Home /News /entertainment /Sajid Khan : સાજીદને મળીને રોઈ પડી ફરાહ ખાન, કહ્યું, ભાઈ! મમ્મીને તારા પર ગર્વ છે, ભારે ઈમોશનલ ડ્રામા

Sajid Khan : સાજીદને મળીને રોઈ પડી ફરાહ ખાન, કહ્યું, ભાઈ! મમ્મીને તારા પર ગર્વ છે, ભારે ઈમોશનલ ડ્રામા

sajid khan farah khan

SAJID KHAN VIDEO: દિગ્દર્શક ફરાહ ખાન ભાઈ સાજિદ ખાનને મળવા અને સપોર્ટ આપવા માટે બિગ બોસના ઘરે ગઈ હોવાનું એક વિડીયોમાં જોવા મળે છે. આ વિડીયો જોઈ ફેન્સ ઈમોશનલ થઈ ગયા હતા.

    BIG BOSS 16: બિગ બોસ 16ના એપિસોડમાં લાગણીસભર ક્ષણો જોવા મળવાના છે. તાજેતરના એપિસોડમાં કોરિયોગ્રાફર અને ફિલ્મમેકર ફરાહ ખાન શોમાં પ્રવેશી હતી અને પોતાના ભાઈ સાજિદ ખાનને મળીને રડી પડી હતી. પરિવાર વચ્ચેના આ મિલનથી ઘરના સભ્યોની આંસુ આવી ગયા હતા.

    એપિસોડના પ્રોમો વિડીયોમાં દિગ્દર્શક ફરાહ ખાન ભાઈ સાજિદ ખાનને મળવા અને સપોર્ટ આપવા માટે બિગ બોસના ઘરે ગઈ હોવાનું જોવા મળે છે. ઓનલાઇન શેર કરવામાં આવેલા વિડીયોમાં ફરાહ ટાસ્કના ભાગરૂપે સ્ટેચ્યુ મોડમાં રહેલા સાજિદને ગળે લગાવતી જોવા મળે છે. ફરાહ તેને કહે છે કે તેને સાજીદની ખોટ સાલે છે, મમ્મીને તેના પર ગર્વ છે અને ઉમેરે છે કે તેણે તેને રૂબરૂમાં જોયાને ત્રણ મહિના થયા છે.

    આ ઉપરાંત ફરાહ ખાન શિવ ઠાકરે, એમસી સ્ટેન અને અબ્દુ રોજિકને પણ મળે છે. તેમને ગળે લગાવતા તેમણે કહ્યું કે, આ શોમાં પહેલા તેનો માત્ર એક જ ભાઈ હતો, પરંતુ હવે તેને વધુ ત્રણ ભાઈઓ મળ્યા છે. આ મંડળી મળવા બદલ તે સાજિદને ભાગ્યશાળી હોવાનું પણ કહે છે.

    અન્ય એક વિડીયોમાં ફરાહ ખાન પણ પ્રિયંકા ચહરને ગળે લગાવતી જોવા મળી રહી છે અને તેને બિગ બોસ હાઉસની દીપિકા પાદુકોણ કહેતી હોવાનું પણ જોવા મળે છે. ભાઈ-બહેન વચ્ચેની આ મુલાકાતની ઝલક ColorsTV દ્વારા ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવી હતી. વિડીયોના કેપ્શનમાં લખ્યું છે, ઘરમાં સાજીદને મળવા ફરાહ ખાન આવી.

    થોડા દિવસો પહેલા સાજિદ ખાન અને શિવ ઠાકરે બિગ બોસ અર્ચના ગૌતમ પ્રત્યે પક્ષપાતી હોવાની ચર્ચા કરતા જોવા મળ્યા હતા. તેમના મત મુજબ અર્ચનાએ ઘરમાં દરેક સાથે ઝઘડા કર્યા છે. શિવ પર શારીરિક હુમલો કરવા બદલ તેને હાંકી કાઢવામાં આવી હતી. ત્યારબાદ ફરી તેની એન્ટ્રી થઈ હતી. એમ.સી. સ્ટેન સાથેના તેના મોટા ઝઘડા બાદ બંને અર્ચનાના વર્તન અંગે ચર્ચા કરતા જોવા મળે છે.

    VIDEO: દ્વારકાનો નાથ મારો... સાંભળીને કમાભાઈ ફોર્મમાં આવી ગયા,કિર્તીદાન અને માયાભાઈની સામે નાગિન ડાન્સ કર્યો

    સાજિદ ખાન એમસી સ્ટેનને અર્ચના અને તે બંને ખોટા હોવાનું કહે છે. બીજી તરફ એમસી સ્ટેનની દલીલ કરે છે કે બિગ બોસ અર્ચનાના પક્ષમાં છે. સાજિદ આ બાબતે સંમત થાય છે. શિવ પણ અર્ચનાની ભૂલોની અવગણવા કરવામાં આવતી હોવાનું કહે છે.

    " isDesktop="true" id="1316832" >

    અહીં ઉલ્લેખનીય છે કે, બિગ બોસ 16 સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 10 વાગ્યે કલર્સ ટીવી પર જોઈ શકાય છે. વીકએન્ડ એપિસોડ્સમાં સલમાન ખાનનો વીકએન્ડ કા વાર હોય છે, તે એપિસોડ્સ રાત્રે 9.30 વાગ્યે પ્રસારિત થાય છે. આ શો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ વૂટ સિલેક્ટ પર પણ જોઈ શકાય છે.
    Published by:Mayur Solanki
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन