Home /News /entertainment /ગૌહર ખાન સાથે સગાઈ થઈ ત્યારે મારું કેરેક્ટર ઢીલું હતું, વાયરલ થયો સાજીદ ખાનનો જૂનો Video

ગૌહર ખાન સાથે સગાઈ થઈ ત્યારે મારું કેરેક્ટર ઢીલું હતું, વાયરલ થયો સાજીદ ખાનનો જૂનો Video

સાજિદ ખાનનો ધડાકો

Saijd Khan Kiran Juneja Video: સાજિદ ખાન અને ગૌહર ખાન વચ્ચે સગાઈ તૂટી ગઈ હતી. એ સમયનો એક VIDEO વાયરલ થયો છે. જેમાં સાજિદે ઘણા ધડાકા કર્યા છે.

  મુંબઈ: ફિલ્મ નિર્દેશક સાજિદ ખાન(Sajid Khan) આજકાલ ફરીથી ચર્ચામાં છે. સલમાન ખાન (Salman Khan)ના રિયાલિટી શો બિગ બોસ 16 (Bigg Boss 16)માં સાજીદની એન્ટ્રી થયા બાદ સોશિયલ મીડિયા પર અલગ જ વિવાદ ઉભો થયો છે. કેટલાક સાજીદને ટીવી પર જોવાનું પસંદ કરે છે, જ્યારે કેટલાક તેમને જોયા પછી સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો કાઢી રહ્યા છે. સાજિદને નેશનલ ટીવી પર આ રીતે જોઈને યૂઝર્સ શોના મેકર્સ અને સલમાન ખાન પર સતત સવાલ કરી રહ્યા છે. આ દરમિયાન સાજિદ ખાનનો એક થ્રોબેક ઇન્ટરવ્યુ વિડીયો ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવી રહ્યો છે.

  આ વિડીયોમાં સાજિદ પોતાના જૂના સંબંધો વિશે વાત કરતા જોવા મળી રહ્યા છે. વિડીયોમાં જોઈ શકાય છે કે સાજિદ એક્ટ્રેસ ગૌહર ખાન સાથે પોતાની સગાઈનો સ્વીકાર કરી રહ્યો છે અને કહે છે કે તેણે અનેક લિંકઅપ છતાં ક્યારેય લગ્ન ન કર્યા નથી. આ થ્રોબેક વિડીયો સામે આવતાં સોશિયલ મીડિયા યુઝર્સનો ગુસ્સો વધુ ભડકી ગયો છે.

  'કોશિશ સે કામિયાબી તક'માં સાજિદે કર્યો ખુલાસો

  સાજિદ ખાનનો આ વિડીયો એક રેડિટ યુઝરે શેર કર્યો છે. આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં યુઝર્સે તેમને ટ્રોલ કર્યા છે અને તેમના પર નિશાન સાધ્યું છે. આ થ્રોબેક વિડીયોમાં સાજિદ કિરણ જુનેજા સાથે તેના શો 'કોશિશ સે કામિયાબી તક'માં વાત કરતો જોવા મળે છે. જ્યારે હોસ્ટ કિરણ જુનેજાએ તેને ગૌહરથી અલગ થવા વિશે પૂછ્યું ત્યારે સાજિદે કહ્યું, 'મારું પાત્ર તે સમયે ઢીલું હતું. હું તે સમયે છોકરીઓ સાથે ફરતો હતો અને ઘણું ખોટું બોલતો હતો. મેં આવી કોઈ ગેરવર્તણૂક નહોતી કરી પણ દરેક છોકરીને કહેતો હતો કે, 'હું તને પ્રેમ કરું છું, શું તું મારી સાથે લગ્ન કરીશ'. તેના પર કિરણ તેને કહે છે કે ઘણી છોકરીઓ આ અફેરમાં સિરિયસ બની ગઈ હશે. સાજિદ કહે છે ખુબ વધારે. આમાં મારે અત્યાર સુધીમાં સાડા ત્રણસો લગ્ન થઈ જવા જોઈતા હતા.

  આ પણ વાંચો: 'ઘરે બોલાવીને પગ બતાવવા કહ્યું, બ્રેસ્ટ સાઇઝ પણ પૂછી', હવે ભોજપુરી એક્ટ્રેસે ખોલી સાજિદની ગંદી હરકતોની પોલ

  ઘણી મહિલાઓ મને ગાળો આપતી હશે: સાજીદ

  સાજીદે વધુમાં એમ પણ કહ્યું કે, તેમના જીવનમાં આવેલી તમામ મહિલાઓ તેમને યાદ કરતી હશે અને સાથે તેમને ગાળો પણ આપતી હશે. સાજીદે પોતાના જીવનમાં 'આઈ લવ યુ' શબ્દને સેલ્ફીશ ગણાવ્યો છે સાથે જ જણાવ્યું કે કોઈ પણ રિલેશનશિપમાં દોસ્તી વધુ મહત્વપૂર્ણ હોય છે. તેમના અનુસાર, ભારતમાં અરેન્જ મેરેજ વધુ લાબું ટકે છે, કારણ કે બંને વ્યક્તિઓ વચ્ચે લગ્ન બાદ દોસ્તી વિકસિત કરવામાં સમય લાગે છે. જેનાથી તેમને પોતાના સંબંધો જાળવવામાં મદદ મળે છે.  ઉલ્લેખનીય છે કે, સાજીદ ખાન પર વર્હસિ 2018માં 'મીટૂ મૂવમેન્ટ' દરમિયાન ઘણી એક્ટ્રેસે પોતાના પર શોષણનો આરોપ લગાવ્યો હતો. આ આરોપ એટલા ગંભીર હતા કે સાજીદને ફિલ્મ હાઉસફૂલ 4ના નિર્દેશક તરીકે પણ હટાવી દેવાયા હતા. જે બાદ તેઓ કેટલાક સમય માટે લાઈમલાઈટથી દૂર રહ્યા હતા. જોકે, તેઓ હવે બોગ બોસ 16 દ્વારા ફરીથી કેમેરા સામે પરત ફર્યા છે. જેને લઈને સોશ્યલ મીડિયા પર લોકો તેમના પર રોષ ઠાલવી રહ્યા છે અને સાજીદને શોમાંથી બહાર કાઢી મૂકવાની માંગ કરી રહ્યા છે.
  First published:

  Tags: Bollywod, Bollywood affairs, Me Too, Sajid-khan, Viral videos

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन