#MeToo: મારા બ્રેસ્ટ વિશે વાત કરતા સાજિદે મને કપડાં કાઢવા કહ્યું હતું

News18 Gujarati
Updated: October 12, 2018, 1:48 PM IST
#MeToo: મારા બ્રેસ્ટ વિશે વાત કરતા સાજિદે મને કપડાં કાઢવા કહ્યું હતું
સાજીદ ખાન અને એક્ટ્રેસ રશેલ વ્હાઇટ

સાજિદે અશ્લીલ વાતો કરવાનું શરૂ કરી દીધુ બાદમાં ગંદી હરકત કરી.

  • Share this:
મુંબઇ: હજી એક દિવસ પહેલા જ કરિશ્મા ઉપાધ્યાયે પ્રખ્યાત બોલિવુડ ફિલ્મ મેકર સાજિદ ખાન પર એક ઈન્ટરવ્યુ દરમિયાન યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. તો તેની એક્સ આસિસ્ટંટ ડિરેક્ટર સલોની ચોપરાએ પણ સાજિદ ખાન પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. સાજીદ ખાન પર આરોપ લગાવવામાં એક એક્ટ્રેસ અને એક મહિલા પત્રકાર પણ છે. બંનેએ ટ્વિટર પર તેમની આપવીતી જાહેર કરી છે.

સીનિયર પત્રકારે પણ સાજિદ પર ગંભીર આરોપ લગાવતા વર્ષ 2000માં તેની સાથે બનેલી ઘટના અંગે વાત કરી છે કે, જ્યારે હું સાજિદનો ઇન્ટરવ્યું લેવા તેનાં ઘરે ગઇ તો તે દરમિયાન સાજિદે અશ્લીલ વાતો કરવાનું શરૂ કરી દીધુ બાદમાં ગંદી હરકત કરી. જ્યારે હું ત્યાંથી જવા લાગી તો તેણે મને જબરદસ્તી કિસ કરવાનો પ્રયાસ કર્યો હું તેને ધક્કો મારીને ભાગી ગઇ.''

રશેલ વાઈટે ટ્વીટ કરતા કહ્યું કે, મને સલોની ચોપડાની વાત પર પૂર્ણ વિશ્વાસ છે. જ્યારે ‘હમશક્લ’ માટે મારે સાજિદ ખાનને મળવાનું હતું ત્યારે તેમણે મને કોલ કરીને તેમના ઈસ્કોન જુહૂ સ્થિત ઘરે મળવા બોલાવી હતી. મેં તેમને ફોનમાં જણાવ્યું પણ ખરું કે ઘરે મળવામાં મને કમ્ફર્ટેબલ ફીલ નહીં થાય. પરંતુ તેમણે મને કહ્યું કે, ઘરે મારા મમ્મી પણ હશે અને તે આપણી સાથે જ હશે તેથી ઘરે જ આવી જા. હું જ્યારે તેમના ઘરે પહોંચી ત્યારે તેમની મેડે મને ડ્રોઈંગ રૂમમાંથી સાજિદનાં બેડરૂમ તરફ મોકલી દીધી.તેઓ તેમના રૂમમાં કસરત કરી રહ્યા હતા. ત્યારે મે બ્લૂ જીન્સ અને વ્હાઈટ ટોપ પહેર્યું હતું. સાજિદ મને એવી રીતે જોઈ રહ્યા હતા જાણે મે શરીર પર એક પણ કપડું ના પહેર્યું હોય. તેઓ મારી નજીક આવ્યા અને મારી સાથે મારા બ્રેસ્ટ વિશે વાત કરવા લાગ્યા. આટલું ઓછુ હોય તેમ તેમણે મને કહ્યું કે હું અહીં જ મારા કપડા ઉતારી દો. કારણકે એમ પણ ફિલ્મમાં તો મારે બિકીની પહેરવાની છે. પરંતુ હું તેમની આ વાતને નહીં સ્વિકારી ત્યાંથી ચાલી ગઈ. રેચલે ટ્વીટમાં એમ પણ લખ્યુ છે કે, હું સાજિદની ઓફિસમાં બિકીનીમાં ઓડિશન આપવા તૈયાર છુ પણ તેના ઘરે બેડરૂમમાં નહીં.
First published: October 12, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading