Home /News /entertainment /

સલમાન ખાનની એક્ટ્રેસ ઇહાના ઢિલ્લોનનાં માથેથી ઘાત ટળી, અકસ્માતમાં આવ્યાં 7 ફ્રેક્ચર્સ

સલમાન ખાનની એક્ટ્રેસ ઇહાના ઢિલ્લોનનાં માથેથી ઘાત ટળી, અકસ્માતમાં આવ્યાં 7 ફ્રેક્ચર્સ

Photo @ihanadhillon/Instagram

ઇહાના ઢિલ્લો (Ihana Dhillon)એ ઇન્ટાગ્રામ પર લખ્યું છે કે, 'મારા જન્મ દિવસ પર શુભકામનાઓ મોકલવાં બદલ આપ લોકોનાં આભારી છું. 17 તારીખનાં મારો એક્સિડન્ટ થઇ ગયો. મારા શરીરમાં 7 ફ્રેક્ચર થઇ ગયા અને 18 તારીખનાં મારાં ફેમિલી અને મિત્રોએ મારો જન્મ દિવસ ઉજવ્યો. 24નાં હું હોસ્પિટલમાંથી બહાર આવી છું.'

વધુ જુઓ ...
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સુપરસ્ટાર સલમાન ખાન (Salman Khan) સ્ટાર ફિલ્મ 'રાધે યોર મોસ્ટ વોન્ટેડ ભાઇ' (Radhe: Your Most Wanted Bhai)માં તેની સાથે કામ કરી ચૂકી છે. એક્ટ્રેસ ઇહાનાં ઢિલ્લો (Ihana Dhillon)નો થોડા દિવસ પહેલાં મોટો એક્સિડન્ટ થયો હતો અને તેને ગંભીર ઇજા થઇ હતી. એક્સીડન્ટ એટલો ખતરનાક હતો કે, તેને શરીરમાં 7 ફ્રેક્ચર થઇ ગયા હતાં. ઇહાના ઢિલ્લોની હાલત સારી નથી. તે થોડા દિવસ સુધી એક હોસ્પિટલનાં ICUનાં એડમિટ હતી. હોસ્પિટલમાં ભરતી રહેતા દરમિયાન તેનો જન્મ દિવસ હતો તો ઇહાના ઢિલ્લો હોસ્પિટલમાં જ તેનાં પરિવાર મેમ્બર્સ અને નજીકનાં મિત્રોની સાથે તેનો જન્મ દિવસ ઉજવ્યો હતો. તેણે હોસ્પિટલમાં કેક કાપી હતી.

    આ પણ વાંચો-પતિને છૂટાછેડા આપવાનું વિચારે છે શિલ્પા શેટ્ટી, બાળકોને પણ સંપત્તિથી દૂર કરવાની ઇચ્છા- મિત્રનો દાવો

    આ બાદ જ્યારે તે હોસ્પિટલમાંથી બહાર આવી તો તેનાં ફેન્સે લાંબા સમય બાદ ઇન્ટરેક્શન કર્યું છે. તેણે તેનાં ઇન્સ્ટાગ્રામ પર કરેલી પોસ્ટમાં લખ્યું છે કે, 'મારા જન્મ દિવસ પર શુભકામનાઓ મોકલવા માટે આપ સૌની ખુબજ આભારી છું. અને આપ સૌનો આભાર. 17 તારીખનાં મારો મોટો એક્સિડન્ટ થયો હતો. જેમાં મારા શરીરમાં 7 ફ્રેક્ચર થઇ ગયા અને 18 તારીખનાં મારા પરિવારનાં મેમ્બર અને મિત્રોએ મારા જન્મ દિવસે કેક કાપી 24 તારીખનાં હું હોસ્પિટલમાંથી બહાર આવી છું.'

    આ પણ વાંચો-શું ગર્ભવતી છે ઐશ્વર્યા રાય બચ્ચન? વીડિયો જોઇ યુઝર્સે કહ્યું- 'હવે તેનું બેબી બમ્પ સ્પષ્ટ દેખાય છે'

    ઇહાના ઢિલ્લોનાં પોસ્ટમાં આગળ લખે છે, 'હું આટલાં બધા આશીર્વાદ અને અદ્ભુત લોકો મેળવી ભાગ્યશાળી અનુભવું છું. જે લોકોને મારા માટે પ્રાર્થના કરી છે, તેમની દુઆઓને કારણે જ હું આજે સુરક્ષિત છું. અને પહેલાની જેમ કામ કરી રહી છું. સ્લિપ ડિસ્ક સેલકર આ એક્સિડન્ટ સુધી, 2021નાં વર્ષ અત્યાર સુધી કંઇ સારુ નથી રહ્યું. આ બાદ પણ હું સ્ટ્રોંગ અનુભવુ છુ અને આપ લોકોનાં આશીર્વાદથી આગળ વધી રહી છું. ' એક્ટ્રેસે કામ પર પરત આવવાં અને ફેન્સને એન્ટરટેઇન કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Entertainment news, Ilhana Dhillon, Salman Khan Actress

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन