Home /News /entertainment /

salaar: પ્રભાસ અને શ્રુતિ હાસન સ્ટારર એક્શન-થ્રીલર ફિલ્મનું ટીઝર આ મહિનામાં થશે રીલીઝ

salaar: પ્રભાસ અને શ્રુતિ હાસન સ્ટારર એક્શન-થ્રીલર ફિલ્મનું ટીઝર આ મહિનામાં થશે રીલીઝ

પ્રભાસ અને શ્રુતિ હાસન સ્ટારર એક્શન-થ્રીલર ફિલ્મનું ટીઝર આ મહિનામાં થશે રીલીઝ

ફિલ્મ 'સલાર' (film Salaar)માં પ્રભાસ (Prabhas) ની સાથે શ્રુતિ હાસન (Shruti Haasan) મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ વિશેના તાજેતરના બઝમાં દરિયામાં ફાઇટ સીન પણ શામેલ હોવાનું જાણવા મળ્યું છે. અફવાઓ અનુસાર ફિલ્મની પ્રોડક્શન ટીમે આ સિંગલ એક્શન સીન પર લગભગ 20 કરોડ રૂપિયા ખર્ચ કર્યા

વધુ જુઓ ...
પ્રભાસના ફેન્સ બાહુબલી અભિનેતા (Bahubali Actor Prabhas)ની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'સલાર' (film Salaar)ની રાહ આતુરતાથી જોઈ રહ્યા છે. ચાહકો આ ફિલ્મને લગતી નાની નાની વિગતો (Details About Salaar) પણ જાણવા આતુર છે જેમાં શ્રુતિ હાસન (Shruti Haasan) પણ મુખ્ય ભૂમિકામાં છે. ગુરુવારે, ફિલ્મના નિર્માતાઓએ ફિલ્મના ટીઝરની રિલીઝની તારીખ (Salaar Film Release Date)ની જાહેરાત કરીને સિને પ્રેમીઓની ઉત્સુકતા વધારી દીધી છે. હોમ્બલે ફિલ્મ્સે (Homble Films) ગુરુવારે જાહેરાત કરી હતી કે સલારનું ટીઝર મેના છેલ્લા અઠવાડિયામાં રીલીઝ કરવામાં આવશે.

ફિલ્મ ક્રિટીક અને મૂવી ટ્રેડ એનાલિસ્ટ તરન આદર્શે ટ્વિટર પર આ સમાચારની પુષ્ટિ કરી છે. તેણે લખ્યું, “'SALAAR' TEASER NEXT MONTH… #HombaleFilms - #KGF અને #KGF2 ના નિર્માતા તેમની આગામી PAN-#India ફિલ્મ #Salaar - ના ટીઝરને રીલીઝ કરશે. #પ્રભાસ સ્ટારર - મેના છેલ્લા અઠવાડિયામાં આવશે. # સલારનું નિર્દેશન હિટ મશીન #પ્રશાંતનીલ દ્વારા કરવામાં આવ્યું છે.”

આ ફિલ્મને લઈને પહેલેથી જ ઘણી ચર્ચા ચાલી રહી છે. સલાર તેના અભૂતપૂર્વ એક્શન સીન્સને કારણે પહેલેથી જ ચર્ચામાં છે. પ્રશાંત નીલ દ્વારા લખાયેલી અને દિગ્દર્શિત આ ફિલ્મમાં પ્રભાસની સાથે શ્રુતિ હાસન મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ વિશેના તાજેતરના બઝમાં દરિયામાં ફાઇટ સીન પણ શામેલ હોવાનું જાણવા મળ્યું છે. અફવાઓ અનુસાર ફિલ્મની પ્રોડક્શન ટીમે આ સિંગલ એક્શન સીન પર લગભગ 20 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે.



ફિલ્મની સિક્વલ વિશે પણ અફવાઓ છે અને ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન અને નેટફ્લિક્સ ફિલ્મના ડિજિટલ રાઇટ્સ હસ્તગત લેવાનું વિચારી રહ્યા છે. અફવાઓની માનીએ તો પ્લેટફોર્મ સલારની પ્રોડક્શન ટીમને ઓટીટી રાઇટ્સ માટે 200 કરોડ રૂપિયાની રકમ ઓફર કરી રહ્યા છે. સલારની સત્તાવાર જાહેરાત 2020માં કરવામાં આવી હતી અને તે પ્રભાસ અને કેજીએફ ફેમ ડિરેક્ટર પ્રશાંત નીલ વચ્ચેનો પહેલો પ્રોજેક્ટ છે.

આ ફિલ્મથી કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રભાસ કરિયરની શરૂઆત કરશે. ફિલ્મનું સંગીત રવિ બસરુરે આપ્યું છે, જ્યારે ભુવન ગૌડાને તેની સિનેમેટોગ્રાફીનું કામ સોંપવામાં આવ્યું છે. પ્રભાસને સલાર માટે 100 કરોડ રૂપિયાની ફી મળી રહી હોવાના અહેવાલ છે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે અભિનેતાને ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનનો 10 ટકા હિસ્સો મળશે.

આ પણ વાંચોBeast Review: થલાપથી વિજયના ચાહકોએ એક્શન-થ્રિલરને કહી ‘માઇન્ડબ્લોઇંગ’ અને ‘બ્લોકબસ્ટર’

પ્રભાસ રામાયણ પર આધારિત પૌરાણિક ફિલ્મ આદિપુરુષમાં પણ કામ કરશે. આ ફિલ્મનું દિગ્દર્શન ઓમ રાઉત કરી રહ્યા છે અને તે ટી-સિરીઝ ફિલ્મો અને રેટ્રોફિલ્સના બેનર હેઠળ રિલીઝ થશે. તેમાં કીર્તિ સેનન અને સૈફ અલી ખાન જેવા કલાકારો જોવા મળશે અને 500 કરોડના બજેટ પર નિર્માણ કરવામાં આવ્યું છે.
First published:

આગામી સમાચાર