ઋષિ કપૂરે દિલીપ કુમાર અને રાજ કપૂરની દોસ્તી જીવંત રાખી, સાયરા બાનોએ શેર કરી ખાસ નોટ

દિલીપ કુમાર, ઋષિ કપૂર

દિગ્ગજ અભિનેતા દિલીપ કુમાર (Dilip Kumar) અને તેમના પત્ની સાયરા બાનો (Saira Banu)એ અભિનેતા ઋષિ કપૂરને શ્રદ્ધાંજલિ આપી છે.

 • Share this:
  મુંબઈ : બોલિવૂડ (Bollywood)ના દિગ્ગજ કલાકાર ઋષિ કપૂર (Rishi Kapoor)ના નિધનથી દુનિયાભરના તેમના પ્રશંસકો આઘાતમાં છે. બોલિવૂડ અભિનેતા ઇરફાન ખાન (Irrfan Khan)ના મોતના 24 કલાક બાદ જ ઋષિ કપૂરે દુનિયાને અલવિદા કહી દીધું હતું. 67 વર્ષીય ઋષિ કપૂર લાંબા સમયથી કેન્સરની બીમારીથી પીડિતા હતા. 30મી એપ્રિલે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તમામ દિગ્ગજ કલાકારોએ ઋષિ કપૂરના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતું. હવે અભિનેત્રી સાયરા બાનો (Saira Banu)એ ઋષિ કપૂરને શ્રદ્ધાંજલિ આપી છે.

  દિગ્ગજ અભિનેતા દિલીપ કુમાર (Dilip Kumar) અને તેમની પત્ની સાયરા બાનોએ ઋષિ કપૂરને શ્રદ્ધાંજલિ આપી છે. દિલીપ કુમારના ટ્વિટર હેન્ડલ પર સાયરા બાનોએ લખ્યું છે કે, "ઋષિ કપૂરથી અઢળક પ્રેમ મળ્યો. તેઓ હંમેશા એવું કરતા હતા કે તે પ્રેમથી પોતીકું થઈ જાય છે. તેઓ પોતાના પારંપારિક રીતથી દરેક પારિવારિક પ્રસંગમાં આમંત્રણ મોકલતા હતા. ઋષિ કપૂર હંમેશા જોડાયેલા રહ્યા અને તેમણે દિલીપ કુમાર અને રાજ કપૂરની દોસ્તીને હંમેશા જીવતી રાખી."

  દિલીપ કુમારના ટ્વિટર હેન્ડલ પરથી સાયરા બાનોએ આ વાત શેર કરી હતી. બૉલિવૂડના ટ્રેજેડી કિંગ દિલીપ કુમારની ઉંમર 97 વર્ષ થઈ ચૂકી છે. ઉંમરના આ પડાવમાં તેમની તબીયત પર નરમ-ગરમ રહે છે. જોકે,સાયરા બાનો તેમનું ખૂબ ધ્યાન રાખે છે.

  બોલિવૂડના ઉત્તમ તારાઓમાંથી એક એવા ઋષિ કપૂર ગુરુવારે સાંજે પંચતત્વમાં વિલીન થઈ ગયા. તેમના પાર્થીવ શરીરને અલવિદા કહેતી અમુક તસવીરો સામે આવી છે, આ તસવીરોમાં રણબીર કપૂર, નીતૂ કપૂર અને આલિયા ભટ્ટની આંખ ભીની થયેલી જોવા મળી.

  નોંધનીય છે કે લૉકડાઉનને પગલે તેમના અંતિમ દર્શન કરવાનો મોકો અમુક લોકોને જ મળ્યો હતો. એટલે સુધી કે ઋષિ કપૂરની દીકરી રિદ્ધિમા કપૂર પણ દિલ્હીમાં જ ફસાયેલી રહી હતી. કોઈ દીકરી માટે આનાથી મોટું દુઃખ શું હોઈ શકે કે તેણી તેના પિતાના અંતિમ સંસ્કારમાં હાજર ન રહી શકે.
  Published by:Vinod Zankhaliya
  First published: