiss, એકદમ ક્યુટ છે આ વીડિયો
સલમાનખાન ભાણી આયાત સાથે.

અર્પિતાએ એક ક્યુટ વીડિયો શેર કર્યો છે. જેમાં મામુ સલમાન સાથે આયત જોવા મળી રહી છે.

  • Share this:
મુંબઈ : સલમાન ખાનની (SalmanKhan) બહેન અર્પિતા ખાન શર્માએ (Arpita Khan Sharma) ગયા વર્ષે સલમાનનાં બર્થ ડે પર બેટી આયાતને (Aayat) જન્મ આપ્યો. જન્મ પછી જ આયાત ઇન્ટરનેટ પર છવાયેલી છે. મામા સલમાન સાથે તેની ઘણી તસવીરો અને વીડિયો વાયરલ (video viral) થયા કરે છે.

ત્યારે અર્પિતાએ એક ક્યુટ વીડિયો શેર કર્યો છે. જેમાં મામુ સલમાન સાથે આયત જોવા મળી રહી છે. આ વીડિયોમાં સલમાન પોતાની ભાણીને લાડ લડાવી રહ્યો છે.
 View this post on Instagram
 

We love you Mamu @beingsalmankhan


A post shared by Arpita Khan Sharma (@arpitakhansharma) on


અર્પિતા અને આયુષની દીકરી આયતનો જન્મ ગયા વર્ષે 27 ડિસેમ્બરનાં રોજ સલમાન ખાનના જન્મ દિવસ પર જ થયો હતો. આયત અર્પિતા અને આયુષનું બીજું બાળક છે. તેમને 3 વર્ષનો આહિલ નામનો એક દીકરો પણ છે. સલમાને અર્પિતાએ શેર કરેલ વીડિયો રીપોસ્ટ કર્યો હતો જેમાં લખ્યું હતું વી લવ યુ મામુ. 
View this post on Instagram
 

Welcome to our world Ayat.


A post shared by Arpita Khan Sharma (@arpitakhansharma) on


સલમાને તેના બનેવી આયુષ શર્માને 'લવયાત્રી' ફિલ્મથી લોન્ચ કર્યો હતો. અર્પિતા સલમાનની સગી બહેન નથી. સલમાનનાં પિતા સલીમ ખાને તેને દત્તક લીધી છે.આયુષ શર્મા અને અર્પિતાનાં લગ્ન 2014માં થયાં હતાં. સલમાન ખાન છેલ્લે 'દબંગ 3' ફિલ્મમાં દેખાયો હતો. તેની આગામી ફિલ્મ્સ 'રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ' અને 'કભી ઈદ કભી દિવાલી' છે.
First published: March 8, 2020, 1:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading