Sajid Khan Birthday: સાજિદ ખાન 15 વર્ષની ઉંમરે જેલમાં ગયો હતો, ખુબ મુશ્કેલીમાં વિત્યું બાળપણ

સાજિદ ખાન જન્મદિવસ

બોલિવૂડ એક્ટ્રેસ દિયા મિર્ઝાએ કહ્યું હતું કે સાજિદ ખૂબ જ મૂર્ખ વ્યક્તિ છે અને મહિલાઓની મજાક ઉડાવે છે. આહાના કુમરાએ કહ્યું- સાજિદે મને પૂછ્યું- જો હું તને 100 કરોડ આપું તો શું તું કૂતરા સાથે સેક્સ કરશે?

 • Share this:
  મુંબઈ : બોલિવૂડ (Bollywood) ડિરેક્ટર (Director) સાજિદ ખાન (Sajid Khan) આજે (23 નવેમ્બર) પોતાનો જન્મદિવસ (Birthday) ઉજવી રહ્યો છે. તેનો જન્મ વર્ષ 1971માં આ દિવસે મુંબઈ (Mumbai)માં થયો હતો. જ્યારે તે છ વર્ષનો હતો ત્યારે તેના માતાપિતા અલગ થઈ ગયા હતા. તેનું બાળપણ (Childhood) અત્યંત ગરીબીમાં વીત્યું હતું. તમામ મુસીબતો સામે લડ્યા બાદ તેણે બોલિવૂડમાં પોતાની એક અલગ ઓળખ બનાવી. તેમના જન્મદિવસ નિમિત્તે જાણીએ તેમની સાથે જોડાયેલી કેટલીક

  અજાણી વાતો-

  સાજિદ ખાન MeToo મોમેન્ટને કારણે વિવાદોમાં રહ્યો છે. સલોની ચોપડા, પ્રિયંકા બોઝ, અહના કુમરા જેવી ઘણી અભિનેત્રીઓ, ફિલ્મ નિર્માતાઓ અને મોડલ સાજીદ પર યૌન શોષણનો આરોપ લગાવી ચુકી છે. આ પછી તેણે હાઉસફુલ 4 ના નિર્દેશકનું પદ છોડી દીધું હતું.

  હાઉસફુલ, હિમ્મતવાલા, હે બેબી જેવી ફિલ્મોનું દિગ્દર્શન કરનાર સાજિદ ખાન કોરિયોગ્રાફર ફરાહ ખાનનો ભાઈ છે. સાજિદે તેની કારકિર્દીની શરૂઆત દૂરદર્શનના શો મેં ભી જાસૂસથી કરી હતી.

  આ પછી, વર્ષ 1996 માં, તેણે મ્યુઝિકલ કાઉન્ટડાઉન શો એકે પે એક્કા હોસ્ટ કર્યો. આ શોનું નામ લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે.

  સાજિદનું બાળપણ ખૂબ જ મુશ્કેલ હતું. જ્યારે સાજીદના માતા-પિતાએ છૂટાછેડા લીધા ત્યારે સાજીદ ખાન માત્ર છ વર્ષનો હતો. સાજિદના પિતા ફિલ્મ નિર્માતા હતા. પરંતુ નિષ્ફળતાના કારણે તેણે દારૂ પીવાનું શરૂ કર્યું. જેના કારણે તેનું લીવર ડેમેજ થયું હતું.

  જ્યારે સાજિદ 14 વર્ષનો હતો ત્યારે તેના પિતાનું અવસાન થયું હતું. સાજિદ ખાનની બહેન ફરહા ખાને પરિવારની સંભાળ રાખવા માટે બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ કર્યું હતું. સાજિદ ધોરણ 10માં ત્રણ વખત નાપાસ થયો છે.

  ફિલ્મ અભિનેત્રી બિપાશા બાસુએ કહ્યું હતું કે સાજિદ ખાનનું સેટ પર મહિલાઓ સાથેનું વર્તન વિચિત્ર હતું જેનાથી મને ખૂબ જ પરેશાની થતી હતી. સાજીદ ગંદી મજાક કરતો હતો અને મહિલાઓ સાથે અસભ્ય વર્તન કરતો હતો.

  બોલિવૂડ એક્ટ્રેસ દિયા મિર્ઝાએ કહ્યું હતું કે સાજિદ ખૂબ જ મૂર્ખ વ્યક્તિ છે અને મહિલાઓની મજાક ઉડાવે છે. આહાના કુમરાએ કહ્યું- સાજિદે મને પૂછ્યું- જો હું તને 100 કરોડ આપું તો શું તું કૂતરા સાથે સેક્સ કરશે?

  સાજિદ ખાને શો એન્ટરટેઈનમેન્ટ કી રાતમાં કહ્યું હતું કે તે 15 વર્ષની ઉંમરે જેલમાં ગયો છે. સાજિદે જણાવ્યું કે તે તેના મિત્ર સાથે બ્રુસ લીની ફિલ્મ જોવા ગયો હતો. તે ફિલ્મ જોઈને ઘરે પરત ફરી રહ્યો હતો. પછી તેણે મિત્રને કહ્યું કે તે રેલ્વે ટ્રેકની વચ્ચેથી ચાલીને ઘરે જશે.

  આ પણ વાંચોSaroj Khan Birthday: 13 વર્ષની ઉંમરે તેના કરતા 30 વર્ષ મોટા પુરુષ સાથે સરોજ ખાને કર્યા હતા લગ્ન

  સાજિદે જણાવ્યું કે આ પછી કોન્સ્ટેબલે અમને બંનેને પકડી લીધા. સાજીદ કહે છે કે જ્યારે હું દોડ્યો તો કોન્સ્ટેબલે લાકડી મારી. સાજીદ કહે છે કે અમને આખી રાત લોકઅપમાં રાખવામાં આવ્યા હતા. જો કે, સવારે એક પોલીસ અધિકારી આવ્યો અને અમારી વાતથી પ્રભાવિત થઈને અમને છોડી દીધા.
  Published by:kiran mehta
  First published: