Home /News /entertainment /Bigg Boss 16 : શૉમાંથી આ કંટેસ્ટન્ટની હકાલપટ્ટી નક્કી, સલમાન ખાનના સપોર્ટનો પણ નહીં થાય ફાયદો
Bigg Boss 16 : શૉમાંથી આ કંટેસ્ટન્ટની હકાલપટ્ટી નક્કી, સલમાન ખાનના સપોર્ટનો પણ નહીં થાય ફાયદો
આ કંટેસ્ટન્ટની બિગ બૉસમાં એન્ટ્રીથી હંગામો
Bigg Boss: બિગ બૉસ 16માં આ વખતે ઘણા સેલેબ્સ કંટેસ્ટન્ટ તરીકે આવ્યા છે. જો કે એક કંટેસ્ટન્ટની એન્ટ્રીથી ઘણો હંગામો મચ્યો છે. આ શૉ પર તે કંટેસ્ટન્ટને લઇને ઘણો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તેને બહાર કાઢવાની માંગ કરવામાં આવી રહી છે.
Bigg Boss 16 : સલમાન ખાનના મોસ્ટ પોપ્યુલર શૉ બિગ બૉસમાં હાલમાં જ સાજિદ ખાનની એન્ટ્રીએ સૌને ચોંકાવ્યા છે. પ્રીમિયરના દિવસે સાજિદ ખાનની એન્ટ્રી શૉમાં સૌથી છેલ્લે થઇ હતી. આ દરમિયાન દર્શકોથી લઇને કન્ટેસ્ટન્ટ પણ ચોંક્યા હતા. તે પણ સાજિદને પૂછી રહ્યાં હતાં કે તે અહીં કન્ટેસ્ટન્ટ તરીકે આવ્યા છે? જે બાદ સાજિદ હામાં જવાબ આપે છે. જો કે સાજિદના બિગ બૉસમાં આવ્યા બાદ ઘણો હોબાળો મચ્યો છે. ઘણા સેલેબ્સે સાજિદ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે અને આ કારણે જ શૉ પણ ભૂંડી રીતે ટ્રોલ થઇ રહ્યો છે. સોશિયલ મીડિયા પર સાજિદને શૉમાંથી હાંકી કાઢવાની માગ કરવામાં આવી રહી છે. આ વચ્ચે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
સાજિદ થશે ઘરમાંથી બહાર
બિગ બૉસના પ્રોડક્યુસર્સ આ વિરોધથી ખૂબજ પરેશાન છે અને તેમને ડર સતાવી રહ્યો છે કે ક્યાંક આ કારણે તેના શૉ પર નેગેટિવ અસર ન થાય. આ જ કારણ છે કે તેઓ હવે એક નિર્ણય લેવા માગે છે. રિપોર્ટ અનુસાર, સાજિદને શૉમાંથી બહાર કરવા અંગે ચર્ચા ચાલી રહી છે અને બની શકે છે કે જલ્દી જ સાજિદને ઘરમાંથી બહાર કરવામાં આવે.
હવે આવું થશે કે નહીં તે તો આવનારા એપિસોડમાં જ જાણવા મળશે. આમ તો સાજિદને લઇને જે વિરોધ થઇ રહ્યો છે તે એટલા માટ થઇ રહ્યો છે કારણ કે તેના પર મીટૂ મૂવમેન્ટ દરમિયાન શારીરિક શોષણનો આરોપ લગાવવામાં આવ્યો હતો. સાજિદના બિગ બૉસમાં આવ્યા બાદ સિંગર સોના મહાપાત્રા, એક્ટ્રેસ મંદાના કરીમીએ તેનો ખૂબ વિરોધ કર્યો. તેવામાં મંદાનાએ તો ત્યાં સુધી કહી દીધું કે તે બોલીવુડ છોડી રહી છે. ત્યાં જિયા ખાનની બહેને પણ સાજિદ પર હાલમાં જ આરોપ લગાવ્યો છે અને તે બાદ સાજિદને લઇને વિવાદ વધતો જઇ રહ્યો છે.
દરરોજ સાજિદને લઇને સોશિયલ મીડિયા પર વિરોધ થાય છે. કેટલાંક તો સલમાન ખાનનો પણ વિરોધ કરી રહ્યા છે કારણ કે સાજિદ, સલમાન ખાનનો મિત્ર છે. જો કે આટલા વિરોધ બાદ મેકર્સ કોઇ નિર્ણય લે તો કદાચ સલમાને પણ તે નિર્ણય માનવો પડશે. પરંતુ શું થશે તે તો સમય આવ્યે જ જાણવા મળશે. સાજિદ વિશે તમને જણાવી દઇએ કે તે બોલીવુડનો પોપ્યુલર ફિલ્મ મેકર છે. તેણે પોતાના કરિયરમાં અનેક હિટ ફિલ્મો આપી છે. જો કે પાછલા ઘણા વર્ષોમાં તેની ફિલ્મો કંઇ ખાસ કમાલ નથી કરી શકી. લાસ્ટ તેની ફિલ્મ હાઉસફુલ 4 રિલીઝ થઇ હતી, જેને તેણે પ્રોડ્યુસ કરી હતી. ત્યાં ડાયરેક્ટર તરીકે તેની છે્લી ફિલ્મ હમશકલ હતી જે 2014માં રિલીઝ થઇ હતી.
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર