Salman Khan:સલમાન ખાનને શર્પદંશ થતા પિતાએ પુછ્યું, 'સાપ તો જીવે છે ને..'
Salman Khan:સલમાન ખાનને શર્પદંશ થતા પિતાએ પુછ્યું, 'સાપ તો જીવે છે ને..'
સલમાન ખાનને શર્પદંશ થતા પિતાએ પુછ્યું, 'સાપ તો જીવે છે ને....'
Salman Khan: સર્પદંશ થતા પિતા સલીમ ખાન (Salim Khan)એ પુછ્યું હતું. કે ઘટના બાદ સાપ તો જીવે છે ને.. તો સલમાન ખાને હસતાં હસતાં કહ્યું હતું કે, 'ટાઇગર ભી જિંદા હૈ ઓર સાપ ભી જિંદા હૈ..'
સલમાન ખાનને જન્મદિવસ (Happy Birthday Salman Khan)નાં એક દિવસ પહેલાં સાપે ડંખ માર્યો હતો. સલમાન ખાને મીડિયા સાથેની વાતચીતમાં સાપે ડંખ માર્યો તે ઘટના અંગે વાત કરી હતી. સાપે એક નહીં પરંતુ ત્રણ વખત સલમાનને ડંખ માર્યો હતો. સલમાન ખાનને (Snake Bite Salman Khan)શરૂઆતમાં લાગ્યું કે સાપ ઝેરી છે, પરંતુ ડોક્ટર્સે જણાવ્યું કે, સાપ ઝેરી ન હોતો. અને તે તેનાં જન્મ દિવસ પણ ઉજવવાનો છે. સલમાન ખાનનો આજે 27 ડિસેમ્બરે 57મો જન્મદિવસ છે. સલમાને અર્પિતા-આયુષ, લુલિયા વન્તરુ સાથે બર્થડે કેક કાપી હતી. આ ઉપરાંત પાર્ટીમાં હોલિવૂડ એક્ટ્રેસ સામંથા લૉકવુડ, સંગીતા બિજલાણી, બોબી દેઓલ, જેનેલિયા ડિસોઝા, કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરા, પ્રોડ્યૂસર સાજિદ નડિયાદવાલા, રમેશ તૌરાણી, સૈફ અલી ખાનનો દીકરો ઈબ્રાહિમ અલી ખાન, ઝહીર ઈકબાલ, નિખિલ દ્વિવેદી, મનીષ પોલ, વત્સલ સેઠ, પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય બાબા સિદ્દીકી સહિતના સેલેબ્સ આવ્યા હતા.
સલમાને પિતાને કહ્યું, ટાઇગર ભી જિંદા હૈ ઔર સાપ ભી..
સાપે ડંખ માર્યો પછી પિતા સલીમ ખાન સાથે શું વાતચીત થઈ તે અંગે સલમાને મજાકમાં કહ્યું હતું, 'પાપાએ પૂછ્યું કે શું થયું? શું સાપ જીવતો છે?' તો મેં કહ્યું, 'ટાઇગર ભી જિંદા હૈ ઔર સાપ ભી જિંદા હૈ.' તેમણે સામે સવાલ કર્યો હતો, 'સાપને મારી તો નથી નાખ્યો ને?' તો જવાબ આપતા કહ્યું, 'મેં સાપને માર્યો નથી. બહુ જ પ્રેમથી તેને છોડી મૂક્યો છે.'
બહેન અર્પિતા ઘણી જ ડરી ગઈ હતી
સલમાને હસતા હસતા કહ્યું હતું, 'સાપે ડંખ માર્યો ત્યારે મારી બહેન અર્પિતા ઘણી જ ડરી ગઈ હતી. જોકે, મારી તો સાપ સાથે મિત્રતા થઈ ગઈ હતી. મેં સાપ સાથે સેલ્ફી લીધી અને પછી તેને છોડી મૂક્યો હતો.'
પાર્ટીમાં સામેલ તમામનાં RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા
સલમાન ખાને એમ પણ કહ્યું હતું કે ઓમિક્રોનના વધતા જોખમને કારણે તમામ પ્રકારની સાવચેતી રાખવામાં આવી હતી. પાર્ટીમાં સામેલ તમામ મહેમાનોના RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તે આગામી 4-5 દિવસ સુધી ફાર્મ હાઉસમાં જ રહેશે. પછી 'ટાઇગર 3'નું શૂટિંગ કરશે. પછી તે 'પઠાન' (ગેસ્ટ રોલ), 'કભી ઇદ કભી દિવાલી'નું શૂટિંગ કરશે. આ ઉપરાંત તે 'બજરંગી ભાઈજાન'ની સીક્વલ 'પવનપુત્ર ભાઈજાન'માં કામ કરશે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર