તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ત્યારે લોકો એ જાણવા માટે બેતાબ બની ગયા કે, સલમાન ખાન (Salman Khan), સૈફ અલી ખાન (Saif Ali Khan) અને અક્ષય કુમાર (Akshay Kumar) આખરે શા માટે શાહરૂખ ખાન (Shah Rukh Khan) ના મન્નત બંગલે પહોંચ્યા
શાહરૂખ ખાન (Shah Rukh Khan) હાલમાં જ ફિલ્મ 'પઠાણ' (Pathaan) ના શૂટિંગમાંથી પરત ફર્યો છે. પરંતુ તેના પરત ફર્યા બાદ શું થયું કે બોલિવૂડના ત્રણ દિગ્ગજ કલાકારો શાહરૂખ ખાનના બંગલા મન્નત (Shah Rukh Khan Home Mannat) પહોંચ્યા. સલમાન ખાન (Salman Khan), સૈફ અલી ખાન (Saif Ali Khan) અને અક્ષય કુમાર (Akshay Kumar) તાજેતરમાં કિંગ ખાનના ઘરે જોવા મળ્યા હતા. જો તમે પણ વિચારોમાં ડૂબી ગયા હોવ તો ચાલો તમને જણાવીએ કે શું છે મામલો અને શા માટે બોલિવૂડના આ દિગ્ગજ કલાકારો શાહરૂખના બંગલે પહોંચ્યા.
જ્યારે આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ત્યારે લોકો એ જાણવા માટે બેતાબ બની ગયા કે, સલમાન ખાન, સૈફ અલી ખાન અને અક્ષય કુમાર આખરે શા માટે મન્નતના બંગલે પહોંચ્યા.
જો તમે પણ આ જાણવા માગો છો, તો અમે તમને જણાવી દઈએ કે આનું કારણ છે સાઉદી અરેબિયન રેડ સી ફિલ્મ ફેસ્ટિવલના અધ્યક્ષ મોહમ્મદ અલ તુર્કી (Mohammed Al Turki) અને ઘણા મહેમાનો ભારત આવ્યા હતા અને તેમનું સ્વાગત શાહરૂખ ખાને મન્નતમાં કર્યું હતું. આ કારણથી સલમાન, સૈફ અને અક્ષય કિંગ ખાનના ઘરે પહોંચ્યા હતા.
અલ-ઉલાસના રોયલ કમિશનના કલ્ચર મિનિસ્ટર અને ગવર્નર બદર બિન ફરહાન અલસાઉદે સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે શાહરૂખ ખાન, સૈફ અલી ખાન, સલમાન ખાન અને અક્ષય કુમાર સાથે મુલાકાત કરતા જોવા મળી રહ્યા છે. આ તસવીરો પોસ્ટ કરતાં તેમણે લખ્યું, 'બોલિવૂડ સુપરસ્ટાર સૈફ, શાહરૂખ, અક્ષય અને સલમાન ખાનને મળ્યા. ફિલ્મ જગત વિશે વાત કરવાનો અને સંસ્કૃતિને જાણવાનો મોકો મળ્યો.
તમને જણાવી દઈએ કે 'પઠાણ'ના શૂટિંગનું સ્પેન શેડ્યૂલ પૂરું કર્યા બાદ શાહરૂખ ખાન પણ દુબઈના મોલમાં જોવા મળ્યો હતો. શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણે સ્પેનમાં પઠાણનું શૂટીંગ કર્યું હતુ. બંને હવે ભારત પરત ફર્યા છે. આ ફિલ્મ આવતા વર્ષે 26 જાન્યુઆરીએ રિલીઝ (Pathaan Release Date) થવાની છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર