Home /News /entertainment /Salaam Venky Trailer: દમદાર એક્ટિંગ અને ઇમોશન્સથી ભરપૂર છે 'સલામ વેંકી'નું ટ્રેલર, ડાયલોગ્સ જીતી લેશે તમારુ દિલ

Salaam Venky Trailer: દમદાર એક્ટિંગ અને ઇમોશન્સથી ભરપૂર છે 'સલામ વેંકી'નું ટ્રેલર, ડાયલોગ્સ જીતી લેશે તમારુ દિલ

ફોટો ક્રેડિટ : @kajol ઇન્સ્ટાગ્રામ

કાજોલની ફિલ્મ 'સલામ વેંકી'નું ટ્રેલર ચિલ્ડ્રન્સ ડેના અવસર પર રિલીઝ કરવામાં આવ્યું છે, જે એકદમ ઈમોશનલ છે અને દર્શકો સાથે સીધું કનેક્ટ કરી રહ્યું છે. આ ટ્રેલરમાં કાજોલની જોરદાર એક્ટિંગની સાથે સાથે જબરદસ્ત ડાયલોગ્સ પણ છે.

    બોલિવૂડ એક્ટ્રેસ કાજોલે હિન્દી સિનેમામાં તેની બીજી ઇનિંગ શરૂ કરી છે અને હવે કાજોલ એવા સબ્જેક્ટની ફિલ્મો પસંદ કરી રહી છે જે દર્શકોના દિલને સીધા જ સ્પર્શી જાય. કાજોલ ટૂંક સમયમાં 'સલામ વેંકી'માં જોવા મળશે જેમાં એક બીમાર પુત્ર અને માતાની કહાની દર્શાવવામાં આવશે.

    કાજોલની ફિલ્મનું ટ્રેલર ચિલ્ડ્રન્સ ડેના અવસર પર રિલીઝ કરવામાં આવ્યું છે, જે એકદમ ઈમોશનલ છે અને દર્શકો સાથે સીધું કનેક્ટ કરી રહ્યું છે. આ ટ્રેલરમાં કાજોલની જોરદાર એક્ટિંગની સાથે સાથે જબરદસ્ત ડાયલોગ્સ પણ છે.

    આ પણ વાંચો :  મારા પ્રાઇવેટ પાર્ટ્સને ઘૂરતો રહ્યો અને કહ્યું તારા બ્રેસ્ટની સાઇઝ....સાજિદ ખાન પર વધુ એક એક્ટ્રેસનો ગંભીર આરોપ

    2 મિનિટ 18 સેકન્ડના આ ટ્રેલરમાં કલાકારોની શાનદાર એક્ટિંગ, ઘણા બધા ઇમોશન્સ અને મજાક મસ્તી છે. ટ્રેલરની શરૂઆત કાજોલ અને વિશાલ જેઠવા સાથે થાય છે, જે માતા અને પુત્રની ભૂમિકા ભજવી રહ્યા છે અને બંને ખૂબ જ મસ્તી કરે છે.








    View this post on Instagram






    A post shared by Kajol Devgan (@kajol)






    આખા ટ્રેલરમાં કાજોલ તેના પુત્રની સંભાળ લેતી જોવા મળે છે, પરંતુ આ દરમિયાન વિશાલ તેની માતા પાસે એક માંગ પણ કરે છે. ટ્રેલરમાં રાજેશ ખન્નાનો એક ડાયલોગ પણ છે, જેમાં કાજોલનો દીકરો કહે છે, 'ઝિંદગી લંબી નહીં, બડી હોની ચાહિયે'.

    આ પણ વાંચો :  મારા પ્રાઇવેટ પાર્ટ્સને ઘૂરતો રહ્યો અને કહ્યું તારા બ્રેસ્ટની સાઇઝ....સાજિદ ખાન પર વધુ એક એક્ટ્રેસનો ગંભીર આરોપ

    કાજોલે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 'સલામ વેંકી'નું પોસ્ટર શેર કર્યું છે. આ પોસ્ટર સાથે એક્ટ્રેસે કેપ્શનમાં લખ્યું છે કે, 'મોટા જીવનનું મોટું સેલિબ્રેશન શરૂ થવાનું છે. સુજાતા અને વેંકટેશની અદ્ભુત સફર 9મી ડિસેમ્બરે માત્ર સિનેમાઘરોમાં જુઓ.



    તમને જણાવી દઈએ કે ફિલ્મ 'સલામ વેંકી'નું ડાયરેક્શન રેવતીએ કર્યું છે અને આ ફિલ્મમાં કાજોલની સાથે વિશાલ જેઠવા, રાજીવ ખંડેલવાલ અને આહાના કુમરા પણ ખાસ ભૂમિકામાં જોવા મળશે.
    Published by:Bansari Gohel
    First published:

    Tags: Bollywod, Bollywood Latest News, Kajol, Movie Trailer

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन