Home /News /entertainment /રસપ્રદ : સાજિદ નડિયાદવાલા અને દિવ્યા ભારતીની લવસ્ટોરીમાં ગોવિંદાનો હતો મોટો રોલ, જાણો સંપૂર્ણ સ્ટોરી

રસપ્રદ : સાજિદ નડિયાદવાલા અને દિવ્યા ભારતીની લવસ્ટોરીમાં ગોવિંદાનો હતો મોટો રોલ, જાણો સંપૂર્ણ સ્ટોરી

સાજિદ નડિયાદવાલા અને દિવ્યા ભારતીની લવસ્ટોરી

સાજિદ (Sajid Nadiadwala) નું નામ આવતાની સાથે જ દિવંગત અભિનેત્રી દિવ્યા ભારતી (divya bharti) નું નામ ચોક્કસપણે સામે આવે છે. સાજિદ અને દિવ્યાની પહેલી મુલાકાત ગોવિંદાએ (Govinda) જ કરાવી હતી.

  સાજિદ નડિયાદવાલા (Sajid Nadiadwala) ને બોલિવૂડના પ્રખ્યાત નિર્દેશક-નિર્માતા માનવામાં આવે છે. જોખમ લેવાની ક્ષમતા અને જીદને કારણે સાજીદની એક અલગ ઓળખ છે. સલમાન ખાનની ફિલ્મી સફળlતામાં સાજિદનો મોટો ફાળો છે. સલમાનની 'કિક'નું નિર્દેશન કરીને તેને 'સુલતાન' બનાવનાર સાજિદના ખુદના જીવનમાં અભિનેતા ગોવિંદા (Govinda) નો મોટો રોલ છે. સાજિદનું નામ આવતાની સાથે જ દિવંગત અભિનેત્રી દિવ્યા ભારતી (divya bharti) નું નામ ચોક્કસપણે સામે આવે છે. સાજિદ અને દિવ્યાની પહેલી મુલાકાત ગોવિંદાએ જ કરાવી હતી.

  સાજિદ, ગોવિંદા અને દિવ્યાના શૂટિંગ સેટ પર પહોંચ્યો હતો

  વાસ્તવમાં, 1990માં, ગોવિંદા અને દિવ્યા ભારતી ફિલ્મસિટીમાં ફિલ્મ 'શોલા ઔર શબનમ'નું શૂટિંગ કરી રહ્યા હતા. નાનકડી દિવ્યાની સુંદરતાથી બધા પ્રભાવિત થયા વગર રહી શક્યા નહીં. સાજિદ અને ગોવિંદા સારા મિત્રો પણ છે, એક દિવસ જ્યારે સાજિદ ગોવિંદાને મળવા શૂટિંગ સેટ પર પહોંચ્યો ત્યારે ગોવિંદાએ સાજિદનો પરિચય દિવ્યા સાથે કરાવ્યો. સાજિદને પહેલી નજરમાં જ દિવ્યા ખૂબ ગમી ગઈ હતી. સાજિદ હવે ગોવિંદાને મળવાના બહાને રોજ સેટ પર પહોંચવા લાગ્યો અને ધીરે ધીરે સાજિદ-દિવ્યા એકબીજાને પસંદ કરવા લાગ્યા.

  સાજીદ નડિયાદવાલાને દિવ્યા ગમી

  જ્યારે સાજિદ-દિવ્યાનો પ્રેમ (Sajid Nadiadwala Divya Bharti Love story) ખીલ્યો ત્યારે બંનેએ સાથે મળીને જીવન વિતાવવાનું નક્કી કર્યું. આ નિર્ણય થોડો ઉતાવળિયો હતો, પરંતુ તેની પાછળ એક રસપ્રદ કિસ્સો પણ છે. સાજિદના કહેવા પ્રમાણે, દિવ્યાએ તેની સાથે જલ્દી લગ્ન કરવાની માંગ કરી હતી. મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં સાજિદે કહ્યું હતું કે, 'વર્ષ 1992ની 15 જાન્યુઆરી હતી જ્યારે દિવ્યાએ તેને કહ્યું કે ચાલો લગ્ન કરીએ'. વાસ્તવમાં, દિવ્યાનું નામ તેના અન્ય કો-સ્ટાર સાથે જોડવામાં આવી રહ્યું હતું, જેના કારણે અભિનેત્રી ખૂબ જ નારાજ હતી. આ અફવાઓનો યોગ્ય જવાબ આપવા માટે, તે સાજિદ સાથે ઘર વસાવવા માંગતી હતી.

  દિવ્યા ભારતીએ સાજિદ નડિયાદવાલા સાથે લગ્ન કર્યા હતા

  સાજિદ અને દિવ્યાના લગ્ન 10 મે 1992ના રોજ થયા હતા. વર્સોવામાં સાજિદના તુલસી એપાર્ટમેન્ટમાં કાઝીએ તેમના લગ્ન કરાવ્યા. દિવ્યાએ લગ્ન પહેલા ઈસ્લામ અંગીકાર કરવો પડ્યો અને તેનું નામ સના રાખવામાં આવ્યું. સાજિદે કહ્યું હતું કે, 'લગ્ન કર્યા પછી અમે વાત છુપાવી રાખી હતી કારણ કે દિવ્યાની કરિયરની શરૂઆત જ હતી. જો લગ્નની વાત બહાર આવી હોત તો કદાચ નિર્માતાઓ પરેશાન થઈ ગયા હોત.

  આ પણ વાંચોકપિલ શર્મા શોમાં ‘ધકધક ગર્લ’ માધુરીએ વિખેર્યો જાદુ, ડોલા રે પર કર્યો ધમાલ ડાન્સ

  જોકે, દિવ્યા-સાજિદનું લગ્નજીવન લાંબુ ટકી શક્યું નહીં. લગ્નના એક વર્ષમાં જ દિવ્યાનું તેના એપાર્ટમેન્ટમાં નીચે પડી જતાં મોત થયું હતું. મૃત્યુના કારણને લઈને સાજિદ પર ઘણા આરોપો હતા, પરંતુ તેની વિરુદ્ધ કોઈ પણ પ્રકારના પુરાવા ન મળ્યા અને કેસ બંધ થઈ ગયો.
  Published by:kiran mehta
  First published:

  Tags: Birthday Special, Birthday જન્મદિવસ, Celebrities Birthday

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन