Home /News /entertainment /Saira Banu Health Update: સાયરા બાનોની ટૂંક સમયમાં થશે એન્જિયોગ્રાફી, લેફ્ટ વેંટ્રિકુલર થયું ફેઇલ

Saira Banu Health Update: સાયરા બાનોની ટૂંક સમયમાં થશે એન્જિયોગ્રાફી, લેફ્ટ વેંટ્રિકુલર થયું ફેઇલ

ફાઇલ ફોટો

સાયરા બાનો (Saira Banu)નો ઇલાજ કરાવી રહેલાં ડોક્ટર નિતિન ગોખલેએ તેનાં સ્વાસ્થ્ય અંગે અપડેટ આપી છે. તેણે જણાવ્યું છે કે, તેમનું લેફ્ટ વેટ્રિકુલર ફેઇલ થઇ ગયુ છે. જેને કારણે તેમની એન્જિયોગ્રાફી થઇશે અને ઇલાજ ચાલશે.

    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: દિવંગત એક્ટર દિલીપ કુમાર (Dilip Kumar)ની પત્ની અને એક્ટ્રેસ સાયરા બાનો (Saira Banu) ગત ચાર દિવસથી મુંબઇનાં હિન્દુજા હોસ્પિટપલમાં દાખલ છે. તેમને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી છે. છાતીમાં દુખાવાની ફરિયાદ થયા બાદતેમનાં પરિજનોએ તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા હતાં. તેમનાં સ્વાસ્થ્યમાં સુધારો થઇ રહ્યો છે. સાયરા બાનોની ખરાબ તબિયત બાદથી તેમનાં ફેન્સ ઘણાં પરેશાન છે. અને સતત તેમનાં સાજા થવાની કામના કરી રહ્યાં છે. તેમનાં ડોક્ટર્સે પણ કહ્યું છે કે, સ્વાસ્થ્યમાં સુધારો થઇ રહ્યો છે.

    આ પણ વાંચો- Juhi Chawla: 1984માં જ્યારે 'મિસ ઇન્ડિયા' બની જૂહી તો રેખાએ પહેરાવ્યો હતો તાજ, જુઓ PHOTO

    લેફ્ટ વેટ્રિકુલર ફેઇલ થયું- સાયરા બાનો (Saira Banu)નો ઇલાજ કરી રહેલાં ડોક્ટર નિતિન ગોખલેએ તેમનાં સ્વાસ્થ્ય અંગે અપડેટ આપ્યું છે. ઇ ટાઇમ્સની રિપોર્ટ મુજબ, તેમનું ડાબુ વેટ્રિકુલર ફેઇલ થઇ ગયું છે.. આ કારણે તેમની એન્જિયોગ્રાફી થશે અને બાદમાં ઇળાજ કરવામાં આવશે.

    તેમનાં સ્વાસ્થ્યમાં સુધારો- તેમણે જણાવ્યું કે, તેમનાં સ્વાસ્થ્યમાં સુધારો છે. અને આ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આજે તેમને ICUમાંથી બહાર લાવી નોર્મલ વોર્ડમાં શિફ્ટ કરી દેવામાં આવશે.



    આ પણ વાંચો-જાણો, સલમાન ખાન માટે છાતી પર ગોળી ખાનારી તેની પહેલી હીરોઇન રેનૂ આર્યા હવે ક્યાં છે?

    નિતિન ગોખલેએ જણાવ્યું કે, 'એન્જિયોગ્રાફી તેનાં સમય પર જ કરવામાં આવશે. પણ આ પહેલાં સાયરા બાનોને ડિસચાર્જ કરવામાં આવશે. અને તેમની એન્જિયોગ્રાફી માટે તેમને ફરી એડમિટ થવું પડશે. પણ આ માટે પહેલાં ડાયાબિટીઝ કંટ્રોલમાં કરવું જરૂરી છે.'

    આ પણ વાંચો-શું ગર્ભવતી છે ઐશ્વર્યા રાય બચ્ચન? વીડિયો જોઇ યુઝર્સે કહ્યું- 'હવે તેનું બેબી બમ્પ સ્પષ્ટ દેખાય છે'

    દિલીપ કુમારનાં નિધન બાદ તૂટી ગઇ છે સાયરા બાનો- 76 વર્ષિય સાયરા બાનો ગત 54 વર્ષથી દિલીપ કુમારની સાથે તેમનાં પડછાયાની જેમ રહે છે. તેમનાં નિધન બાદ તે ઘણાં જ એકલાં થઇ ગયા છે. બે મહિના પહેલાં 7 જુલાઇનાં દિલીપ કુમારનાં નિધનથી તેમનાં લાખો ચાહકો દુખી હતાં. સૂત્રો મુજબ, દિલીપ સાહબનાં નિધન બાદ સાયરા બાનો ઘણી જ ગુમસુમ રહેવાં લાગી છે. તેમને સતત દિલીપ સાહબની યાદ આવે છે. અને તેઓ પરિવાર સાથે ફક્ત અને ફક્ત દીલિપ કુમાર અંગે જ વાતો કરે છે.

    આ પણ વાંચો-Taarak Mehta...: જુઓ નટૂ કાકાની લેટેસ્ટ તસવીરો, કેન્સરથી ઓછા થયા વાળ, ચહેરા પર છે સોજા

    ધર્મેન્દ્રએ સંભળાવી સાયરા બાનુ અંગે વાત- ધમેન્દ્રએ હાલમાં જ જણાવ્યું કે, તેમણે (સાયરા બાનો)એ ચાર દિવસ પહેલાં મારી સાથે મોબાઇલ પર વાત કરી હતી. સાયરાએ તેમનાં મિસ કોલ પર તેમને કોલ કર્યો હતો. તેમને કહ્યું હતું કે, જ્યારે તમે ફોન કર્યો ત્યારે હું તમારો સંપર્ક ન કરી શકી.. તેથી હવે ફોન કરું ચું.. મારી તબિયત ઠીક નથી.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Dilip Kumar, Entertainment news, Saira Banu

    विज्ञापन
    विज्ञापन