Home /News /entertainment /Dilip Kumar Health Update: કેમ છે દિલીપ કુમાર? સાયરા બાનોએ આપી જાણકારી
Dilip Kumar Health Update: કેમ છે દિલીપ કુમાર? સાયરા બાનોએ આપી જાણકારી
(PHOTO-@ViralBhayani instagram)
એક્ટર દિલીપ કુમાર (Dilip Kumar) હજુ પણ હિન્દુજા હોસ્પિટલમાં દાખલ છે અને તેમની સ્થિતિ અંગે માહિતી આવી છે. તેમની પત્ની સાયરા બાનોને રવિવારે હોસ્પિટલની બહાર સ્પોટ કરવામાં આવ્યાં હતાં. તેમને પાપારાજીને બહાર ઉભેલાં જોઇને આશ્વાસન આપ્યું હતું કે, તે ઠીક છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડનાં દિગ્ગજ એક્ટર દિલીપ કુમાર (Dilip Kumar) હાલમાં પણ હિન્દુજા હોસ્પિટલમાં દાખલ છે. તેમની સ્થિતિ સ્થિર છે. તે હાલમાં પણ ICUમાં છે. તેમની પત્ની સાયરા બાનો (Saira Banu)રવિવારે જ હોસ્પિટલની બહાર નજર આવ્યાં હતાં. તેમણે પાપારાજીને બહાર ઉભેલાં જોઇને આશ્વાસન આપ્યું હતું કે, તે ઠીક છે.
આ પહેલાં સાયરા બાનો (Saira Banu) એ રવિવારનાં તેમનાં સ્વાસ્થ્ય અંગે અપડેટ જાહેર કર્યો હતો. તેમણે જણાવ્યું કે, 'દિલીપ સાહબ હજુ પણ હિન્દુજા હોસ્પિટલનાં ICUમાં છે. તેમનું સ્વાસ્થ્ય સ્થિર છે. જોકે તે હજુ પણ ICUમાં ડોક્ટરનાં ઓબ્ઝર્વેશન હેઠળ છે. તેમને અહીંથી ચુસ્ત અને દુરસ્ત થઇ ડિસ્ચાર્જ થવા લોકોની દુઆઓની જરૂર છે.' શ્વાસ લેવીની સમસમ્યા થતા તેમને ગત 28 જૂનનાં ફરી હિન્દુજા હોસ્પિટલ (HinduJa Hospital)માં ભરતી કરવામાં આવ્યાં હતાં.
દિલીપ કુમાર (Dilip Kumar) ને શ્વાસ લેવામાં સમસ્યા હતી. તે સમયે તેમનાં ફેફસાની બહાર તરલ પદાર્થ જામી ગયો હતો જેને ડોક્ટર્સની ટીમે સફળતા પૂર્વક દૂર કર્યો હતો. અને પાંચ દિવસ બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપી હતી. આપને જણાવી દઇએ કે, દિલીપ કુમારનું સ્વાસ્થ્ય અંગે તેમની પત્ની અને બોલિવૂડ એક્ટ્રેસ સાયરા બાનો ફેન્સને અપડેટ આપતી રહે છે. આ પહેલાં જ્યારે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં અને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં તો તેની માહિતી સાયરા બાનોએ જ આપી હતી.
" isDesktop="true" id="1111264" >
આપને જણાવી દઇએ કે, 6 જૂન પહેલાં જ્યારે દિલીપ કુમારને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં તો તેમનાં નિધનની ખોટા સમાચાર ઉડ્યા હતાં જેનાં પર તેમની પત્ની સાયરા બાનો ખુબજ ગુસ્સે થઇ ગઇ હતી. આ પ્રકારની ખબર ઉડાવવા વાળાની તેણે ક્લાસ પણ લગાવી હતી. તો દિલીપ સાહબનાં ફેન્સ તેમની સલામતીની રાત-દિવસ દુઆઓ કરે છે. સૌ કોઇ ઇચ્છે છે કે, તે જલ્દી જ ઠીક થઇ જાય. અને તેમનાં ઘરે પરત ફરી જાય.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર