Home /News /entertainment /

સુભાષ ઘાઇની જન્મદિવસની પાર્ટીમાં સાથે જોવા મળ્યા સલમાન-ઐશ્વર્યા

સુભાષ ઘાઇની જન્મદિવસની પાર્ટીમાં સાથે જોવા મળ્યા સલમાન-ઐશ્વર્યા

નિર્માતા-નિર્દેશક સુભાષ ઘાઇએ મુંબઇની એક 5 સ્ટાર હોટલમાં જન્મદિવસની પાર્ટી આપી હતી

નિર્માતા-નિર્દેશક સુભાષ ઘાઇએ મુંબઇની એક 5 સ્ટાર હોટલમાં જન્મદિવસની પાર્ટી આપી હતી

    ન્યૂઝ18 ગુજરાતી: હાલમાં જ નિર્માતા-નિર્દેશક સુભાષ ઘાઇએ મુંબઇની એક 5 સ્ટાર હોટલમાં જન્મદિવસની પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં બોલિવૂડની અનેક હસ્તીઓ સામેલ થઇ હતી, પરંતુ બધાની નજર પાર્ટીમાં હાજર સલમાન ખાન અને ઐશ્વર્યા રાય પર જ હતી. વર્ષો પછી આ બન્ને સ્ટાર્સ એક સાથે કોઇ પાર્ટીમાં જોવા મળ્યા હતા.

    સુભાઇ ઘાઇની જન્મદિવસની પાર્ટીમાં બોલિવૂડ સ્ટાર્સનો જમાવડો જોવા મળ્યો હતો. સુભાષ ઘાઇના આમંત્રણ પર સમલાન ખાન અને ઐશ્વર્યા રાય પણ પહોંચ્યા હતા. જોકે, બન્ને સુભાષ ઘાઇને વિશ કરવા પહોંચ્યા હતા. આ પાર્ટીમાં ઐશ્વર્યા અને સલમાને અલગ-અલગ એન્ટ્રી અને એક્ઝિટ લીધી હતી. પાર્ટીમાં બન્ને સ્ટાર્સ પણ એન્જોય કરતાં જોવા મળ્યા હતા.

    આ પણ વાંચો: ભારત ફિલ્મનું ટીઝર થયું રિલીઝ, આ અવતારમાં જોવા મળ્યો સલમાન ખાન

    પાર્ટીમાં સલમાન ખાન અને ઐશ્વર્યા રાય ઉપરાંત માધુરી દીક્ષિત, જેકી શ્રોફ, સલમાનની બહેન અલવીરા પતિ અતુલ અગ્નિહોત્રી સહિત બોલિવૂડ સાથે જોડાયેલી કેટલીક હસ્તીઓ પણ જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે, સલમાન અને ઐશ્વર્યાએ સુભાષ ઘાઇની ફિલ્મ્સમાં સાથે કામ કર્યું છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Aishwarya Rai Bachchan, Birthday party, Subhash Ghai, સલમાન ખાન

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन