#BottleCapChallenge: સલમાને સ્વેગથી પૂર્ણ કરી ચેલેન્જ, VIDEO VIRAL

News18 Gujarati
Updated: July 15, 2019, 11:03 AM IST
#BottleCapChallenge: સલમાને સ્વેગથી  પૂર્ણ કરી ચેલેન્જ, VIDEO VIRAL
વીડિયો શેર કરતાં સલમાન ખાને કેપ્શનમાં લખ્યું કે 'ડોન્ટ થકાઓ, પાની બચાઓ'

વીડિયો શેર કરતાં સલમાન ખાને કેપ્શનમાં લખ્યું કે 'ડોન્ટ થકાઓ, પાની બચાઓ'

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: સોશિયલ મીડિયા પર હાલમાં #BottleCapChallenge ઘણું ટ્રેન્ડ થઇ રહ્યું છે. જેને કારણે શરૂઆતમાં અક્ષય કુમારે તેની સુપર કિકથી બોટલનું ઢાંકણું ખોલ્યુ અને તે બાદ તેને ફોલો કરતાં ઘણાં ફેન્સ અને સ્ટાર્સે આ ચેલેન્જ એક્સેપ્ટ કરી. અને ચેલેન્જ પૂર્ણ કર્યું. પણ સોશિયલ મીડિયા પર કેટલાંક એવાં પણ વીડિયો છે જે ઘણાં ફની હતાં. એવામાં હવે બોલિવૂડનાં ભાઇજાને પણ આ ચેલેન્જ એક્સેપ્ટ કરી લીધી અને એક ખાસ વીડિયો શેર કર્યો છે.

આ પણ વાંચો-VIDEO: જ્યારે સની લિયોને 'બિગ બોસ'માં કર્યો હતો સિઝલિંગ પોલ ડાન્સ

હાલમાં સોશિયલ મીડિયા પર સલમાન ખાન ખુબજ એક્ટિવ છે. અને રવિવારે તે ઇન્સ્ટાગ્રામ પર #BottleCapChallengeને એક્સેપ્ટ કરતાં તેનો વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં તેણે અક્ષય કુમારની જેમ કિક તો

નહોતી મારી પણ તેનાં ફેન્સને એક મેસેજ જરૂરથી આપ્યો હતો.

 




View this post on Instagram




 

Don’t thakao paani bachao


A post shared by Salman Khan (@beingsalmankhan) on






વીડિયોમાં સલમાન કિકની જગ્યાએ ફૂંક મારીને બોટલનું ઢાંકણું ખોલે છે. અને એક ઘુંટડાંમાં બધુ જ પાણી પી લે છે. વીડિયો શેર કરતાં તેણે કેપ્શનમાં લખ્યું છે કે, 'ડોન્ટ થકાઓ, પાણી બચાઓ'. આ વીડિયોથી સ્પષ્ટ છે કે સલમાન તેનાં આ વીડિયો દ્વારા લોકોને પાણી બચાવવાનો મેસેજ આપે છે. આ વીડિયો સલમાને જિમમાં શૂટ કર્યો છે.

આ પણ વાંચો-બિકિનીમાં 12 વર્ષની બાળકી લાગી રહી છે કેટરિના, PHOTOS VIRAL

ફિલ્મની વાત કરીએ તો સલમાન ખાનની 'ભારત' હાલમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. દબંગ ચુલબુલ પાંડે બની નજર આવશે. આ ફિલ્મમાં એક વખત ફરી તેની સાથે સોનાક્ષી સિન્હા નજર આવશે. સોર્સિસની માનીયે તો સલમાનની આ ફિલ્મ 'દબંગ-3' 20 ડિસેમ્બર 2019નાં રિલીઝ થશે.
First published: July 15, 2019, 10:44 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading