સાયરા બાનોએ આપી દિલીપ કુમારની હેલ્થ અપડેટ, કહ્યું-'તેમની તબિયત સારી નથી, દુઆ કરો'

સાયરા બાનોએ આપી દિલીપ કુમારની હેલ્થ અપડેટ, કહ્યું-'તેમની તબિયત સારી નથી, દુઆ કરો'
દીલિપ કુમારની તબિયત લથડી

સાયરા બાનો (Saira Banu) જ છે જે વર્ષોથી પતિ દિલીપ કુમાર (Dilip Kumar)ની દેખભાળ કરી રહી છે. સાયરા બાનોએ હાલમાં જ દિલીપ કુમારનાં હેલ્થ અંગે માહિતી આપી છે. જેમાં તેણે જણાવ્યું કે, દિલીપ કુમાર હાલમાં ઘણાં જ કમજોર છે અને તેમની ઇમ્યૂનિટી ખુબજ ઓછી થઇ ગઇ છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડની દિગ્ગજ અદાકારા સાયરા બાનો (Saira Banu) અને દિલીપ કુમાર બોલિવૂડનાં તે કપલ્સમાંથી છે જેમનાં પ્રેમની મિશાલ આપવામાં આવે છે. બંનેનાં લગ્નને 54 વર્ષ થઇ ગયા છે. આજે પણ બંને એકબીજાનો સાથ નિભાવી રહ્યાં છે. બંનેનાં પ્રેમમાં આજે પણ કોઇ કમી નથી આવી. દિલીપ કુમારનાં સ્વાસ્થ્ય (Dilip Kuamr Health Update) ગત ઘણાં વર્ષોથી સારુ નથી એવામાં સાયરા બાનો જ છે જે વર્ષોથી પતિ દિલીપ કુમારની દેખરેખ કરી રહી છે.

  સાયરા બાનોએ હાલમાં જ દિલીપ કુમારની હેલ્થ અપડેટ આપી છે. તેણે જણાવ્યું કે, દિલીપ કુમાર હાલમાં ઘણાં કમજોર છે અને તેમની ઇમ્યૂનિટી ખુબજ ઓછી થઇ ગઇ છે. તેણે આ દરમિયાન આ પણ કહેવામાં આવ્યું છે કે, તે કંઇ એટલે દીલિપ કુમારનું ધ્યાન નથી રાખતી કે તેમનાં પર કોઇ દબાણ છે. તે તેમનું ધ્યાન એટલે રાખે છે કારણ કે તે દિલીપ કુમારને પ્રેમ કરે છે. અને તેમને દીલિપ કુમારનું ધ્યાન રાખવું ગમે છે.  તેમણે કહ્યું કે, તે નથી ઇચ્છતા કે લોકો તેમનાં વખાણ કરે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાત કરતાં સાયરા બાનોએ કહ્યું કે, 'મારુ તેવો મક્સદ જરાં પણ નથી કે, કોઇ મારા વખાણ કરે. અને કહે કે હું એક ડેડિકેટેડ પત્ની છું. તે હાલમાં ઘણાં કમજોર છે. અને તેમની ઇમ્યુનિટી ઓછી થઇ ગઇ છે. ઘણી વખત તે હોલ સુધી ચાલીને આવે છે પછી પરત તેમનાં રૂમમાં જતા રહે છે. તેમનાં સારા સ્વાસ્થ્ય માટે દુઆ કરો.'

  તે વધુમાં કહે છે. 'તે કંઇ એટલે દીલિપ કુમારનું ધ્યાન નથી રાખતી કે તેમનાં પર કોઇ દબાણ છે. તે તેમનું ધ્યાન એટલે રાખે છે મને વખાણ નથી જોઇતા. તેમની સાથે હોવું અને તેમની સાથે રહેવું મારા માટે જરૂરી છે. હું તેમને ખુબજ પ્રેમ કરુ છું તે મારો શ્વાસ છે. ' આ વર્ષે દિલીપ કુમારે તેમનાં બે ભાઇઓને કોરોનાને કારણે ગુમાવ્યા છે. એવામાં બંનેએ 11 ઓક્ટોબરનાં તેનાં લગ્નની વર્ષગાંઠ ઉજવી નહોતી.
  Published by:Margi Pandya
  First published:December 07, 2020, 11:39 am

  ટૉપ ન્યૂઝ